________________
૬૪
[શ્રાદ્ધવિધિ
બદ્ધ નાટકે વિદુર્થી. દરેક કમળની મધ્યકર્ણિકાના ભાગ ઉપર એક એક ઈન્દ્રપ્રાસાદ કર્યો અને તેની અંદર આઠ આઠ પટ્ટરાણીઓ સાથે ઇન્દ્ર પિતે બેઠે હેય તેમ વિકુવ્યું અને તેણે પણ હસ્તિ ઉપરથી ઉતરી ભગવંતને વિધિપૂર્વક વંદન કર્યું.
દશાર્ણભદ્રરાજાને ઈંદ્રની આવી સમૃદ્ધિ જોઈ પિતાની સમૃદ્ધિને ગર્વ ઉતરી ગયો. વિચારધારામાં દશાર્ણભદ્રને વૈરાગ્ય થયે. અને તેને પિતાની સમૃદ્ધિ તુચ્છ લાગી. છેવટે જેને સર્વ ઈન્દ્રો અને જગતનાં સર્વપ્રાણીઓ પ્રણમે એવી કૈવલ્ય લક્ષ્મીઋદ્ધિ પ્રાપ્ત કરવા ભગવંત પાસે ચારિત્ર અંગીકાર કર્યું. દશાર્ણભદ્રને ચારિત્ર અંગીકાર કરેલ દેખી સૌધર્મેન્દ્ર વિસ્મય પામ્યો અને દશાર્ણભદ્રરાજર્ષિને વંદના કરી કહેવા લાગ્યું કે, હે ભગવંત આપ મારે અપરાધ ક્ષમા કરજે આ૫ પરાક્રમી, તેજસ્વી છે?” ઈન્દ્ર અપરાધ ખમાવી સ્વર્ગે ગયે. દશાર્ણભદ્ર રાજર્ષિ ઘણા પ્રકારની તપશ્ચર્યા કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.”
આ રીતે રાજા કે માટી અદ્ધિવાળો શ્રાવક હોય તે બીજાને દર્શન પમાડવાને માટે અને જૈન ધર્મની પ્રભાવના માટે આડંબર પૂર્વક જિનમંદિરે જાય. પણ જે સાધારણ અદ્ધિવાળો હોય તેણે પિતાની લોકમાં મશ્કરી ન થાય તેવી રીતે પોતાના કુળ તથા દ્રવ્યને ઉચિત આડંબર પૂર્વક ભાઈ મિત્ર, પુત્ર, પરિવારાદિને સાથે લઈને જિનમંદિરે જવું જિનમંદિરે પહોંચ્યા પછી પાંચ અભિગમ સાચવવા.
પહેલો અભિગમ-ફળ, તાંબુલ, સરસવ, ધર, છરી, જેડા, તથા સચિત્ત વસ્તુને તેમજ રાજા હોય તે મુકુટ, વાહન વિગેરેને ત્યાગ કરે. બીજો અભિગમ–મુકુટને છોડીને બીજા ઘરેણાં વગેરે અચિત્ત હોય તેને ત્યાગ ન કરે. ત્રીજો અભિગમ-વચ્ચે સાંધ્યા વગર બન્ને બાજુ કીનારવાળે ખેસ નાંખો. એ અભિગમ–ભગવાનને દેખતાંની સાથે “નમો જિણા” કહી વંદન કરવું. પાંચમો અભિગમ-મનની એકાગ્રતા રાખવી. આ પાંચ અભિગમ સાચવી “નિસિહી” કહી જિનમંદિરમાં પ્રવેશ કરવો, આ સંબંધમાં પૂર્વાચાર્યનું વચન આ પ્રમાણે છે.
સચિત્ત દ્રવ્યને ત્યાગ, અચિત્તને ત્યાગ ન કરવો. મનની એકાગ્રતા, એક સાટક ખેસ, અને જિનેશ્વરને જોતાં હાથ જોડવાં.” રાજા વિગેરેએ જિનમંદિરમાં પ્રવેશ કરે ત્યારે તેમણે ખર્શ, છત્ર, મેજડી, મુકુટ, અને ચામરરૂપ રાજાચિન્હને બહાર મુકવાં.”
આ અભિગમ સાચવ્યાબાદ જિનમંદિરના પ્રથમ દ્વારમાં પ્રવેશ કરતાં શ્રાવક “નિસહિ. નિસાહિ નિસાહિ” બેલે છે. આ ત્રણ નિશીહિને અર્થ મન, વચન, અને કાયાના
ઃ આ દશાર્ણભદ્રની કથામાં ઈન્દ્ર જે હાથીઓને લઈ ગયા તે હાથીની સંખ્યા, જંતુશળની સંખ્યા, કમળની સંખ્યા, નાટકની સંખ્યા, વાજિંત્રોની સંખ્યા અને બત્રીસ બદ્ધ નાટકનું સ્વરૂપ વિગેરે ઘણું ઘણું આપ્યું છે. પણ અહિં તે પ્રસ્તુત દશાર્ણભદ્રની પેઠે અદ્ધિપૂર્વક જિનમંદિરે જવું પણ અભિમાન ન રાખ. તે છે, તેથી હાથી, દંતશળ, કમળ, વાજિંત્ર અને નાટકની સંખ્યા આપી નથી.