SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિપૂર્વક જિનમંદિરે જવું] દ્રવ્યથી ભગવાનની પૂજા કરવી. ઈત્યાદિ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ત્રણ નિસિહી કરી, ત્રણ પ્રદક્ષિણા ચિંતવી તથા બીજે પણ વિધિ સાચવી પવિત્ર પાટલા પ્રમુખ આસન ઉપર પદ્માસનાદિક સુખકારક આસને બેસવું. પછી ચંદનના પાત્રમાંથી ચંદન બીજા પાત્રમાં અથવા હાથ ઉપર લઈ કપાળમાં તિલક કરી તથા હાથે સુવર્ણનાં કંકણ અને ચંદનનો લેપ કરી ધૂપ દઈ બે હાથે જિનેશ્વર ભગવાનની અગ્રપૂજા, અંગપૂજા તથા ભાવપૂજા કરવી. તે પછી પૂર્વે કરેલું અથવા ન કરેલું પચ્ચખાણ ભગવાનની સાષિએ ઉચ્ચરવું. મૂલ-વિાિ ાિજ લિપિ, સંતુ અા રિજિતરા. उच्चरइ पच्चकखाणं, दृढपंचाचारगुरुपासे ॥६॥ [विधिना जिनं जिनगृहे, गत्वाऽर्चति उचितचिन्तारतः । ઉઘાતિ પ્રત્યારથાને દઢપચારા પુરુષાર્થે II દ II ] અર્થ_વિધિપૂર્વકજિનમંદિરે જઈ, ઉચિત વિચારણપૂર્વક જિનેશ્વર ભગવાનની પૂજા કરે, પછી ગુરૂની પાસે પંચાચારમાં દઢ રહેલ શ્રાવક પચ્ચખાણ કરે. વિધિપૂર્વક જિનમંદિરે જાય તેનું પ્રથમ વિવેચન કરે છે મોટા રાજા તથા ઋદ્ધિવંત શ્રાવકે સર્વઋદ્ધિથી તથા સર્વદીપ્તિથી સર્વબળથી અને સર્વપરાક્રમથી જિનમંદિરે જવું.” આ આગમ વચનને અનુસરી જિનશાસનની પ્રભાવના થાય તે માટે અદ્ધિવંત શ્રાવકે પિતાની સર્વઋદ્ધિથી દશાર્ણભદ્રરાજાની પેઠે જિનમંદિરે જવું. ત્રાદ્ધિપૂર્વક જિનમંદિરે જવા ઉપર દશાર્ણભદ્ર રાજાની સ્થા. દશાર્ણ નામના દેશમાં દશાર્ણ નગરને વિષે દશાર્ણ નામે રાજા હતા. તેને પાંચસો રાણીઓ હતી. એક વખતે સેવકે આવી ખબર આપ્યા કે, “પ્રાતઃકાળે મહાવીર પરમાત્મા આપણા ઉદ્યાનમાં પધારવાના છે.” રાજા હર્ષિત થયે અને તેણે સંકલ્પ કર્યો કે, કેઈએ ભગવંતને વાંદ્યા ન હોય તેથી ઋદ્ધિથી હું કાલેવંદન કરૂં.” આ રીતે મોટા અહંકારથી પિતાની સર્વઋદ્ધિથી ભગવંતને વાંદવા નીકળ્યો. તેણે પિતાની સ્ત્રીઓને સુંદર આભૂષણથી સેના ચાંદી અને હાથીદાંતની પાંચસે પાલખીમાં બેસાડી અને નગરના શેઠશાહુકારોને સાથે લીધા. અઢારહજાર હાથી, ચોવીસ લાખ ઘેડા, એકવીસહજાર રથ, એકાણું કરેડ પાયદળ લશ્કર, એકહજાર સુખપાળ, સોળહજાર વજાઓ સહિત આડંબરપૂર્વક સમવસરણ સમીપે આવ્યું. અને હાથી ઉપરથી ઉતરી અભિગમ સાચવવાપૂર્વક મહાવીર પરમાત્માને વંદન કર્યું.” આ પ્રસંગ સૌધર્મેન્દ્ર અવધિજ્ઞાનથી જાણ્યો અને દશાર્ણભદ્રનું અભિમાન દૂર કરવા તેણે પોતાની દિવ્યગદ્ધિ વિમુવી. તેણે પાંચસેબાર સૂંઢવાળા-મસ્તકવાળા ચેસઠહાર હાથી વિકુવ્યું. દરેક મસ્તકે આઠ આઠ દંતશૂળ, પ્રત્યેક દતુશળે આઠ આઠ વા, પ્રત્યેક વાવે આઠ આઠ કમળ, પ્રત્યેક કમળે લાખ લાખ પાંખડીયા અને પ્રત્યેક પાંખડીયે બત્રીસ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy