________________
શ્રાદ્ધવિધિ
કે—કળીયાના મુખમાંથી નીકળેલા તંતુ જેવા બારીક વસથી ગળેલા પાણીના એક બિંદુમાં જે સૂક્ષમ જીવે છે, તે જે ભ્રમર જેટલા થાય, તે ત્રણે જગતમાં સમાય નહિ.” ગડગુમડથી શરીર અપવિત્ર હોય તે ભગવાનની અંગપૂજા ન કરવી. તેમજ ભેંય પડેલાં ફળ ન ચડાવવાં
હવે ભાવગ્નાન કહે છે –ધ્યાનરૂપ જળથી કર્મરૂપ મળ દૂર થવાને લઈજીવને જે સદાકાળ શુદ્ધતાનું કારણ તે ભાવ સ્નાન કહેવાય છે.” કઈ પુરૂષને દ્રવ્યસ્નાન કરે છતાં પણ જે ગુમડાં પ્રમુખ ઝરતાં હોય તે, તેણે પિતાની ચંદન, કેસર, પુષ્પ પ્રમુખ સામગ્રી આપીને બીજા માણસ પાસે ભગવાનની અંગપૂજા કરાવવી અને અગ્રપૂજા તથા ભાવપૂજા પિતે કરવી. શરીર અપવિત્ર હોય તે પૂજાને બદલે આશાતના થવાનો સંભવ છે, માટે તેવા પ્રસંગે શાસ્ત્રમાં અંગપૂજા કરવાને નિષેધ કર્યો છે. કહ્યું છે કે, “જે અપવિત્ર પુરૂષ સંસારમાં પડવાને ભય ન રાખતાં દેવપૂજા કરે છે અને જે પુરૂષ ભૂમિ ઉપર પડેલા ફૂલથી પૂજા કરે છે તે બને ચંડાલ સમ જાણવા.” એ ઉપર નીચે પ્રમાણે દષ્ટાંત છેઃ
કામરૂપ નગરમાં એક ચંડાલને પુત્ર થયો. તે થતાં જ તેને પૂર્વભવને વૈરી કઈ વ્યંતર દેવતા હશે, તેણે તેને હરણ કરી વનમાં મૂકો. એટલામાં કામરૂપ નગરને રાજા રચવાડીએ નીકળ્યો છે. તેણે વનમાં તે બાળકને દીઠે. રાજા પુત્રહીન હતું તેથી તેણે તે ગ્રહણ કર્યો, પાળ્યો અને તેનું પુણ્યસાર એવું નામ પાડયું. પુણ્યસાર તરૂણ અવસ્થામાં આવ્યો ત્યારે પિતાએ તેને રાજ્ય સેંપીને દીક્ષા લીધી. કેટલેક કાળે કામરૂપ નગરના રાજા કેવળી થઈ કામરૂપ નગરમાં આવ્યા. પુયસાર કેવળીને વંદના કરવા ગયો. સર્વ નગરના જને વાંદવા આવ્યા. પુણ્યસારની માતા ચંડાલણી પણ ત્યાં આવી. પુણ્યસાર રાજાને જોઈ ચંડાલણીના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું, ત્યારે પુયસાર રાજાએ કેવળી ભગવાનને એનું કારણ પૂછયું. કેવળીએ કહ્યું: “હે રાજન ! આ તારી માતા છે. તું વનમાં પડયો હતો તે મારા હાથમાં આવ્યો.” પુણ્યસારે પાછું કેવળીને પૂછયુંઃ “હે ભગવન! કયા કમથી હું ચંડાલ થયો.” કેવળીએ કહ્યું “પૂર્વભવે તું વ્યવહારી હતું. એક વખતે ભગવાનની પૂજા કરતાં “ભૂમિ ઉપર પડેલું ફૂલ ચઢાવવું નહિં” એમ જાણતા છતાં પણ તે ભૂમિ ઉપર પડેલું ફૂલ અવજ્ઞાથી ભગવાન ઉપર ચઢાવ્યું, તેથી તું ચંડાલ થયે. કહ્યું છે કે- જે પુરૂષ એઠું ફળ, ફૂલ અથવા નૈવેદ્ય ભગવાનને અર્પણ કરે, તે પરભવમાં નીચકુળમાં ઉત્પન્ન થવાનું નીચગેત્ર કર્મ બાંધે છે.”તારી માતાએ પૂર્વભવે રજસ્વલા છતાં દેવપૂજા કરી હતી તે કર્મથી એ ચંડાલણી થઈ.” કેવલીનાં એવાં વચન સાંભળી વેરાગ્યથી પુણ્યસાર રાજાએ દીક્ષા લીધી, આ રીતે અપવિત્રતાથી તથા ભૂમિ ઉપર પડેલાં ફૂલથી દેવપૂજા કરવા ઉપર ચંડાળની કથા છે.
આથી ભૂમિ ઉપર પડેલું ફૂલ સુગંધિ હોય, તે પણ તે ભગવાનને ચઢાવવું નહિં અને થોડી અપવિત્રતા હોય તે પણ ભગવાનને અડવું નહિ. વિશેષે કરી ઓએ તે રજસ્વલાની પૂર્ણ શુદ્ધિ થયા વિના બિલકુલ પ્રતિમાને સ્પર્શ કર નહિ, કારણકે તેથી માટી આશાતનાને દોષ લાગે છે.