SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપૂજામાં દ્રવ્યસ્નાનની અવશ્યકતા ] પ૯ યથાવિધિ કરીને દેવની તથા સાધૂની પૂજા કરે તે તેને એ સ્નાન પણ શુભ કરનારું છે. કારણકે, એ દ્રવ્યસ્નાન ભાવશુદ્ધિનું કારણ છે. અને દ્રવ્યસ્નાનથી ભાવ શુદ્ધિ થાય એ વાત અનુભવસિદ્ધ છે. માટે દ્રવ્યસ્નાનમાં કાંઈક અચ્છાયાદિને વિરાધનાદિ દોષ છે, તે પણ બીજા સમક્તિ શુદ્ધિ વગેરે ઘણા ગુણે હેવાથી એ (દ્રવ્યસ્નાન) ગૃહસ્થને શુભકારી જાણવું.” વળી આગળ ત્યાં કહ્યું છે કે-પૂજાને વિષે જીવહિંસા થાય છે. જીવહિંસા તેતે નિષિદ્ધ છે તે પણ જીનેશ્વર ભગવાનની પૂજા સમક્તિ શુદ્ધિનું કારણ છે, માટે શુદ્ધ જાણવી.” એથી સિદ્ધિ થયું કે, દેવપૂજાદિક કાર્ય કરવું હોય તેજ ગૃહસ્થને દ્રવ્યસ્નાનની અનુમોદના (સિદ્ધાંતમાં) કહી છે. આથી દ્રવ્યસ્નાન પુણ્યને અર્થે છે, એમ જે કેટલાક કહે છે, તે દુર કર્યું એમ જાણવું. જલસ્નાન દેહશુદ્ધિ ભલે કરે પણ પાપશુદ્ધ કરતું નથી, | તીર્થમાં કરેલા સ્નાન કરીને દેહની શુદ્ધિ ભલે થાય, પરંતુ જીવની તે એક અંશમાત્ર પણ શુદ્ધિ થતી નથી. સ્કંદપુરાણમાં કાશીખંડને વિષે છઠ્ઠા અધ્યાયની અંદર કહ્યું છે કે, “દુરાચારી પુરૂષે હજારે મણ માટીથી સેંકડો ઘડા પાણીથી તથા સેંકડો તીર્થોના જળથી ન્હાય, તે પણ શુદ્ધ થતા નથી. જળચર જીવ જળમાંજ ઉત્પન્ન થાય છે, અને જળમાંજ મરણ પામે છે, પણ મનના મેલ નહિ ધેવાયાથી તેઓ સ્વર્ગે જતા નથી. જેનું ચિત્ત શમદમાદિકથી, મુખ સત્ય વચનથી અને શરીર બ્રહ્મચર્યથી શુદ્ધ છે, તે ગંગા નદીએ ગયા વિના પણ શુદ્ધજ છે. જેનું ચિત્ત રાગાદિકથી, મુખ અસત્ય વચનથી અને શરીર જીવહિંસાદિકથી મલિન હોય, તે પુરૂષથી ગંગા નદી પણ વેગળી રહે છે. જે પુરૂષ પરસ્ત્રીથી, પરદ્રવ્યથી અને પારકાને દ્રોહ કરવાથી વેગળ રહે. તેને ઉદ્દેશીને ગંગા નદી પણ કહે છે કે, એ પુરૂષ ક્યારે આવીને મને પવિત્ર કરશે?” એના ઉપર એક કુલપુત્રની વાત છે તે આ પ્રમાણે કેઈએમ કુલપુત્ર ગંગા નામના તીર્થને વિષે જતું હતું, તેને તેની માતાએ કહ્યું કે, “હે વત્સ! તું જ્યાં ન્યાય ત્યાં આ મારા તુંબડાને પણ હરાવજે.” એમ કહી તેને તેની માતાએ એક તુંબડું આપ્યું. કુળપુત્ર પણ ગંગા વિગેરે તીર્થે જઈ માતાના વચન પ્રમાણે પોતાની સાથે તુંબડાને ન્હવરાવી ઘેર આવ્યો ત્યારે માતાએ તે તુંબડાનું શાક રાંધી પુત્રને પીરસ્યું. પુત્રે કહ્યું: “બહુજ કડવું છે.” માતાએ કહ્યું: “જે સેંકડો વાર હવાગ્યાથી પણ એ તુંબડાની કડવાશ ન ગઈ, તે સ્નાન કરવાથી તારું પાપ શી રીતે જતું રહ્યું? તે (પાપ) તે તપસ્યારૂપ ક્રિયાનુણાનથી જ જાય.” માતાનાં આવાં વચનથી કુળપુત્રને વિચાર કરવાથી સાચી સમજ પ્રાપ્ત થઈ કે પાપશુદ્ધિ તપસ્યાથી થાય છે માત્ર જળસ્નાનથી નહિં. અસંખ્યાત જીવમય જળ, અનંત જીવમય શેવાળ અને અણગળ પાણી હોય તે તેમાં રહેલા પુરા પ્રમુખ ત્રસજીવની વિરાધના થતી હોવાથી ન્હાવું દોષવાળું છે. એ વાત પ્રસિદ્ધ છે. જળ જીવમય છે એ વાત લૌકિકમા પણ કહી છે. ઉત્તરમીમાંસામાં કહ્યું છે
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy