SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રાદ્ધવિધિ જ્યાંની ભૂમિ છેડા કાળની અચિત્ત કરેલી છે,” એમ કહેવાનું કારણ એ છે કે, અગ્નિને તાપ વગેરે કરીને અચિત્ત કરેલી ભૂમિ બે મહિના સુધી અચિત્ત રહે છે, અને તે પછી મિશ્ર થાય છે. જે ભૂમિમાં ચોમાસામાં ગામ વસ્યું હોય, તે ભૂમિ બાર વર્ષ સુધી શુદ્ધ ઈંડિલ અચિત્તરૂપ જાણવી. વળી એક ઠેકાણે કહ્યું છે કે, “દિશા ધારીને બેસવું, પવન, ગામ તથા સૂર્ય તરફ મુખ કરીને બેસવું નહિ. છાયાને વિષે ત્રણવાર પૂંછ, “મણુના કરજે” કહી પિતાના શરીરની શુદ્ધિ થાય તેમ વડીનીતિનો ત્યાગ કરે. વડીનીતિ લઘુનીતિ કરતાં ઉત્તર અને પૂર્વ દિશા ભણી મુખ કરવું. દક્ષિણ દિશાને વિષે કરે તે રાક્ષસ, પિશાચાદિકનો ઉપદ્રવ આવી પડે છે. પવન સામું મુખ કરે તે નાસિકાને પીડા થાય, સૂર્ય અને ગામ સામું મુખ કરે તે નિંદા થાય. જે છાયા જીવ ઉત્પત્તિવાળી હોય તે ત્યાથી દૂર જઈને છાયા તપાસી ત્યાગ કરે. છાયા ન હોય તે તડકામાં ત્યાગ કરે. ત્યાગ કરીને એક મુહૂર્ત (બે ઘડી) સુધી ત્યાં બેસવું, પણ ઉતાવળના પ્રસંગે આ નિયમ સાચવવાનો આગ્રહ રાખવો નહિં. કારણકે “લઘુનીતિ રેકે તે નેત્રપીડા થાય, અને વડીનીતિ કે તે જીવિતની હાનિ થાય, ઉર્વીવાયુને (ઓડકારને) કે તે કેઢ રોગ થાય, અથવા ત્રણેના રેકાવાથી ગાંડાપણું થાય.” વડીનીતિ સલેખમ ઈત્યાદિકનો ત્યાગ કરતાં પહેલાં “અણુનાદ કgrો” એમ કહેવું તથા ત્યાગ કરી રહ્યા પછી તુરત “”િ એમ ત્રણ વાર મનમાં ચિંતવવું. સચ્છિમ મનુષ્યો કેટલે સ્થાને ઉતપન્ન થાય છે સળેખમ શ્લેષ્મ પ્રમુખને ધૂળથી ઢાંકવા યત્ન કર. ન કરે તે તેને વિષે અસંખ્યાતા સમૃસ્કિમ મનુષ્યની ઉત્પત્તિ થાય તથા તેમની વિરાધના પ્રમુખ દેષ લાગે છે. શ્રી પન્નવણું સવમાં પ્રથમ પદને વિષે કહ્યું છે કે, હે ભગવંત ! સંમૂછિમ મનુષ્ય શી રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! પિસ્તાલીશ લાખ જજનવાળા મનુષ્યક્ષેત્રને વિષે, અઢી દ્વીપ સમુદ્રની અંદર, પંદર કર્મભૂમિને વિષે તથા છપન્ન અંતર્ધ્વપને વિષ, ગર્ભજ મનુષ્યની વિષ્ટા, મૂત્ર, બળ, નાસિકાને મળ, ઓકારી, પિત્ત, વીર્ય, પુરૂષવીર્યમાં મિશ્ર થયેલું વીર્ય (લોહી), બહાર કાઢી નાંખેલા પુરૂષવીર્યનાં પુગલ, જીવ રહિત કલેવર, સ્ત્રીપુરુષને સંગ, નગરની ખાલ તથા સર્વે અશુચિ સ્થાનક સર્વને વિષે સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. તે સમુચ્છિમ મનુષ્યો અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહનાવાળા, અસંસી, મિથ્યાષ્ટિ, અજ્ઞાની; સર્વ પર્યાપ્તિએ અપર્યાપ્ત અને અંતમુહૂર્ત આયુષ્યવાળાઅંતમુહૂર્તમાં કાળ કરે છે. ઉપર “સર્વે અશુચિ સ્થાન” એમ કહ્યું, તેથી જે કાંઈ મનુષ્યના સંસર્ગથી અશુચિ થાય છે, તે સર્વ સ્થાનક લેવાં એમ પન્નવણાની વૃત્તિમાં કહ્યું છે. આથી પિતાના અશુચિ સ્થાનમાં જીવ ઉત્પત્તિ ન થાય તેની કાળજી રાખવી. દાતણ કેવી રીતે અને કેમ કરવું? દાતણું, દેષ રહિત (અચિત્ત) સ્થાનકે જાણીતા વૃક્ષના અચિત્ત અને કમળ દંતકાષથી અથવા દઢતા કરનાર ઉતર્જની આંગળીથી ઘસીને કરવું. દાંત તથા નાક વગેરેને ૧ અંગૂઠાની જોડલી.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy