SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સચિત્ત અચિત મિશ્રવિચાર] હોય તે ન્હાવું, ભૂખ લાગે તે ખાવું, એવી વાતમાં શાસ્ત્રના ઉપદેશની બીલકુલ આવશ્યકતા નથી. લોકસંજ્ઞાથી અપ્રાપ્ય એવા ઈહ પરલેક હિતકારી ધર્મ માર્ગને ઉપદેશ કરવાથી જ શાસ્ત્રની સફળતા થાય છે. એમ બીજે ઠેકાણે પણ જાણી લેવું. શાસ્ત્રના ઉપદેશ કરનારને સાવદ્ય આરંભના વચનથી અનુમોદના કરવી એ પણ ધ્યાનથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, “જે સાવદ્ય અને અનવદ્ય વચનને ભેદ વિશેષ જાણતો નથી, તે મુખમાંથી એક વચન બેલવા પણ ગ્યનથી, તે પછી દેશના કરવાની તે વાત ક્યાંથી હોય?” નિરવઘ તથા ચોગ્ય સ્થાને મનપૂર્વક મળમૂત્રને ત્યાગ કરવો. મૌન પૂર્વક નિરવઘતથા યોગ્ય સ્થાન જેઈમળમૂત્રને ત્યાગ કરે ઉચિત છે. કહ્યું છે કે, “મળમૂત્રને ત્યાગ, સ્ત્રીસંગ, સ્નાન, ભજન, સંધ્યાદિ કર્મ, દેવપૂજા અને જપ એટલાં કાર્યો મૌન રાખીનેજ કરવાં.” વિવેકવિલાસમાં પણ કહ્યું છે કે, “પ્રભાતે, સાયંકાળે, તથા દિવસે ઉત્તર દિશામાં અને રાત્રિને વિષે દક્ષિણ દિશાએ મુખ રાખી મૌન રાખી, તથા વસ્ત્ર ઓઢીને મળમૂત્રને ત્યાગ કર.” સંપૂર્ણ નક્ષત્રો નિસ્તેજ થાય અને સૂર્યબિંબને અર્થે ઉદય થાય ત્યાં સુધી પ્રભાત સંધ્યાને સમય કહેવાય છે. સૂર્યબિંબના અર્ધા અસ્તથી માંડી બે ત્રણ નક્ષત્રે આકાશમાં ન દેખાય, ત્યાં સુધી સાયંસંધ્યાને સમય જાણો. મળમૂત્રને ત્યાગ કરવો હોય તે, જ્યાં રક્ષા, છાણ, ગાયનું રહેઠાણ, રાફડા, વિષ્ટા વગેરે હોય તેવું સ્થાન, તથા ઉત્તમ વૃક્ષ, અગ્નિ, માર્ગ, તળાવ વગેરે, રમશાન, નદી કિનારે, તથા સ્ત્રીઓ અને પિતાના વડિલે એમની જ્યાં દષ્ટિ પડતી હેય એવી જગ્યા તજવી જોઈએ. આ નિયમો ઉતાવળ ન હોય તે સાચવવા. ઉતાવળ હોય તે સર્વે નિયમ સાચવવા જ જોઈએ એ કાંઈ નિયમ નથી. સાધુમહારાજને ઉદ્દેશીને મળમૂત્રના ત્યાગ માટે શાસ્ત્રનું સ્થાન, શ્રી ઘનિર્યુક્તિ આદિક ગ્રંથને વિષે સાધુઓને ઉદ્દેશીને કહ્યું છે કે, “જ્યાં કઈ પણ માણસની આવ જાવ નથી, તથા જે સ્થળની અંદર કેઈની દષ્ટિ પણ પડતી નથી, જ્યાં કેઈને અપ્રીતિ ઉપજવાથી શાસનના ઉહાહનું કારણ કે તાડનાદિક થવાને સંભવ નથી, ભૂમિ સરખી હેવાથી જ્યાંથી પડી જવાય તેવું નથી, તૃણ આદિક વસ્તુથી જે ઢંકાયેલું નથી, જ્યાં વીંછી અને કીડી આદિકને ઉપદ્રવ નથી, જ્યાંની ભૂમિ અગ્નિ વગેરેના તાપથી થેકાળની અચિત્ત કરેલી છે, જેની નીચે ઓછામાં ઓછી ચાર આંગળ ભૂમિ અચિત્ત છે, વાડી, બંગલા વગેરેના સમીપ ભાગમાં જે આવેલું નથી, ઓછામાં ઓછું એક હાથના વિસ્તારવાળું, ઉંદર, કીડી પ્રમુખનાં બિલ, ત્રસજીવ અને જ્યાં બીજ (સચિત્ત ધાન્યના દાણા પ્રમુખ) નથી, એવા સ્થડિલને (સ્થળને) વિષે વડીનીતિને તથા લઘુનીતિને ત્યાગ કરે.” ઉપર “તૃણ આદિક વસ્તુથી ઢંકાયેલું સ્થળ નહીં જોઈએ.” એમ કહ્યું એનું કારણ કે, ઢંકાયેલું સ્થળ હોય તે ત્યાં વીંછી વગેરે કરડવાનો સંભવ રહે છે, તથા વનતિ વગેરેથી કીડી પ્રમુખ દબાઈ જાય માટે તૃણાદિકથી ઢંકાયેલું નહીં હોવું જોઈએ. તેમજ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy