SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પિ૨ [ શ્રાદ્ધવિધિ પચ્ચકખાણુનું સ્મરણ કરવું. જે તેમ ન કરે તે કદાચિત્ પચ્ચક્ખાણને ભંગ વગેરે થવાનો સંભવ છે. હવે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વિગેરેનો વિભાગ જણાવે છે, અન્ન, ખાજાં, દહિથરાં પ્રમુખ પકવાન્ન, માંડા, સાથો વગેરે સર્વ જે કાંઈ સુધાને શિંઘ ઉપશમાવી શકે છે, તે અશન જાણવું. (૧) છાશ, પાણી, મધ, કાંજી વગેરે સર્વ પાન જાણવું. (૨) સર્વ જાતનાં ફળ, શેલડી, પઉંઆ, સુખડી વગેરે ખાધ જાણવુ (૩) સૂંઠ, હરડે, પીંપર, મરી, જીરું, અજમો, જાયફળ, જાવંત્રી, કસેલ કા, ખદિરવટિકા, જેઠીમધ, તજ, તમાલપત્ર, એલચી, લવિંગ, કાઠી, વાવડંગ, બિલલવણ, અજક, અજમેદ, કુલિંજણ, પીપરીમૂળ, ચિનીકબાળા, કચૂર, મેથ, કટા, સેલિઓ, કપૂર, સંચળ, હરડાં, બહેડાં, કુંભઠો, બાવળ, ધમાસે, ખેર, ખીજડા વગેરેની છાલ, ખાવાનાં પાન, સોપારી, હિંગાષ્ટક, હિંગુત્રેવીસ, પંચકૂળ, પુષ્કરમૂળ, જવાસાનાં મૂળ, બાવચી, તુલસી, કપૂરીકંદ ઈત્યાદિ ખાદિમ જાણવું. () ભાષ્ય અને પ્રવચનસારેદ્દાર એ બે ગ્રંથના અભિપ્રાય પ્રમાણે જીરૂ સ્વાદ્ય છે, અને કલપવૃત્તિના અભિપ્રાય પ્રમાણે ખાદ્ય છે. કેટલાક કહે છે કે, અમે પણ ખાદ્ય છે. સર્વ ખાદ્ય વસ્તુ અને એલચી કપૂર ઈત્યાદિકનું ળ દુવિહાર પચ્ચકખાણમાં ખપે છે. વેસણુ, વરિયાળી, સવા, કઠંબડી, આમલાગઠી, આંબાગોળી, કઠપત્ર, લીંબૂપત્ર ઈત્યાદિ ખાદ્ય વગેરે હોવાથી દુવિહાર પચ્ચખાણમાં કપે નહિ. તિવિહારમાં તે એકલું પાણીજ કપે છે. ટૂંકા જળ, તથા સીકરી, કપૂર, એલચી, કાળે, ખદિરચૂર્ણ, કસેલ્લક, પાડલ ઈત્યાદિકનું જળ નીતરેલું અથવા ગાળેલું હોય તેજ કપે, અન્યથા નહિં. શાસ્ત્રને વિષે તે મધ, ગેળ, સાકર, ખાંડ, વગેરે સ્વાદમાં અને દ્રાક્ષ, સાકર ઈત્યાદિકનું જળ અને છાશ વગેરેને પાનમાં કહેલ છે. પણ તે દુવિહાર વગેરેમાં કલ્પનહિ. નાગપુરીય ગચ્છ પચ્ચખાણું ભાષ્યમાં કહ્યું છે કે, શાસ્ત્રમાં દ્રાક્ષ પાનકાદિક પાનમાં અને ગોળ વગેરે સ્વાદિમમાં કહેલ છે, તે પણ તે તૃપ્તિનું કરનારું હોવાથી તિવિહારાદિકમાં નહિં વાપરવા યોગ્ય છે, એટલે પૂર્વાચાર્યોએ લીધું નથી. સ્ત્રીને સંભોગ કરવાથી ચઉવિહારનો ભંગ થતો નથી, પણ બાલાદિકના હેઠ, ગાલ ઈત્યાદિકનું ચુંબન કરે તે ભંગ થાય. દુવિહારમાં તે સ્ત્રી સંભેગ ઉપરાંત બાલાદિકનું ચુંબન પણ કલ્પ છે. ચઉવિહારાદિ પચ્ચક્ખાણ તે કવલ આહારનું જ છે. લોમાદિક આહારનું નથી, એમ ન હોય તો શરીરે તેલ ચોપડવાથી તથા ગડગૂમડા ઉપર પિટીસ બાંધવાથી પણ અનુક્રમે આયંબિલ તથા ઉપવાસને ભંગ થવાને પ્રસંગ આવે પણ એમ માનવાને વ્યવહાર મુદ્દલ નથી. કદાચિત કઈ એમ માને છે, લેમાહાર નિરંતર ચાલવાને સંભવ હોવાથી પચ્ચકખાણના અભાવને પ્રસંગ આવી પડે છે. - હવે અનાહારી વસ્તુઓ વ્યવહારમાં ગણાય છે તે આ રીતે લીમડાનાં પંચાંગ (મૂલ, છાલ, પત્ર, ફૂલ, ફળ), મૂત્ર, ગળો, ક, કરિયાતું, અતિવિષ, ફૂડ, ચીડ, સુખડ, રક્ષા, હળદર, હિણી, ઉપલેટ, વજ, ત્રિફળાં, બાવળની છાલ, ધમાસે, નાહિ, આસંધ, રિંગણ, એળ, ગુગલ, હરડેલ, વઉણિ, બેર, છાલમૂલ, કેથેરીમૂલ, કેરડા
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy