SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શુકરાજની કથા ] સ્ત્રીથી આપ સતિષ પામો, હવે અમને વધુ હેરાન ન કરો.” સાચા યુકરાજે કહ્યું “અરે ! મંત્રી તું કેમ મૂઢ બને છે, મને અને આ રાણુઓને તું સાવ ભૂલી જાય છે, આ તો બનાવટી રાજા બન્યો છે. આમ ઘણું ઘણું કહ્યા છતાં શુકરાજના વચન ઉપર મંત્રીને વિશ્વાસ ન બેઠો. શકરાજે વિચાર્યું કે “બળથી જે હું રાજય લઈશ અગર તેને મારી નાખીશ તો પ્રજા અને રાજયમંડળમાં એજ વિશ્વાસ રહેશે કે સાચો સ્વામી તે ગયો, આતો બનાવટી છે માટે હવે મારે થોડો વખત રાહ જોવી જોઇએ, આ રીતે મન વાળી સત્ય શુકરાજ પાછો વળ્યો. પરંતુ રાજ્યભ્રષ્ટ થયાનું અને સુનું રાજય મુકી ચાલ્યા આવ્યાના સહસાકારનું ખુબ દુઃખ થયું, આ અવસરમાં તેને પોતાના પિતા શ્રી મૃગવન કેવલી મળ્યા. તેમને વંદન કરી તેણે પોતાને વૃત્તાન્ત કહ્યો. કેવળી ભગવંત ચંદ્રશેખરની બધી બીના જાણતા હોવા છતાં તે તેને ન કહી અને કહ્યું કે તારિ, રાજાથી આગળના ભવમાં તું શ્રીગ્રામ ગામને ભદ્રક ઠાકુર હતે. તારે એક ઓરમાન ભાઈ હતા. બન્ને ભાઈઓને તમારા પિતાએ ભાગ વહેંચી આપ્યા હતા. એક વખતે તે ઓરમાન ભાઈ શ્રીગામ આગળથી પસાર થયો ત્યારે તે તેને મશ્કરીમાં રોકી રાખ્યો અને કહ્યું કે “હું મોટો ભાઈ બેઠો છતાં તારે રાજ્યની ચિંતા શા માટે કરવી પડે?' તે અકળાઈ ગયે અને તેણે માની લીધું કે “જરૂર આ મારું રાજ્ય પચાવી પાડશે, હું શું કામ અહિંઆવ્યો? હવે શું કરું? ક્યાં જાઉં? તેમ વિલાપ કરવા લાગ્યો.” તેં છેવટે બે ઘડી બાદ તેને છોડી મુક્યો. આ મશ્કરીથી કરેલ કર્મના ઉદયે તને રાજ્યને વિરહ થયો છે પણ ધર્મથી અંતરાય તુટે માટે ધર્મ કર.” કેવલી ભગવંતને “હું શું ધર્મ કરું? તે પુછતાં તેમણે કહ્યું કે “વિમળાચળ તીર્થ અહિંથી નજીક છે ત્યાં જઈ નષભદેવ ભગવાનની સ્તુતિ કરી અને ત્યારપછી છ માસ લગી તે ગિરિરાજમાં રહી પરમેષ્ટિ મંત્રનો જાપ કર, છમાસને અંતે ગુફામાં પ્રકાશ દેખાશે અને શત્રુ ચાલ્યો જશે. શુકરીજાએ શ્રદ્ધાથી છમાસ લગી તે પ્રમાણે કર્યું અને પ્રકાશ દેખાયો, આ તરફ દેવીએ ચંદ્રશેખરને કહ્યું કે “તું અહિંથી ચાલ્યો જા હવે તારું સુકરાજનું રૂ૫ ટકશે નહિં,' હડધૂત થયેલ ચંદ્રશેખર ચાલી નીકળે અને સાચે સુકરાજ આવી પહોંચ્યો. પ્રજાએ માત્ર એટલું જાણ્યું કે “કંઈક સત્ય શુકરાજની ગેરહાજરીમાં રાજ્યભવનમાં ઘુસી ગયું હતું તે નીકળી ગયું, શુકરાજને રાજ્ય બન્યા પછી તેની તીર્થપ્રત્યેની ભક્તિ ખુબ દઢ થઈ અને તે પોતાના પરિવાર પ્રજાજન અને મિત્રરાજાઓ. સહિત સિદ્ધાચળની યાત્રા કરવા નીકળે. પોતાના કુકમથી કચવાતે ચંદ્રશેખર પણ યાત્રાએ સાથે નીકળે. તીર્થરાજના દર્શન પૂજન કરી સૌ પાવન થયા અને શકરાજે “જે પરમપાવન ગિરિરાજના ધ્યાનથી શત્રુને જય થયો માટે આનું નામ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy