________________
૫૪
વિચાર અગિયારમો - શ્રાવકોની ધર્મક્રિયાઓનો વિચાર વિચાર અગિયારમો - શ્રાવકોની ધર્મક્રિયાઓનો વિચાર શ્રાવકોની ધર્મક્રિયા ૩૭ પ્રકારની છે. તે આ પ્રમાણે –
જિનાજ્ઞા માનવી. ૨) મિથ્યાત્વનો ત્યાગ કરવો. ૩) સમ્યકત્વને ધારણ કરવું. ૪) દરરોજ છ આવશ્યકોમાં ઉદ્યમવાળા થવું. ૫) પર્વદિવસે પૌષધ કરવો. ૬) દાન આપવું. ૭) શીયળ પાળવું. ૮) તપ કરવો. ૯) શુભ ભાવ ભાવવો. ૧૦) સ્વાધ્યાય કરવો. ૧૧) નમસ્કાર કરવો. (નમસ્કારમહામંત્રનું સ્મરણ કરવું.) ૧૨) પરોપકાર કરવો. ૧૩) જયણા પાળવી. ૧૪) જિનપૂજા કરવી. ૧૫) જિનસ્તવના કરવી. ૧૬) ગુસ્તુતિ કરવી. ૧૭) સાધર્મિકવાત્સલ્ય કરવું. ૧૮) વેપારમાં નીતિમત્તા રાખવી.