________________
પ્રકાશકીય
પદાર્થપ્રકાશ ભાગ ૨૦ સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. આ પુસ્તકમાં અંચલગચ્છીય શ્રીમહેન્દ્રસૂરિજી રચિત શ્રીવિચારસપ્તતિકા ગ્રંથ અને તેની શ્રીવિનયકુશલજી રચિત વૃત્તિના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-ટીકાનું સંકલન કર્યું છે. આ પૂર્વે પદાર્થપ્રકાશના ભાગ ૧ થી ૧૯ માં અમે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણિ, ક્ષેત્રસમાસ, કર્મપ્રકૃતિ, બાર પ્રકીર્ણક ગ્રંથો, તત્ત્વાર્થાધિગમસૂત્ર, શ્રાવકવ્રતભંગપ્રકરણ, ગાંગેયભંગપ્રકરણ, સિદ્ધપ્રામૃત, સિદ્ધપંચાશિકા અને સંસ્કૃત નિયમાવલીના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ-અવસૂરિ-ટીકાનું પ્રકાશન કર્યું છે. આ પદાર્થપ્રકાશશ્રેણિનું સંકલન-સંપાદન પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે કરેલ છે. પૂજ્યશ્રીએ સ૨ળ અને રસાળ શૈલીમાં આ શ્રેણિમાં પુસ્તકોનું સંકલન-સંપાદન કરી આપણી ઉપર અસીમ ઉપકાર કર્યો છે. પૂજ્યશ્રીના ચરણોમાં આ અવસરે અમે કૃતજ્ઞભાવે વંદના કરીએ છીએ.
સટીક શ્રીવિચારસપ્તતિકા ગ્રન્થનું આ પૂર્વે પૂજ્યપાદ પ્રવર્તક શ્રીકાંતવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે ખૂબ પરિશ્રમ કરી સંશોધન-સંપાદન કર્યું હતું. તે વિ.સં. ૧૯૬૯માં શ્રીઆત્માનંદજૈનસભા, ભાવનગર તરફથી પ્રકાશિત થયું હતું. ત્યારપછી વિ.સં. ૨૦૫૮માં આ ગ્રંથનું શ્રીજિનશાસનઆરાધના ટ્રસ્ટ દ્વારા પુનઃ પ્રકાશન થયું હતું. આ પુનર્મુદ્રણ પ્રસંગે પૂર્વેના સંશોધકો, સંપાદકો અને પ્રકાશકોને કૃતજ્ઞભાવે યાદ કરી ધન્યવાદ આપીએ છીએ.
આ પુસ્તકનું સુંદર અને ઝડપી ટાઈપસેટીંગ કરનાર વિરતિગ્રાફિક્સવાળા અખિલેશભાઈ મિશ્રાજીને, સુંદર મુદ્રણકાર્ય કરનાર પરમગ્રાફિક્સવાળા જીગરભાઈને અને આકર્ષક ટાઈટલ તૈયાર કરનાર