SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ४१८ दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम् एगिंदिय सुहुमियरा सनियरपणिंदिया सबितिचऊ । पज्जत्तापज्जत्ताभेएणं चउदसग्गामा।।२१०।। જીવોના ચૌદ પ્રકાર : - સૂક્ષ્મ અને બાદર એકેન્દ્રિય, સંજ્ઞી અને અસંજ્ઞી પંચેન્દ્રિય તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય આ સર્વના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે ભેદ પડવાથી જીવોના ચૌદ સ્થાનો પ્રકારો છે. ૨૧૦ पुढविदगअगणिमारुयवणस्सईणंता पणिंदिया चउहा । वणपत्तेया विगला दुविहा सव्वेवि बत्तीसं।।२११।। જીવોના બત્રીશ પ્રકાર : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને સાધારણ વનસ્પતિકાય આ પાંચે ય જીવો સૂક્ષ્મ-બાદર-પર્યાપ્તા અને અપર્યાપ્તા ભેટવાળા હોય છે માટે વીશ પ્રકાર થયા. પંચેન્દ્રિય પ્રાણીઓ સંજ્ઞી-અસંજ્ઞી-પર્યાપ્તા અને અપર્યાપ્તાના ભેદથી ચાર પ્રકારના છે અને પ્રત્યેક વનસ્પતિકાય તથા વિકસેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય) જીવો પર્યાપ્તા અને અપર્યાપ્તા હોય છે માટે તેમના આઠ પ્રકાર થાય છે, આ રીતે જીવોના કુલ બત્રીશ પ્રકાર થાય છે. ૨૧૧ मस्सूरए य थिबुए सूइ पडागा अणेगसंठाणा । पुढविदगअगणिमारुयवणस्सईणं च संठाणा।।२१२।। જીવોના સંસ્થાન-આકૃતિઃ પૃથ્વીકાયનું સંસ્થાન મસુરની દાળ સમાન છે. અખાયનું સંસ્થાન પાણીના બિંદુ સમાન છે. તેઉકાયનું સોય સમાન છે. વાયુકાયનું ધજા સમાન છે અને વનસ્પતિનું સંસ્થાન અનેક પ્રકારે હોય છે. ૨૧૨ संगुलजोयणलक्खो समहिओ नव बारसुक्कसो विसओ । चक्खुत्तियसोयाणं अंगुलअस्संखभागियरो।।२१३।। ઈન્દ્રિયોની વિષયગ્રહણ શક્તિ ઃ ઉત્કર્ષથી ચક્ષુ ઇન્દ્રિયનો વિષય આત્માંગુલથી સમધિક એક લાખ યોજનાનો હોય છે. સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિયનો વિષય નવ યોજનાનો હોય છે તથા શ્રોત્રેન્દ્રિયનો વિષય બાર યોજનાનો હોય છે અને ચક્ષુ સિવાયની બીજી ચારેય ઇન્દ્રિયનો જઘન્ય વિષય અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલો છે. ૨૧૩ पाणा पज्जत्तीओ तणुमाणं आउयं च कायठिई । लेसा संजमजोणी एएसिं जाणियव्वाइं।।२१४ ।। દ્વારગાથા : એકેન્દ્રિયાદિ જીવોના ૧-ઇન્દ્રિયાદિ પ્રાણો, ૨-આહારાદિપર્યાપ્તિઓ, ૩-શરીરનું પરિમાણ, ૪-આયુષ્ય, પ-કાયસ્થિત, ૯-લેશ્યા, ૭-સંયમ અને ૮-યોનિ આ સર્વ વસ્તુ જાણવા યોગ્ય છે. ૨૧૪
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy