________________
प्रथमं परिशिष्टम्
તત્પર એવા જ્ઞાની પુરુષોના વચનને આદરપૂર્વક સાંભળો અને માનો, વળી લિંગધારી સાધુઓને જનરંજનને માટે ઉચિત નમસ્કારાદિ સર્વ કાર્યો કરો. ૨૦૪
गुरुकम्माण जियाणं असमंजसचिट्ठियाणि दट्टूण | निंदपओसं मणयंपि सव्वहा संविवज्जेज्जा ।। २०५ ।।
ભારે કર્મી આત્માઓની અનુચિત પ્રવૃત્તિઓને જોઈને તેઓની થોડી પણ નિંદા ન કરવી, કે તેઓ પ્રત્યે જરા પણ દ્વેષભાવ ન રાખવો. ૨૦૫
दूसमकालसरूवं कम्मवसित्तं च तेसिं जीवाणं ।
भावेह कुह गुरु आयरं च गुणवंतपत्तेसु । । २०६ ।।
४१७
અનુચિત પ્રવૃત્તિ કરનારા જીવોને જોઈને દુષમકાળનું સ્વરૂપ અને તે અનુચિત પ્રવૃત્તિ કરનારા આત્માઓના કર્મની પરતંત્રતાને વિચારવી અને ગુણવાળા આત્માઓને જોઈને તેમના પ્રત્યે અત્યંત આદરભાવ ધારણ કરવો. ૨૦૬
પ-તત્ત્વતત્ત્વ :
जीवाजीवा पुत्रं पावासवसंवरो य निज्जरणा ।
मुक्ता वतत्ता हुंति नायव्वा ।। २०७।।
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષતત્વ આ નવતત્વો જાણવા યોગ્ય છે. ૨૦૭
एगविह- दुविह-तिविहा चउहा पंचविहछव्विहा जीवा । चेयण तस इयरेहिं वेयगइकरणकाएहिं ।। २०८ ॥
જીવના પ્રકારો :
જગતમાં જીવો ચૈતન્ય ગુણની અપેક્ષાએ એક પ્રકારના, ત્રસ સ્થાવર ભેદની અપેક્ષાએ બે પ્રકારના, પુરુષ આદિ વેદની અપેક્ષાએ ત્રણ પ્રકારના, મનુષ્ય આદિ અપેક્ષાએ ચાર પ્રકારના, સ્પર્શાદિ ઈન્દ્રિયોની અપેક્ષાએ પાંચ પ્રકારના અને પૃથ્વીકાયાદિ કાયની અપેક્ષાએ છ પ્રકારના હોય છે. ૨૦૮
પુઢવી-આ-તે-વાડ વળKફ તદેવ નેવી । તેડ઼વિ-રિત્યિ-પંચિંતિત્વમેવઓ નવા।।૨૦૧૫।
જીવોના નવ પ્રકાર ઃ
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયના ભેદથી જીવો નવ પ્રકારના છે. ૨૦૯