SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ४१० दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम् निग्गंथसिणायाणं पुलायसहियाण तिण्ह वोच्छेओ । बकुसकुसीला दुनि वि जा तित्थं ताव होहिंति।।१६४।। આ દુષમા નામના પાંચમા આરામાં પુલાક, નિર્ગથ અને સ્નાતક એ ત્રણેય ચારિત્રનો વ્યવચ્છેદ થયો છે, તથા બકુશ અને કુશીલ ચારિત્ર તો જ્યાં સુધી પ્રભુ શ્રી મહાવીરનું તીર્થ હશે ત્યાં સુધી રહેશે. ૧૬૪ ता तेसिं असढाणं जहसत्ति जहागमं जयंताणं । कालोचियजयणाए बहुमाणो होइ कायव्वो।।१६५।। સુગુરુ પ્રત્યે ભક્તિ-બહુમાન : તેથી આગમની આજ્ઞાને અનુસાર દુષમાકાળને ઉચિત યતનાથી યથાશક્તિ ઉદ્યમ કરનારા સરળ સ્વભાવવાળા બકુશ અને કુશીલ ચારિત્રીઓનું બહુમાન કરવું જોઈએ. ૧૯૫ बहुमाणो वंदणयं निवेयणा पालणा य जत्तेण । उवगरणदाणमेव य गुरुपूया होइ विनेया।।१६६।। બહુમાન કરવું, વંદન કરવું, દ્રવ્યથી અને ભાવથી એમ ઉભય પ્રકારે આત્મ-સમર્પણ કરવું, ગુરુએ આપેલા ઉપદેશનું પાલન કરવું અને પ્રયત્નપૂર્વક વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોનું ગુરુને સમર્પણ કરવું એમ સર્વ પ્રકારે સુગુરુની પૂજા થઈ શકે છે. ૧૬૬ पलए महागुणाणं हवंति सेवारिहा लहुगुणा वि । अत्थमिए दिणनाहे अहिलसइ जणो पईवंपि।।१६७।। સ્નાતકાદિ મહાગુણવાળા ચારિત્રીના અભાવમાં અલ્પગુણવાળા ચારિત્રી સાધુઓ સેવાને યોગ્ય થાય છે, જેમ લોકો પણ સૂર્યનો અસ્ત થાય, ત્યારે પ્રકાશ માટે પ્રદીપને ઈચ્છે છે. ૧૬૭ सम्मत्तनाणचरणाणुवाइमाणाणुगं च जं जत्थ । जिणपनत्तं भत्तीए पूयए तं तहाभावं।।१६८।। સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર આદિ ગુણોને અનુસરનારું તથા શ્રી જિનાજ્ઞા મુજબનું જે કાંઈ અનુષ્ઠાન જે પુરુષમાં દેખાય, તે સમ્યગ્દર્શન આદિ ગુણો શ્રી જિનવરોએ પ્રરૂપ્યા છે, એમ વિચારીને તે ગુણયુત પુરુષની ઉચિત-ભક્તિથી પૂજા કરવી જોઈએ. ૧૬૮ केसिंचि य आएसो दंसणनाणेहिं वट्टए तित्थं । वोच्छिन्नं च चरित्तं वयमाणे होइ पच्छित्तं ।।१६९।। વર્તમાનકાળમાં ચારિત્રનું અસ્તિત્વ કેટલાક પુરુષોનો એવો મત છે કે, વર્તમાનકાળમાં ધર્મતીર્થ-જિનશાસન, દર્શન તથા જ્ઞાન યોગથી જ ચાલે છે અને ચારિત્રયોગનો વર્તમાનમાં વિચ્છેદ થયો છે. પરંતુ આ પ્રમાણે બોલનારની વાત ખોટી છે અને આવું બોલનારને પ્રાયશ્ચિત્ત આવે છે. ૧૬૯
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy