________________
प्रथमं परिशिष्टम्
४०९
सग्गाऽपवग्गमग्गं मग्गंताणं अमग्गलग्गाणं ।
दुग्गे भवकंतारे नराण नित्थारया गुरुणो ।।१५८ ।। સુગુરુ અને સુગુરુના ઉપકારો :
દુર્ગમ એવા આ ભવરૂપી જંગલમાં સ્વર્ગ અને અપવર્ગ=મોક્ષના માર્ગને શોધનારા તથા ઉન્માર્ગમાં ગયેલા મનુષ્યોને સંસારથી પાર ઉતારનારા સદ્ગુરુઓ જ છે. ૧૫૮
अन्नाणनिरंतरतिमिरपूरपडिपूरियंमि भवभवणे ।
को पयडेइ पयत्थे जइ गुरुदीवा न दिप्पंति।।१५९।। જો સગુરુરૂપી દીપકો સન્માર્ગનો પ્રકાશ પાથરતા ન હોત, તો અજ્ઞાનના ગાઢ અંધકારના સમૂહથી ઘેરાયેલા આ સંસારરૂપ ભવનમાં રહેલા પદાર્થોને પ્રકાશિત કોણ કરત ? ૧૫૯
अक्खरु अक्खइ किंपि न ईहइ अन्नवि भवसंसारह बीहड़। संजमनियमिहिं खणु वि न मुञ्चइ एहा धम्मिय सुहगुरु वुञ्चइ।।१६० ।। छब्बिहजीवनिकाउ विराहइ पंच वि इंदिय जो न वि साहइ ।
कोहमाणमयमच्छरजुत्तउ सो गुरु नरयह नेइ निरुत्तउ।।१६१।। હે ધર્મજનો!જેઓ ધર્મતત્ત્વથી પ્રતિબદ્ધ અક્ષરોને કહે છે, છતાં શ્રોતાજનો પાસેથી કોઈપણ પદાર્થની સ્પૃહા રાખતા નથી, તેમજ ચારગતિરૂપ સંસારના ભ્રમણથી ભય પામે છે અને અહિંસાવ્રતાદિથી જરા પણ અળગા રહેતા નથી, તેઓ જ ખરેખર સદ્ગુરુ કહેવાય છે. ૧૬૦ કુગુરુ સ્વરૂપ :
જે પૃથ્વી આદિ છે જીવનિકાયની વિરાધના કરે છે, પાંચ ઈન્દ્રિયોને નિયંત્રણમાં રાખતા નથી અને ક્રોધ-માન-મદ અને ઈર્ષ્યાદિ દોષોથી યુક્ત હોય, તેવો ગુરુ શ્રોતાજનને અવશ્ય નરકમાં લઈ જાય છે. ૧૬૧
आलयविहारभासा चंकमणट्ठाणविणयकम्मेहिं ।
सबनुभासिएहिं जाणिज्जइ सुविहिओ साहू।।१६२।। શ્રી સર્વજ્ઞ ભગવંતોએ દર્શાવ્યા મુજબ ઉપાશ્રય-વિહાર-ભાષા-ચંક્રમણ (જવા-આવવાની ક્રિયા)-સ્થાન અને વિનયકર્મ કરનારો સાધુ સુવિહિત છે, તેમ જાણી શકાય છે. ૧૬૨
पुलायनामो पढमो चरित्ती बीओ बउस्सो तइओ कुसीलो ।
चउत्थओ होइ नियंठनामो सव्वुत्तमो पंचमओ सिणाओ।।१३।। પાંચ ચારિત્રીઃ
પહેલો ચારિત્રી પુલાક નામનો છે, બીજો ચારિત્રી બકુશ નામનો છે, ત્રીજો ચારિત્રી કુશીલ નામનો છે. ચોથો ચારિત્રી નિગ્રંથ નામનો છે અને પાંચમો સ્નાતક નામનો સર્વથી ઉત્તમ ચારિત્રી છે. ૧૬૩