________________
३९०
दर्शनशुद्धिप्रकरणम् सम्यक्त्वप्रकरणम्
गुरुदेवग्गहभूमी जत्तओ चेव होइ परिभोगो । इट्ठफलसाहगो सइ अणिट्ठफलसाहगो इहरा ।। ५१ ।।
જે આત્મા, ગુરુદેવ તથા પરમગુરુ શ્રી પ૨માત્માના અવગ્રહને યત્નપૂર્વક સાચવે છે, તે નિર્વાણપદ સ્વરૂપ ઇષ્ટફલને પામે છે અને જે આત્માઓ યત્નપૂર્વક ઉભય પૂજ્યોના અવગ્રહને સાચવતા નથી, તે આત્માઓ આ દુર્ગતિરૂપ અનિષ્ટફલને પામે છે. ૫૧
निट्ठीवणादकरणं असक्कहा अणुचियासणाई य ।
आययणमि अभोगो इत्थ य देवा उदाहरणं ।। ५२ ।।
-
જિનમંદિરમાં થૂકવું, દાંત સાફ ક૨વા વિગેરે અયોગ્ય કાર્યો કરવા નહિ, સ્ત્રીકથા આદિ વિકથા કરવી નહિ અને પથારી, ગાદી આદિ અનુચિત આસન કરવાં નહિ. આ બધા વિધાનના પાલનમાં ભવનપતિ આદિ ચારનિકાયના દેવો દૃષ્ટાંતભૂત છે. ૫૨
देवहरयम्मि देवा विसयविसमोहिया वि न कया वि । अच्छरसाहिं पि समं हासखिड्डाइ वि कुणंति ।। ५३ ।।
શબ્દાદિ પાંચ વિષયરૂપ વિષથી મોહિત થયેલા એવા પણ દેવો દેવાધિદેવ શ્રી વીતરાગ પ્રભુના મંદિરમાં હોય ત્યારે, અપ્સરાઓની સાથે હાસ્ય, કૌતુકાદિ અકાર્યોને સેવતાં નથી. ૫૩
भक्खे जो उवेक्खे जिणदव्वं तु सावओ । पनाहीणो भवे जो उ लिप्पई पावकम्मुणा ।।५४।। आयाणं जो भंजइ पडिवनधणं न देइ देवस्स । नस्तं समुवेक्ख सो वि हु परिभमइ संसारे ।। ५५ ।। चेइयदव्वं साहारणं च जो दुहइ मोहियमईओ ।
धम्मं व सो न याणइ अहवा बद्धाउओ नरए । ५६ ।।
જે શ્રાવક જાણકાર હોવા છતાં દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે અને દેવદ્રવ્ય નાશ પામતું હોય તો ઉપેક્ષા કરે છે, તથા જે બુદ્ધિહીન આત્મા દેવદ્રવ્યનો ખોટી રીતે વ્યય કરે છે; તે બન્નેયને અશુભ કર્મનો બંધ થાય છે. ૫૪
વળી રાજા-અમાત્ય આદિએ જિનભક્તિમાં અર્પણ કરેલ ઘર, ખેતર વગેરે રૂપ ધનનો નાશ કરે છે તથા પિતાદિ સ્વજનોએ વચન આપીને નિર્ણીત કરેલ દેવના દ્રવ્યને આપતો નથી અને બીજા લોકો દેવદ્રવ્યનો નાશ કરતા હોય તે જોવા છતાં તેની ઉપેક્ષા કરે છે, તે આત્મા પણ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. ૫૫
દેવદ્રવ્યની રક્ષા :
તે જ પ્રમાણે દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનું જે આત્મા ભક્ષણ કરે છે, તે આત્મા ખરેખર સર્વજ્ઞપ્રણીત