________________
प्रथमं परिशिष्टम्
३८९
पयडो सेसतियत्थो तत्तो नाऊण एय तियदसगं ।
सम्मं समायरंतो विहिचेइयवंदगो होइ ।।४५।। બાકી રહેલ ઔષધિકાત્રિકાદિ દરેક ત્રિકનો અર્થ સ્પષ્ટ છે. તેથી આ દશત્રિકને જાણીને સારી રીતે તેનું આચરણ કરનાર આત્મા શાસ્ત્રમાં કહેલ વિધિથી અહિતની પ્રતિમાને વંદન કરનારો થાય છે. ૪૫
साहूण सत्तवारा होइ अहोरत्तमज्झयारम्मि ।
गिहिणो पुण चिइवंदण तिय पंच व सत्त वा वारा ।।४६।। સાધુઓને અહોરાત્રિમાં સાત વખત ચૈત્યવંદન કરવાનું વિધાન છે તથા શ્રાવકને ત્રણ, પાંચ અથવા સાતવાર ચૈત્યવંદન કરવાનું વિધાન છે. ૪૬
पडिकमणे चेइयहरे भोयणसमयंमि तह य संवरणे ।
पडिकमण-सुयण-पडिबोहकालियं सत्तहा जइणो ।।४७।। સાધુઓને સાત ચૈત્યવંદન આ મુજબ કરવાના છે. ૧-પ્રાતઃકાળના પ્રતિક્રમણના અંતમાં, ર-જિનમંદિરમાં, ૩-ભોજન સમયે પચ્ચક્ખાણ પારતી વખતે, ૪-વાપર્યા બાદ પચ્ચકખાણ સમયે, પ-સાંજના પ્રતિક્રમણ વખતે, ક-સંથારાપોરસી પહેલાં અને ૭-સવારના પ્રતિક્રમણની શરૂઆતમાં. ૪૭
जिणमंदिरभूमीए दसगं आसायणाण वज्जेह ।
जिणदव्वभक्खणे रक्खणे य दोसे गुणे मुणह ।।४८।। આશાતનાનો ત્યાગ :
જિનમંદિરની ભૂમિમાં દશ પ્રકારની આશાતનાનો ત્યાગ કરવો જોઈએ તથા જિનદ્રવ્યના ભક્ષણમાં થતા દોષો અને જિનદ્રવ્યના રક્ષણમાં થતા ગુણોને પણ જાણવા જોઈએ. ૪૮
તંઘો-પા-મોથvોપાળદ-થીમોજ-સુચન-નિક્avi .
મુજં ગૂર્વ વન્ને નિમંતિસંતો ૪૧ શ્રી જિનેશ્વરદેવના મંદિરમાં તંબોલ, પાણી પીવું, ભોજન કરવું બુટ-ચંપલ વિગેરે પગરખાં પહેરવાં, મૈથુન સેવન કરવું, સૂવું, થુંકવું, પેશાબ અને ઝાડો એ દશ આશાતનાઓ વર્જવી. ૪૯
सत्थावग्गहु तिविहो उक्कोसजहन्नमज्झिमो चेव ।
उक्कोस सट्ठिहत्थो जहन नव सेस विद्यालो ।।५०।। શ્રી જિનેશ્વરદેવનો અવગ્રહ ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ એમ ત્રણ પ્રકારનો છે. ઉત્કૃષ્ટ અવગ્રહ સાઈઠ હાથનો છે. જઘન્ય અવગ્રહ નવ હાથનો છે, મધ્યમ અવગ્રહ દશથી ઓગણસાઈઠ હાથનો છે. ૫૦