________________
અધ્યાત્મપનિષપ્રકરણ
આવા સાત્ત્વિક, તાત્ત્વિક, આધ્યાત્મિક પ્રકાશનનો સંપૂર્ણ લાભ અમાર શ્રી સંઘને પ્રાપ્ત થયેલ છે. તે બદલ અમો ગૌરવ અનુભવીએ છીએ.
(૧) પરમશ્રદ્ધેય સિદ્ધાન્તમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમપૂજ્ય સકલસંઘહિતચિંતક વર્ધમાનતપોનિધિ સ્વ. આચાર્ય શ્રી | વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની દિવ્ય કૃપા તેમ જ (૨) પરમપૂજ્ય સિદ્ધાન્તદિવાકર | ગચ્છાધિપતિ આચાર્ય શ્રીવિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના અમૂલ્ય આશિષ અને (૩) પરમપૂજ્ય વિદ્વરેણ્ય પંન્યાસપ્રવરશ્રી જયસુંદરવિજયજી ગણિવર્યશ્રીનું મૌલિક માર્ગદર્શન... આ ત્રિવેણીસંગમ થવાના લીધે અમારો શ્રીસંઘ ઝળહળતા પાવન તીર્થસ્વરૂપ બનેલ છે. અમારા શ્રીસંધમાં થયેલી, થઈ રહેલી શાસ્ત્રોક્ત સર્વપ્રવૃત્તિઓમાં આ પૂજ્યોનો ફાળો મહત્વનો રહ્યો છે અને રહેશે. આ પૂજ્યોના માર્ગદર્શનથી જ અમારો શ્રીસંઘ આવા સુંદર શાસ્ત્રીય પ્રકાશનનો લાભ ઉત્સાહથી લઈ રહેલ છે. આ બદલ અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. ભવિષ્યમાં પણ આવા અમૂલ્ય શાસ્ત્રીય પ્રકાશનોનો લાભ અમારા સંઘને આપવાની હાર્દિક અપેક્ષા મુનિશ્રી યશોવિજયજી પ્રત્યે અમે રાખીએ છીએ.
(૧) આવા શાસ્ત્રીય પ્રકાશનો એ ફેક્ટરીના નશાતુલ્ય છે. (૨) તેના આધારે સાધકના જીવનમાં ઘડાતી પવિત્ર આચારસંહિતા એ “મોડેલ'ના સ્થાને છે. (૩) તથા એનાથી નિર્મિત | નિર્મલ અંતઃકરણપરિણતિ, ગુણસભર વ્યક્તિત્વ એ પુણ્યાનુબંધી પુણ્ય અને પુષ્કળ સાનુબંધ કર્મનિર્જરાનું સર્જન કરતી "Day & Night, Never Close" ફેક્ટરી સમાન છે. આ વસ્તુસ્થિતિનો ખ્યાલ રાખી વિજ્ઞ વાચકવર્ગ ઝડપથી હરણફાળ ભરીને ક્રમશઃ તૃતીય તબક્કે પહોંચે એવી મંગલકામના. प्रीयन्तां गुरवः
શ્રી અંધેરી ગુજરાતી જૈનસંઘ વતી . ૧૩-૪-૯૮
હર્ષદ મણિલાલ સંઘવી,
આ ગ્રન્થનો રપૂર્ણ આર્થિક સવ્યય શ્રી અંધેરી ગુજરાતી જૈનસંઘની જ્ઞાનનિધિમાંથી થયેલ હોવાથી સગૃહસ્થોએ જ્ઞાનખાતામાં ગ્રન્થની કિંમત ચૂકવીને જ પ્રસ્તુત ગ્રન્થને પોતાની માલિકીમાં રાખવું - એવી નમ્ર વિનંતિ.