SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષપ્રકરણ 8 शुद्धज्ञानधारानिरूपणम् 8 ૧૯૦. बहिर्मुखत्वाऽऽक्रान्तत्वात् । तदुक्तं अध्यात्मसारे → शुद्धैव ज्ञानधारा स्यात् सम्यक्त्वप्राप्त्यनन्तरम् । દેતમેટા વિવિત્ર તુ યોગધાર પ્રવર્તત || <–(૨૮/૨૯૦) તિ | સય: શુદ્ધોપયોગથારીયા નૈરવે'ऽप्यशुद्धयोगधारयाऽऽत्मवीर्यस्य बहिःप्रवर्त्तनात्सोपयोगधारा पौनःपुन्येन स्खलति । तादृशाश्रान्तप्रतीतिस्तु महामुनीनामेव दृष्टव्या, योगोपयोगयोरैकरूप्यात् । सैव चोत्तमज्ञानम् । स्वमतेऽभावस्याधिकरणस्वरूपतयाऽऽत्मनि योऽचेतनभेदकूटो वर्तते तस्याऽऽत्मस्वरूपत्वात् या तन्मुखेनात्मस्वरूपभावना योगारम्भकानां जायते तत्रापि मुख्यत्वं विशुद्धाऽऽत्मस्वरूपभावनस्यैव, स्वेतरभेदकूटस्तु तत्परिचायकतयोपयुज्यते । तदुत्तरकालं जायमाना ‘चिन्मात्रोऽहमि'ति प्रतीतिस्तु ततो भिन्नैवेति ध्येयम् ૨/૨કા સમાધિકિતમવિષ્યોતિ – “રા'તિ | शुभोपयोगरूपोऽयं, समाधिः सविकल्पकः । शुद्धोपयोगरूपस्तु, निर्विकल्पस्तदेकदृक् ॥१६॥ अयं = आत्मनिष्ठत्वप्रकारकानात्मभेदविशेष्यक-सातत्योपेतानुभवः शुभोपयोगरूपः = प्रशस्ताध्यઆક્રાન્ત = છવાયેલા હોય છે. અધ્યાત્મસાર ગ્રંથમાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જ જણાવેલ છે કે > સમ્યકત્વની પ્રાપ્તિ પછી જ્ઞાનધારા શુદ્ધ (= અંતર્મુખ) જ હોય. કર્મ વગેરે વિશેષ હેતુના કારણે વિવિધ યોગધારા પ્રવર્તે છે. <– જો કે સમકિતીને શુદ્ધ ઉપયોગની ધારા સતત હોય છે. પણ અશુદ્ધ યોગધારા દ્વારા આત્મવીર્ય બહાર પ્રવૃત્ત થવાથી તે ઉપયોગની ધારા વારંવાર સ્કૂલના પામે છે. તથાવિધ અખ્ખલિત પ્રતીતિ તો મહામુનિઓમાં જ જાણવી. કેમ કે તેઓની યોગધારા અને ઉપયોગની ધારા અંતર્મુખ હોવાથી એકરૂપ છે. અને તે જ ઉત્તમ જ્ઞાન છે. 4 | જૈનદર્શનમાં અભાવને આધારસ્વરૂપ માનેલો છે. તેથી આત્મામાં જડ પદાર્થના ભેદનો જે સમૂહ રહે છે, તે આત્મસ્વરૂપ જ છે. તેથી જડભેદસમૂહ દ્વારા આત્માના સ્વરૂપની અખ્ખલિતરૂપે જે પ્રતીતિ ઉત્પન્ન થાય છે તેમાં પણ મુખ્યતા વિશુદ્ધ ચિન્મય આત્મસ્વરૂપના સંવેદનની જ છે. અનાત્મભેદસમૂહનો તો વિશુદ્ધ આત્મસ્વરૂપના પરિચાયક-જ્ઞાપક તરીકે જ ઉપયોગ થાય છે. જેમ કે “જમીન ઉપર ઘડો નથી, ટેબલ નથી, કપડા નથી, છોકરા નથી, બીજું કશું જ નથી.” આવો બોધ થવાથી જમીનનું શુદ્ધ સ્વરૂપ જણાય છે. તેનો પરિચય કરવામાં ભૂમિસ્વરૂપ ઘટાભાવ વગેરેનો બોધ ઉપયોગી છે. બરાબર આ જ રીતે “આત્મામાં શરીરતાદાત્મ નથી, વાણીતાદાત્મ નથી, વિચારરૂપતા નથી, કર્મસ્વરૂપતા નથી, પુદ્ગલાત્મકતા નથી.” આવી ભાવના આત્માનું શુદ્ધ સ્વરૂપ જાણવામાં ઉપયોગી છે. પ્રાથમિક કક્ષાના યોગીઓને દેહ મન વચન પુદ્ગલ થક, કર્મથી ભિન્ન તુજ રૂપ રે” આવા પ્રકારની ભાવના દ્વારા આત્માના સ્વરૂપને બોધ, ચિંતન, ધ્યાન વગેરે સરળતાથી થઈ શકે. આત્મામાં અનાત્મભિન્ન સ્વરૂપનો વિચાર કરતાં કરતાં જ આત્મસાક્ષાત્કાર યોગી પુરૂષોને થાય છે. પરંતુ હું દેહાદિથી ભિન્ન છું' એવી ભાવના અને ‘હું ચિન્મય-જ્ઞાનમય છું' આવી યોગીની પ્રતીતિ આ બન્ને જુદી વસ્તુ છે. આ વાત ધ્યાનમાં રાખવી. (૨/૧૫) સમાધિના બે ભેદને ગ્રંથકારશ્રી પ્રગટ કરે છે. શ્લોકાર્ચ - શુભ ઉપયોગ સ્વરૂપ આ સવિલ્પક સમાધિ છે. શુદ્ધોપયોગરૂપ નિર્વિકલ્પ સમાધિ આત્મમાત્રનું દર્શન છે. (૨/૧૬) બે પ્રકારની સમાધિ ઓળખીએ છે
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy