SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ ક િમોક્ષાક્ષેપ જ્ઞાનવિવાર: ૪ અધ્યાત્મોપનિષત્પકરણ-૨/૧૫ चिन्मात्रलक्षणेनान्यव्यतिरिक्तत्वमात्मनः । प्रतीयते यदश्रान्तं तदेव ज्ञानमुत्तमम् ॥१५॥ आत्मनः = शुद्धज्ञानादिपर्यायपरिकलितस्य चिन्मात्रलक्षणेन = शुद्धोपयोगस्वभावेन यत् अन्यव्यतिरिक्तत्वं = स्वेतरदेहमनोवचनकर्मपुद्गलादिभिन्नत्वं अश्रान्तं = अस्खलितं प्रतीयते = अनुभूयते तदेव अनात्मविषयताशून्यात्मविशेष्यक-चिन्मात्रप्रकारकं ज्ञानं उत्तमं = मोक्षाऽऽक्षेपकत्वेन अनुत्तरम् । प्रकृते व्यतिरेकिप्रयोग एवं - आत्मा स्वेतरभिन्नः चिन्मात्रलक्षणत्वात् । यत्नैवं तन्नैवं यथा गगनम् । अनात्मविषयताशून्यात्मविशेष्यक-चिन्मात्रप्रकारकं ज्ञानं बोधरूपन्त्वभव्यानामपि स्यादिति प्रतीतिस्वरूपं तद् गृहीतम् । तच्च सम्यग्दृष्टेरेव भवति । किन्तु तत्राश्रान्तता न सम्भवति । तदीयोपयोगस्यान्तर्मुखत्वेऽपि योगस्य કાર્ચ :- જ્ઞાનમાત્ર સ્વરૂપ લક્ષણ આત્મામાં જડ પદાર્થના ભેદની જે અખલિત પ્રતીતિ થાય છે તે જ જ્ઞાન ઉત્તમ છે. (૨/૧૫) # ઉત્તમ જ્ઞાનને ઓળખીએ ટીકાર્ચ - શુદ્ધ જ્ઞાન વગેરે પર્યાયોથી યુકત એવા આત્મામાં શુદ્ધ ઉપયોગસ્વભાવ દ્વારા આત્મભિન્ન દેહ મન-વચન-કર્મ-પુદ્ગલ આદિની વિષયતાથી શૂન્ય એવી જે અખલિત પ્રતીતિ યોગનિષ્ઠતાકાળમાં થાય છે તે જ જ્ઞાન, મોક્ષને ખેંચી લાવનાર હોવાથી, શ્રેષ્ઠ છે. અનાત્મવિષયતાથી રહિતપણે આત્મામાં ચિત્માત્ર સ્વરૂપનું જે ભાન થાય છે તેને ન્યાયદર્શનની પરિભાષા મુજબ આ રીતે જણાવી શકાય. ચિન્માત્રપ્રકારક અનાત્મવિષયતાશૂન્યાત્મવિશેષ્યક જ્ઞાન. પ્રસ્તુતમાં વ્યતિરેકી અનુમાન પ્રયોગ આ રીતે જાણો. આત્મા સ્વતર દેહાદિથી ભિન્ન છે, કારણ કે તે ચૈતન્યમાત્રસ્વભાવવાળો છે. જે ચૈતન્યમાત્રસ્વભાવવાળું ન હોય તે અનાત્મભિન્ન પણ ન હોય, જેમ કે આકાશ. આમ દેહ, મન, વચન, પુદ્ગલ વગેરેથી ભિન્ન સિદ્ધ થનાર આત્મામાં દેહાદિનું ભાન કર્યા વગર “હું ચિસ્વરૂપ = જ્ઞાનસ્વરૂપ છું' આવી પ્રતીતિ તે જ શુદ્ધ ઉપયોગાત્મક છે. જો કે આવું બોધસ્વરૂપ જ્ઞાન તો અભવ્ય જીવોને પણ થઈ શકે છે. માટે તેની બાદબાકી કરવા ‘બોધ' શબ્દના બદલે ‘પ્રતીયતે' એવા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. દેહ, મન, વચન, કર્માદિથી ભિન્ન “આત્મા ચિન્માત્ર સ્વરૂપ છે.” - આવી પ્રતીતિ = અનુભૂતિ = સંવેદન = સાક્ષાત્કાર = પ્રત્યક્ષ = અપરોક્ષાનુભવસ્વરૂપ જ્ઞાન અભવ્યને ક્યારેય પણ થઈ ન શકે. ઉપરોક્ત બન્ને પ્રકારના જ્ઞાનની ભેદરેખાને સમજવા એવું કહી શકાય કે - સિંહના ચિત્રને જોઈને “આ સિંહ છે' આવી બુદ્ધિ-સમજણ એ પ્રથમ કક્ષાના જ્ઞાનમાં આવે અને સાંજના સમયે જંગલમાં એકલા જતા માણસની ઉપર છલાંગ મારતો, ગર્જના કરતો ભૂખ્યો સિંહ ત્રાટકે ત્યારે તે માણસને “આ સિંહ છે.” - એવી પ્રતીતિ, અનુભૂતિ એ બીજી કક્ષાના જ્ઞાનમાં આવે. અગ્નિના ચિત્રને કે સળગતા અંગારાને જોઈને “આ અગ્નિ છે.” આવું જ્ઞાન બૌદ્ધિક સમજણ સ્વરૂપ હોવાથી પ્રથમ કક્ષાના જ્ઞાનમાં આવે. જ્યારે સળગતા અંગારાને ખુલ્લા હાથે અડકવાથી “આ અગ્નિ છે.” એવું જે જ્ઞાન થાય તે સંવેદનાત્મક બીજી કક્ષાના જ્ઞાનમાં સમાવેશ પામે. ગુલાબના પ્રતિબિંબને જોઈને જે બોધ અને આનંદ થાય તથા સાચા ગુલાબને જોઈને - સૂંઘીને જે અનુભવ, આનંદ થાય - આ બે અવસ્થામાં જે ભેદ રહેલો છે, તેવો ભેદ મિથ્યાત્વી અને સમકિતીના “આત્મા દેહાદિથી ભિન્ન છે. જ્ઞાનમાત્રસ્વરૂપ છે.” આવા જ્ઞાન વચ્ચે રહેલો છે - એવું કહી શકાય. દેહાતીત - વચનાતીત - વિચારાતીત - કર્માતીત - રૂપાતીત સ્વરૂપે આત્માની અપરોક્ષ અનુભૂતિ સમકિતદષ્ટિને જ થાય, મિથ્યાત્વીને નહિ, પરંતુ સમકિતીના તેવા સંવેદનમાં અથાન્ત = અખલિતપણું ન સંભવી શકે. કેમ કે સમકિતીનો ઉપયોગ અંતર્મુખ હોવા છતાં પણ તેના મન-વચન-કાયાના યોગ બહિર્મુખપણાથી
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy