SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્રકરણ * ज्ञानार्णवसंवादः * ૧૭૬ सुखसंवेदनं, अन्तर्योति:स्फुरणात् । बहिः = सुखाऽकारणे देह-भोजनादौ यद्वा योगप्रवृत्तिलब्धबाह्यलाभे दुःखं = सुखसंवेदनविरहः, यथावस्थिततत्स्वभावावगमात्, आत्मसाक्षात्कारोदयाच्च । न हि तद्वत्त्वावगाहिबोधं प्रति तदभाववत्तावगाह्यपरोक्षानुभवस्य प्रतिबन्धकत्वे केषामपि विप्रतिपत्तिः । योगशास्त्रेऽपि → अन्त:पिहितज्योतिः सन्तुष्यत्यात्मनोऽन्यतो मूढः । तुष्यत्यात्मन्येव हि बहिर्निवृत्तभ्रमो ज्ञानी ।। <- (१२/ १०) इत्युक्तम् । यद्वा बहिः = देहेन्द्रियादौ दुःखं = परिषहोपसर्गेषु असातोदयः । सत्यपि बहिर्दुःखेऽसातोदयलक्षणे अन्तः सुखं = तत्त्वज्ञानसंवेदनप्रयुक्तप्रशमसुखसन्तानं एवेत्युक्तं भवति । यद्वा योगरम्भदशास्थस्य = अभिनवयोगिनः अन्तः = अन्तर्मुखतोपाये स्वाध्याय-तपो-ध्यानादौ दुःखं = प्रतिकूलतया वेदनं, बहिः = बहिर्मुखतोपाये प्रमाद-हास्य-विकथादौ सुखं = अनुकूलतया वेदनम् । सिद्धयोगस्य = समाधिनिष्ठस्य अन्तः = परमात्मावस्थाऽऽक्षेपकान्तर्मुखतोपाये देहात्मभेदसंवेदनध्यान-समाधि-निर्विकल्पकोपयोगादौ सुखं = अनुकूलतया वेदनं, बहिः = ध्यानसमाध्यादिलब्धलब्ध्यादीनामुपयोगे दुःखं = प्रतिकूलतया वेदनम् । तदुक्तं ज्ञानार्णवे शुभचन्द्रेणापि → अन्तर्दुःखं बहि:सौख्यं योगाभ्यासोद्यतात्मनाम् । सुप्रतिष्ठितयोगानां विपर्यस्तमिदं पुनः ।। <-(३२/६५) इति । अयमेवात्मज्ञानी सिद्धयोगः परैः ‘ब्रह्मभूत' उच्यते । तदुक्तं भगवद्गीतायां > योऽन्तःसुखोऽन्तरारामस्तथान्तर्योतिरेव વઃ | સ યોની બ્રહ્મનિર્વાનું વ્રહ્મમૂતોડમિચ્છતિ (૨૪) ભૌતિક પદાર્થોના સ્વભાવનો તેમને વાસ્તવિક બોધ હોય છે, તથા તેમને આત્મસાક્ષાત્કારનો અનુભવ છે. સુખવત્તાઅવગાહી બોધ પ્રત્યે સુખાભાવવત્તાઅવગાહી બોધ અનુભવ એ પ્રતિબંધક છે - આ બાબતમાં કોઈને પાણ વિવાદ નથી. સિદ્ધયોગીને જે સુખની આત્મામાં પ્રતીતિ થયેલી છે તેના અભાવનું પ્રત્યક્ષ બાહ્ય પદાર્થોમાં થાય છે. તેથી તેમાં તેને સુખની બુદ્ધિ ન થઈ શકે. પારમાર્થિક સુખનો આસ્વાદ કરનાર આભાસિક માને - મિથ્યા સુખને - આભિમાનિક આનંદને - ઔપાધિક સુખને તો પારમાર્થિક - નિરૂપાયિક સુખરૂપે કઈ રીતે સ્વીકારી શકે ? અર્થાત ન જ સ્વીકારે. યોગશાસ્ત્રમાં પણ કલિકાલસર્વજ્ઞ ભગવંતે જણાવેલ છે કે – મજ્યોતિ ઢંકાયેલી હોવાના કારણે મૂઢ જીવ આત્મભિન્ન એવા જડ પદાર્થથી સંતુષ્ટ થાય છે. જ્યારે આત્મસાક્ષાત્કાર થવાને કારણે બહારનો ભ્રમ નિવૃત્ત થવાથી જ્ઞાનયોગી આત્મામાં જ સંતુષ્ટ થાય છે. <– અથવા એમ પણ કહી શકાય કે બાહ્ય દેહ, ઈન્દ્રિય વગેરે પરિષહ, ઉપસર્ગમાં અસાતાના ઉદયથી ઘેરાયેલ હોય તો પણ સિદ્ધયોગીનું મન તો તત્ત્વજ્ઞાનના સંવેદનના લીધે પ્રશમસુખના ઢગલામાં મસ્ત જ હોય છે. યદ્વી | અથવા તો એમ પણ કહી શકાય કે અભિનવ યોગીને અંતર્મુખતાના ઉપાયભૂત સ્વાધ્યાય, તપ, ધ્યાન વગેરેનું પ્રતિકૂલરૂપે વેદના થાય છે જ્યારે બહિર્મુખતાના ઉપાયભૂત પ્રમાદ, હાસ્ય, વિકથા વગેરેનું અનુકૂલ રૂપે વેદના થાય છે. પરંતુ સમાધિનિષ્ઠ યોગીને તો પરમાત્મદશાને ખેંચી લાવનારી અન્તર્મુખતાનું ઉપાયભૂત “દેહથી આત્મા ભિન્ન છે.' એવું સંવેદન, “પરમાત્માથી આત્મા અભિન્ન છે.' એવું સંવેદન, ધ્યાન, સમાધિ અને નિર્વિકલ્પક ઉપયોગ વગેરેનું અનુકૂળ રૂપે સંવેદન થાય છે. તથા ધ્યાન, સમાધિ વગેરેથી પ્રાપ્ત થયેલ લબ્ધિ વગેરેનો ઉપયોગ કરવામાં પ્રતિકૂલ વેદના થાય છે. જ્ઞાનાર્ણવ ગ્રંથમાં શુભચંદ્રજીએ પણ જણાવેલ છે કે > યોગના અભ્યાસમાં ઉદ્યમ કરનારા પ્રાથમિક યોગીઓને અંદરમાં દુઃખ અને બહારમાં સુખ હોય તથા યોગસિદ્ધ પુરૂષને આનાથી વિપરીત હોય. અર્થાત બહારમાં દુઃખ હોય અને અંદરમાં સુખ હોય. આવા જ ઉત્તમ સમાધિનિષ્ઠ સિદ્ધયોગી આત્મજ્ઞાનીને અન્યદર્શનકારો બ્રહ્મસ્વરૂપ કહે છે. ભગવદ્ગીતામાં જણાવેલ છે કે – જે યોગીને અંતરાત્મામાં સુખ, વિશ્રાંતિ અને પ્રકાશનો અનુભવ છે તે યોગી બ્રહ્મસ્વરૂપ
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy