SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ * केवलज्ञान-चारित्रयोः मिथः सहकारेण मोक्षहेतुता केवलज्ञानमेव यथाख्यातचारित्रमेव वा विद्यते किन्तूभयमित्युभयोरेव परस्परसहकारेणापवर्गहेतुताऽनाविलैव ૫૩/૩૬॥ यः कश्चित्केवलज्ञानेन चारित्रस्यान्यथासिद्धत्वं मन्यते तन्मतव्यपोहायाह' सम्प्राप्ते 'ति । सम्प्राप्तकेवलज्ञाना अपि यज्जिनपुङ्गवाः । = जिनेश्वराः क्रियां योगनिरोधाख्यां कृत्वा सिद्ध्यन्ति नान्यथा ॥३७॥ यत् = उत्पन्नकेवलज्ञाना अपि जिनपुङ्गवाः यस्मात् कारणात् सम्प्राप्तकेवलाः योग-निरोधाख्यां क्रियां कृत्वा एव सिध्यन्ति सर्वकर्ममुक्ता भवन्ति, नान्यथा = योगनिरोधकरणं विना नैवापवर्गमुपलभन्ते । किञ्च प्रतिबन्धकनिवृत्त्याऽन्यथासिद्धत्वेन क्रियाया अहेतुत्वोक्तौ तु केवलज्ञानस्य सुतरामहेतुत्वं स्यात् । न ह्युत्पन्नकेवलज्ञाना अपि भवोपग्राहिकर्मचतुष्टयं मुक्तिप्रतिबन्धकमनाशयित्वा सद्य एव मुक्तिमासादयन्ति । अतो मुक्तिप्रतिबन्धककर्मनिवर्तकत्वेन तत्त्वज्ञानस्य कुतो नान्यथासिद्धि: ? न च ‘जं अन्नाणी कम्मं खवेइ' ( ) इति वचनात् सम्यक्क्रियाशरीरनिर्वाहकत्वनयेन ज्ञानमेवोत्कृष्यत इति शङ्कनीयम्, कारकसम्यक्त्वशरीरनिर्वाहकत्वनयेन चारित्रेऽप्युत्कर्षस्य सुवचत्वात् । न च परमभावग्राहकनयेन ज्ञाने एव मुख्यत्वमिति वाच्यम्, परमपुमर्थग्राहकनयेन क्रियायामेव तद्विनिगमनायाः सुवचत्वात् । किञ्च यदर्थं यदीष्यते तन्मुख्यमिति चारित्रकृते ज्ञानस्येष्यमाणत्वाच्चारित्रस्यैव मुख्यत्वं स्यात् । तस्मात् विनिगमनाविरहेण = ૩૧૨ = કેવળજ્ઞાન દ્વારા ચારિત્ર અન્યથાસિદ્ધ થાય છે.'' આવું કોઈક માને છે. તેના મતનું નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી કહે છે. શ્લોકાર્થ :- કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર જિનેશ્વર ભગવંતો પણ યોગનિરોધ નામની ક્રિયા કરીને જ સિદ્ધ થાય છે, અન્યથા નહિ. (3/39) * કેવલજ્ઞાનીને પણ ક્રિયા જરૂરી ટીકાર્થ :- કેવલજ્ઞાન દ્વારા ક્રિયા અન્યથાસિદ્ધ બનતી નથી, કારણ કે કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ જિનેશ્વર ભગવંતો યોગનિરોધ નામની ક્રિયા કરીને જ સર્વ કર્મથી મુક્ત થાય છે. યોગનિરોધ કર્યા વિના મોક્ષ મળી ન જ શકે. વળી, બીજી વાત એ છે કે પ્રતિબંધકને દૂર કરવું તે જ ક્રિયાનું પ્રયોજન છે. તેથી પ્રતિબંધકનિવૃત્તિ દ્વારા ક્રિયાને અન્યથાસિદ્ધ બનાવીને મોક્ષ પ્રત્યે ક્રિયાને અહેતુ માનવામાં આવે તો કેવળજ્ઞાન સુતરાં મોક્ષ પ્રત્યે અહેતુ બનવાની આપત્તિ આવશે. કેમ કે કેવલજ્ઞાન ઉત્પન્ન થઈ ગયા પછી પણ મોક્ષપ્રતિબંધક એવા ભવોપગ્રાહી ચાર અઘાતિ કર્મનો નાશ કર્યા વિના જિનેશ્વર ભગવંતો પણ મોક્ષ પામતા નથી. તેથી મુક્તિપ્રતિબંધક કર્મને દૂર કરવાના કારણે તત્ત્વજ્ઞાન શા માટે મોક્ષ પ્રત્યે અન્યથાસિદ્ધ ન બને ? અહીં એવી શંકા થઈ શકે છે કે —> ‘અજ્ઞાની કરોડો વર્ષો સુધી ક્રિયા કરીને જેટલા કર્મ ખપાવે છે તેટલા કર્મ જ્ઞાની શ્વાસોશ્વાસમાં ખપાવે છે.'. આવું આગમમાં જણાવેલ હોવાથી સમ્યક્ એવી ક્રિયાના સ્વરૂપનું નિર્વાહક હોવાના કારણે ક્રિયા કરતાં જ્ઞાન જ ચઢિયાતું છે. પરંતુ આ શંકા વ્યાજબી નથી, કેમ કે રોચક સમ્યક્ત્વ અને દીપક સમ્યક્ત્વ કરતાં બળવાન એવા કારકસમ્યક્ત્વના સ્વરૂપના નિર્વાહકનયના અભિપ્રાયથી જ્ઞાનની અપેક્ષાએ ચારિત્રમાં ઉત્કર્ષ શ્રેષ્ઠતા જણાવી શકાય છે. પરમભાવગ્રાહક નયથી જ્ઞાનમાં જ મોક્ષની મુખ્ય કારણતા જે તમે કહો તો પરમપુરૂષાર્થગ્રાહક નયથી ક્રિયામાં જ મોક્ષની મુખ્ય કારણતાનો નિર્ણય સારી રીતે જણાવી શકાય તેમ છે.
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy