SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષકરણ 888 तत्त्वज्ञानिनां विधि-निषेधाभावः 8 ૨૮૦ कारणात् बालस्य = रागिण एव आगमे = आचाराङ्गे उद्देशः = उपदेशः प्रोक्तः, पश्यकस्य = વિરિત પરિચ ફરાર = ૩૫દ્દેશો ન = નૈવ | તટુવતં ગાવાર > ૩ઘેલો પાસાસ નત્યિ, बाले पुण निहे कामसमणुने असमियदुक्खे दुक्खी दुक्खाणमेव आवळं अणुपरियट्टइ <- (१/२/३सू.८२) इति । अस्य श्रीशीलाङ्काचार्यकृतव्याख्यालेश: → उपदेशोऽनवगततत्त्वस्य विनेयस्य यथोपदेशं प्रवर्तमानस्य दीयते । यस्तु अवगतहेयोपादेयविशेषः स यथावसरं यथाविधेयं स्वत एव विधत्त इत्याह‘સી’ તિ | ઉદ્દિતે તિ દ્રાઃ = ઉત્તેરા:, સંસર્વચાર્તાગsફેરાઃ | સ, પ્રતીતિ પરં: स एव पश्यकः, तस्य न विद्यते, स्वत एव विदितवेद्यत्वात्तस्य । अथवा पश्यतीति पश्यकः = सर्वज्ञः तदुपदेशवर्ती वा तस्योद्दिश्यत इत्युद्देशो नारकादिव्यपदेशः उच्चावचगोत्रादिव्यपदेशो वा स तस्य न विद्यते, द्रागेव मोक्षगमनादिति भावः । कः पुनर्यथोपदेशकारी न भवतीत्याह ‘बाले' इत्यादि । बालो नाम रागादिमोहितः । स पुनः कषायैः कर्मभिः परिषहोपसर्गेर्वा निहन्यत इति निहः । निपूर्वात् हन्तेः कर्मणि ङः। अथवा स्निह्यत इति स्नेहः स्नेहवान् रागीत्यर्थः । अत एवाह ‘कामसमणुने' इति । कामान् सम्यग् अनु = पश्चात् स्नेहानुबन्धात् जानाति = सेवते इति कामसमनुज्ञः । अशमितं = अनुपशमितं विषयाभिष्वङ्गकषायोत्थं दु:खं येन सः । तथा अत एव दु:खी दु:खानामेवावर्तं = पौन:पुन्यभवनं अनुपरिवर्तन्ते । પરિપૂર્ણ જ્ઞાનનો અભાવ છે તે જ વ્યક્તિનું અનુશાસન વિધિ-નિષેધ દ્વારા શાસ્ત્ર કરી શકે. જે વ્યક્તિને પરિપકવ આત્મજ્ઞાનની ઉપલબ્ધિ થઈ છે તેના ઉપર શાસ્ત્રનું કોઈ નિયંત્રણ = બંધન = મર્યાદા = અનુશાસન હોતું નથી. કારણ કે રાગી એવા બાલ જીવને જ આચારા નામના આગમમાં ઉપદેશ (આપવાનું) જણાવેલ છે. જેણે હેય અને ઉપાદેય પદાર્થોને જાણેલા છે એવા પક્ષકને = તત્ત્વજ્ઞાનીને ઉપદેશ (આપવાનું કહેલ) નથી. આચાશગમાં જણાવેલ છે કે – પશ્યકને ઉદ્દેશ = ઉપદેશ નથી. સ્નેહવાળા અને પાંચે ઈન્દ્રિયોના વિષયની ઉપભોગ કરનારા, અશાંત, દુઃખવાળા દુઃખી એવા બાલ જીવ દુઃખના ચક્કરમાં ભટકે છે. <-ધીશીલાંકાચાર્ય આની વ્યાખ્યામાં જણાવે છે કે – જે વિનીત શિષ્ય તત્ત્વને જાણતો ન હોય અને જો તેને ઉપદેશ આપવામાં આવે તો તે ઉપદેશ મુજબ પ્રવૃત્તિ કરતો હોય તો તેને ઉપદેશ અપાય. પરંતુ જે વ્યક્તિ વિશિષ્ટ ગ્રાહ્ય અને ત્યાજ્ય પદાર્થોને જાણે છે અને અવસર મુજબ જે કાંઈ કરવા યોગ્ય હોય તે બીજાના ઉપદેશ વગર જાતે જ કરે છે તે પશ્યને ઉદ્દેશ = ઉપદેશ = સારા કે ખરાબ કાર્યમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિનો આદેશ હોતો નથી, કારણ કે તેણે જાણવા યોગ્ય વસ્તુ સ્વયં જ જાણી લીધેલી છે. જે જોનાર હોય તે પશ્યક કહેવાય અથવા તો જે સર્વજ્ઞ હોય તે પશ્યક કહેવાય. અથવા સર્વજ્ઞના ઉપદેશ અનુસાર વર્તનાર પશ્યક કહેવાય. ઉદ્દેશ = નારક, તિર્યંચ આદિ વ્યવહાર અથવા ઉચ્ચ, નીચ ગોત્ર વગેરેનો વ્યવહાર. આવો ઉદ્દેશ સર્વજ્ઞને કે સર્વશના આદેશ મુજબ વર્તનારને હોતો નથી, કારણ કે તે તરત જ મોક્ષમાં જવાના છે. જે નરક વગેરેમાં જવાના ન હોય તેમાં નારક તરીકેનો વ્યવહાર, કે જે નીચગોત્રમાં ભવાન્તરમાં જવાના ન હોય તેમાં નીચગોત્રનો વ્યવહાર કેવી રીતે થાય ? કોણ ઉપદેશ મુજબ પ્રવર્તતો નથી ? તે પ્રશ્નનો જવાબ એ છે કે રાગાદિથી મોહિત થયેલો બાલ જીવ ઉપદેશ મુજબ પ્રવૃત્તિ કરતો નથી, કેમ કે તે કષાય વગેરે દ્વારા, કર્મો દ્વારા, પરિષહ-ઉપસર્ગો દ્વારા હણાયેલ છે. અથવા તે નેહરાગવાળો છે. વિષયોમાં સ્નેહ થયા બાદ તે તેનું સેવન કરે છે. તેના કારણે વિષયાસક્તિથી કે કષાયના આવેશથી ઉત્પન્ન થયેલ દુઃખ શાંત થતું નથી. માટે જ તે દુઃખી છે અને વારંવાર દુઃખના ચક્કરમાં ડૂબેલો તે ભવમાં ભટકે છે. – તેમ જ નારદપરિવ્રાજક ઉપનિષમાં પણ કહ્યું છે
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy