SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષ—કરણ 8 નિશ્ચય-ચવેદારોffથઃ સાપેક્ષતા થીક निषिद्धाऽऽचारात् अविध्ययतनानादराद्युपेतविहिताचारात् वा निवृत्तं = व्युपरतं, शुभाचारप्रवृत्तिमत् = स्वभूमिकोचित-विहित-पञ्चाचारप्रवृत्तिपरायणम् । इदञ्च व्यवहारनयापेक्षयाऽवगन्तव्यम् । व्यवहारनयो हि सदसत्प्रवृत्ति-निवृत्तिलक्षणं चारित्रमभ्युपैति । __ निश्चयनयमनुरुध्य कल्पान्तरमावेदयति स्याद्वा उदासीनं उर्ध्वमासीनं निजगुणस्थैर्यनिमग्नं चित्तं सामायिकवतः = शास्त्रविहित-निषिद्धाऽऽचारगोचरसमभाववतः → 'पडिसिद्धेसु अ देसे विहिएसु य ईसिरागभावे वि । सामाइयं असुद्धं, सुद्धं समयाए दोसुं पि ॥१७।। <- इति योगशतकवचनात्, मुनेः = ज्ञायकैकस्वभावात्मदर्शिनः । न चैतादृशसमभावलक्षणसामायिकाभ्युपगमे कथं तद्वतः भिक्षाटनादिका क्रिया क्रियाऽभ्युपगमे वा कथं तादृशं सामायिकं स्यादिति शङ्कनीयम्, विशुद्धभावयोगिनः तथाविधक्लिष्टकमविगमात् आज्ञासंस्कारात् भिक्षाटनानटनयो: दण्डेन चक्रभ्रमणाभ्रमणवत समवृत्तित्वाबाधात् । तदक्तं योगઅંતઃકરણ શાસ્ત્રનિષિદ્ધ આચારથી નિવૃત્ત થયેલું હોય છે, અથવા તો શાસ્ત્રવિહિત એવા પણ જે અવિધિ-અયતનાઅનાદર વગેરેથી યુક્ત એવા આભાસિક ધર્મના આચારથી નિવૃત્ત થયેલું હોય છે તેમ જ પોતાની ભૂમિકાને ઉચિત એવા શાસ્ત્રવિહિત પંચાચારના પાલનમાં પરાયણ હોય છે. આમ વ્યવહાર નયની અપેક્ષાએ સામાયિકવાળા મુનિનું મન પ્રવૃત્તિ-નિવૃત્તિવાળું જાણવું. વ્યવહાર નયના મતે સમાં પ્રવૃત્તિ અને અસથી નિવૃત્તિ = ચારિત્ર છે. ૬ નિશ્ચયનયથી મુનિના ચિત્તને જાણીએ ઝE નિશ૧૦ | નિશ્ચયનયને અનુસરીને ગ્રંથકારશ્રી અન્ય વ્યવસ્થા જણાવે છે. નિશ્ચયથી સામાયિકવાળા યોગીનું ચિત્ત ઉદાસીન હોય છે. ઉદાસીન એટલે દીવેલ પીધેલા મોઢે બેસવાનું નહિ, પણ ઉન = ઉપર, આસીન = બેસવું. ઉપરની ગુણભૂમિકાએ બેસવું = ઉદાસીન રહેવું. મતલબ કે પોતાના ગુણોની સ્થિરતામાં નિમગ્ન ચિત્ત = ઉદાસીન ચિત્ત. તેથી નિશ્ચય નયના મતે સામાયિક = શાસ્ત્રવિહિત તપ, જ્ઞાન વગેરે આચાર અને શાસ્ત્રનિષિદ્ધ હિંસા વગેરે આચાર આ બન્ને વિશે સમભાવ. યોગશતક ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે જણાવેલ છે કે – પ્રાણાતિપાત વગેરે શાનિષિદ્ધ હેય પદાર્થોમાં ફેષ હોય અને શાસ્ત્રવિહિત એવા તપ, જ્ઞાન વગેરે ભાવોમાં ઉત્સુકતા કરવા દ્વારા આંશિક રાગ હોય તો પણ તાત્વિક સામાયિક અશુદ્ધ થાય છે. વિહિત અને નિષિદ્ધ બન્નેને વિશે સમતા = મધ્યસ્થતા હોય તો જ સામાયિક શુદ્ધ = નિર્મળ બને.<શુદ્ધ સામાયિકવાળા અને જ્ઞાયક એક સ્વભાવવાળા આત્માને જેનાર મુનિનું ચિત્ત ઉદાસીન = આત્મગુણોની સ્થિરતામાં ડૂબેલું હોય છે. ઉત્ + ૩ સીન = 8ાસન. સત્ = ઉચ, અને માસીન = બેસવું. તામસી ભાવો કે ઔદયિકભાવોની ઊંડી ખીણમાંથી ઉપર આવી ક્ષાયોપથમિક કે ક્ષાયિક ભાવના આત્મગુણોમાં બેસવું = સ્થિર થવું = ઠરી ઠામ થવું તે તાત્વિક ઉદાસીનતા કહેવાય. મુનિનું ચિત્ત આવી ઉદાસીનતાવાળું હોય છે. દીવેલ પીધેલાં શાંગીયા મોઢા લઈને ફરવું તેવી લોકપ્રસિદ્ધ ઉદાસીનતા અહીં માન્ય નથી. આ વાત ખાસ ખ્યાલમાં રાખવી. અહીં એવી શંકા થઈ શકે છે કે – જો શાસ્ત્ર દ્વારા વિહિત અને નિષિદ્ધ એવા આચારોમાં સમભાવ = સામાયિક-આવું સ્વીકારવામાં આવે તો આવા સામાયિકવાળા મુનિને ભિક્ષાટન વગેરે ક્રિયા કેવી રીતે સંભવી શકે? અથવા જે ભિક્ષાટન વગેરે કિયા સ્વીકારો તો તેવું સામાયિક કેવી રીતે સંભવી શકે ? <– આનું સમાધાન સરલ છે. અને તે એ છે કે નૈૠયિક સામાયિકવાળા મુનિને વિશુદ્ધ ભાવના યોગથી તેવા પ્રકારના ક્લિષ્ટ કર્મોનો નાશ થયેલ હોય છે. અને તેના કારણે જિનાજ્ઞા સંસ્કારને અનુસારે ભિક્ષાટન કરે કે ન કરે - આ બન્ને અવસ્થામાં
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy