________________
स्थितप्रज्ञलक्षणविमर्शः
अतश्चैव स्थितप्रज्ञ भावसाधनलक्षणे ॥
अन्यूनाभ्यधिके प्रोक्ते, योगदृष्ट्या परैरपि ॥३॥ योगसाधकगृहीतसाधनानां सिद्धयोगे स्वभावतः सद्भावादेव च
=
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
૨૭૨
=
हि परैरपि = जैनेतरैरपि
तारतम्यशून्ये स्थितप्रज्ञ
અત વ =
योगदृष्ट्या मोक्षयोजक-समत्वयोगगोचरबोधलक्षणया अन्यूनाऽभ्यधिके भावसाधनलक्षणे स्थितप्रज्ञभावस्य साधनं लक्षणं च प्रोक्ते ।
=
तदुक्तं भगवद्गीतायां प्रजहाति यदा कामान् सर्वान् पार्थ ! मनोगतान् । आत्मन्येवाऽऽत्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥ ( २ / ५५ ) दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः । वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते || (२ / ५६) य: सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् । नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ।। (२/५७) यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ।। ←←(२/५८) इत्येवं स्थितप्रज्ञभावलक्षणान्युक्तानि । अध्यात्मतत्त्वालोकेऽपि न हीन्द्रियार्थेषु यदाऽनुरज्येद् विकल्पनिर्मुक्तमना महात्मा । स किङ्करीभूतहृषीकवर्गो योगाधिरूढः स्थितधीस्तदा स्यात् ॥ <- (६/८) इत्येवं स्थितप्रज्ञभावलक्षणमुक्तम् । स्थितप्रज्ञभावसाधनानि च भगवद्गीतायामेव बुद्ध्या विशुद्धया युक्तो धृत्याssत्मानं नियम्य च । शब्दादीन् विषयान् त्यक्त्वा राग-द्वेषौ व्युदस्य च । विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः । ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः ।। अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम् । विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूमाय कल्पते ॥ - ( १८/५१-५३) इत्येवमुक्तानि । स्थितप्रज्ञभावसाधनानि नारदपरिશ્લોકાર્થ :- માટે જ અન્યદર્શનકારોએ પણ યોગદષ્ટિથી સ્થિતપ્રજ્ઞભાવના સાધન અને લક્ષણ અન્યનાધિક જણાવેલા છે. (3/3)
* સ્થિતપ્રજ્ઞના સાધન અને લક્ષણ સમાન છે
ઢીકાર્થ :- યોગની સાધના કરનાર સાધકે પ્રાથમિક અવસ્થામાં ગ્રહણ કરેલા સાધનો યોગસિદ્ધ પુરૂષમાં સ્વાભાવિક રીતે રહેલા હોય છે. તેથી જ જૈનેતર દર્શનકારોએ પણ સ્થિતપ્રજ્ઞભાવના સાધન અને લક્ષણ ઓછાવધતાં નહિ પણ સમાન જ છે - એવું યોગદષ્ટિથી જણાવેલ છે. મોક્ષની સાથે જોડી આપે એવા સમત્વ યોગનો બોધ એ પ્રસ્તુતમાં યોગદષ્ટિ જાણવી. સ્થિતપ્રજ્ઞભાવના લક્ષણો ભગવદ્ગીતામાં આ પ્રમાણે જણાવેલ છે - > હે અર્જુન ! જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વ કામનાઓ ત્યજી દે છે અને આત્મા વડે આત્મામાં જ સંતોષ પામે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુઃખોમાં ઉદ્દેગરહિત મનવાળો, સુખોમાં નિસ્પૃહ થયેલ અને જેના રાગ, ભય, ક્રોધ ચાલી ગયા હોય તે મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. જે સર્વત્ર આસક્તિ રહિત હોય, અને સારૂં કે ખરાબ જે કાંઈ પ્રાપ્ત થાય તેનાથી હર્ષ કે ખેદ કરતો નથી, તેની બુદ્ધિ સ્થિર છે અર્થાત્ તે સ્થિતપ્રજ્ઞ છે. જેમ કાચબો સર્વ અંગોને સમેટી લે છે તેમ આ યોગી પુરૂષ જ્યારે સર્વ ઈન્દ્રિયોને ઈન્દ્રિયોના વિષયથી ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. અર્થાત્ તે સ્થિતપ્રજ્ઞ થાય છે. —અધ્યાત્મતત્ત્વાલોકમાં પણ સ્થિતપ્રજ્ઞભાવના લક્ષણ જણાવતા કહેલ છે કે —> ઈન્દ્રિયના વિષયમાં જ્યારે અનુરાગ ન થાય ત્યારે મહામુનિ વિષયોમાં ઈષ્ટ, અનિષ્ટ વિકલ્પોથી વિમુક્ત મનવાળા થાય છે. ઈન્દ્રિયોના સમૂહને પોતાના કિંકર બનાવીને તે મહામુનિ જ્યારે યોગાધિરૂઢ થાય છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ બને છે. —ભગવદ્ગીતામાં જ સ્થિતપ્રજ્ઞભાવના સાધનો આ પ્રમાણે જણાવેલ છે —વિશુદ્ધ બુદ્ધિવાળો યોગી ધીરતાપૂર્વક પોતાની જાતનું નિયમન કરી, શબ્દ-સ્પર્શાદિ વિષયોનો ત્યાગ કરીને, રાગ,દ્વેષને છોડીને, પરિમિત આહાર અને એકાંત સેવન દ્વારા મન, વચન, કાયાને વશ કરી, સદા ધ્યાન-યોગમાં પરાયણ રહી, વૈરાગ્ય ધારણ કરી, અહંકાર-ઘમંડ-કામ-ક્રોધ-પરિગ્રહનો ત્યાગ કરી મમતા રહિત અને શાંત થાય