SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષ—કરણ ૧/૮ ફe યોનિજ્ઞાનાનપ૦૫ની 99 ૩૫ → अतीन्द्रियार्थसिद्ध्यर्थं यथालोचितकारिणाम् । प्रयास: शुष्कतर्कस्य न चासौ गोचरः क्वचित् ।।९८॥ गोचरस्त्वागमस्यैव ततस्तदुपलब्धितः । चन्द्रसूर्योपरागादिसंवाद्यागमदर्शनात् ।।९९।। निशानाथप्रतिक्षेपो यथाऽन्धानामसङ्गतः । तद्भेदपरिकल्पश्च तथैवाऽर्वाग्दृशामयम् ।।१४०।। निश्चयोऽतीन्द्रियार्थस्य योगिज्ञानादृते न च । अतोऽत्रान्धकल्पानां विवादेन न किञ्चन ।।१४३।। <-इति । 'तद्भेदपरिकल्पश्च' = निशानाथभेदपरिकल्पश्च, 'अयं' = सर्वज्ञप्रतिक्षेपः। अतीन्द्रियपदार्थानामागमवादविषयत्वात्तर्केण तत्प्रतिपादने तदवगमप्रयत्ने वा क्लेशमात्रमेव, युक्तिमात्रनिर्भरे त्वर्थव्यवस्थानुपपत्तिः । इदमेवाभिप्रेत्य भर्तृहरिणाऽपि वाक्यपदीये --> ચન્નેનાનુમિતોડ_ર્થ: કુરાનનુમાતૃમિ | મયુવતરરન્યર્થવો પદ્યતે | – (ાષ્ટ-૧/.૨૪) न चागमादृते धर्मस्तर्केण व्यवतिष्ठते । ऋषीणामपि यज्ज्ञानं तदप्यागमपूर्वकम् ॥ <- (१/३०) इति। प्रकृते धर्ममार्गे तु विशेषत आगमप्रमाणमुपादेयं, न तु युक्तिपरतयैव भाव्यम् । तदुक्तं --> जम्हा न ધમ્મમી મોજૂળ નામ રૂટું માપ | વિન્નડું છ૩મલ્યા તાં તત્યેવ નયā || <– ( ) તિ | ___ न चैकान्तेन सर्वत्राऽऽगमेनैवाऽर्थसिद्धिपरतयापि भाव्यम्, हेतुवादगोचरार्थानामागममात्रात्प्रतिपादने સમાઘાન - ગમે તેટલા તાર્કિક મીમાંસાવાળા વિચક્ષણ પુરૂષ પણ છદ્મસ્થ (જ્ઞાનાવરણ કર્મના ઉદયવાળા) હોવાના કારણે અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરવા માટે જન્માંધ પુરૂષ જેવા છે. તેથી તેઓને સર્વજ્ઞ વગેરેનો નિર્ણય ન થવા છતાં પણ સર્વજ્ઞ વગેરે પદાર્થો વાસ્તવિક જ છે. કારણ કે યોગી પુરૂષોના જ્ઞાનથી સર્વજ્ઞ વગેરે જણાવેલ જ છે. યોગદષ્ટિસમુચ્ચયમાં જણાવેલ છે કે –અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ માટે બુદ્ધિશાળીઓનો પ્રયત્ન અનુચિત છે. કેમ કે અતીન્દ્રિય પદાર્થ શુષ્ક તર્કનો ક્યારેય વિષય બનતા નથી. અતીન્દ્રિય પદાર્થ આગમનો જ વિષય છે. કેમ કે આગમથી જ તેના અસ્તિત્વનો નિર્ણય થાય છે. ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ વગેરેના સંવાદી નિરૂપણ કરનારા આગમો દેખાય છે. જેમ ચંદ્રનો અપલાપ કરવો કે બાંડી આંખે બે ચન્દ્ર જોઈને ચંદ્રમાં સજાતીયભેદની કલ્પના કરવી તે આંધળા, બાંડા માણસો માટે અનુચિત છે તે રીતે ધસ્થ જીવોએ સર્વજ્ઞનો અપલાપ કરવો કે સર્વજ્ઞ જુદા જુદા હોવાની કલ્પના કરવી અયુકત છે. કારણ કે અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય યોગીજ્ઞાન વિના થઈ શકતો નથી. તેથી સર્વજ્ઞને જાણવા માટે અંધ જેવા છvસ્થ જીવોમાં સર્વજ્ઞસંબંધી વિવાદથી સર્ય. <– અતીન્દ્રિય પદાર્થો આગમવાદનો વિષય હોવાથી તર્ક દ્વારા તેનું પ્રતિપાદન કરવામાં કે તે જાણવાનો પ્રયત્ન કરવામાં માત્ર કલેશ જ સાંપડે છે. વિશેષ કોઈ ફળ નથી. વળી, યુક્તિ માત્રનો જ વિશ્વાસ કરવામાં આવે તો અર્થવ્યવસ્થા ઘટી નહિ શકે. આ જ વાતને ખ્યાલમાં રાખીને ભર્તુહરિએ પણ વાકશ્યપદીય ગ્રંથમાં જણાવ્યું છે કે – હોંશિયાર એવા તાર્કિકોએ પ્રયત્નપૂર્વક જે અર્થનો નિર્ણય કરેલ હોય તે પદાર્થોની વધારે બુદ્ધિશાળી અન્ય તાર્કિક અન્ય રૂપે સિદ્ધિ કરે છે. આગમ વિના તર્કથી ધર્મની વ્યવસ્થા થઈ ન શકે. મહર્ષિઓને પણ ધર્મ વગેરે અતીન્દ્રિય પદાર્થ વિષયક જે કાંઈ જ્ઞાન છે તે પણ આગમપૂર્વક = આગમમૂલક જ છે. <- પ્રસ્તૃતમાં ધર્મમાર્ગને વિશે તો વિશેષ પ્રકારે આગમ પ્રમાણ સ્વીકારવા યોગ્ય છે. ધર્મમાર્ગમાં કેવળ યુક્તિના ભરોસે બેસવા જેવું નથી. જણાવેલ છે કે – અહીં ધર્મમાર્ગમાં આગમને છોડીને છદ્મસ્થ જીવો માટે અન્ય કોઈ પ્રમાણ નથી. માટે આગમમાં જ ઉદ્યમ કરવો. – પરંતુ સર્વત્ર એકાંતે હેતુને હડસેલીને આગમથી જ અર્થની સિદ્ધિ કરવામાં તત્પર ન રહેવું. કારણ કે હેતુવાદના વિષયભૂત અર્થોનું કેવળ આગમથી જ પ્રતિપાદન કરવામાં શ્રોતાઓને આગમમાં જ અવિશ્વાસ થવાથી આગમની વિડંબના થવાની આપત્તિ આવશે. (૧/૮)
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy