SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષપ્રકરણ ૧/૪ ક8 જ્ઞાન-ક્રિયાપમધ્યાત્મન્ 8 ૨૩ सामान्यादिग्राहकयोः नैगमसङ्ग्रहनययोः अध्यात्मसंबन्धि मतं ग्रन्थकृता न प्रकाशितमत्रेति न न्यूनतादोष उद्भावनीयः । अस्माभिस्तु शिष्यबुद्धिवेशद्यार्थं तन्मतप्रकाशनमकारि । प्रमाणाऽपेक्षयाऽध्यात्म सम्यग्ज्ञानक्रियोभयात्मकमवगन्तव्यम् । तदुक्तं अध्यात्मसारे → ज्ञानશિયા,મધ્યાત્મ એવતિwતે <– (૨/૨૧) તિ | उत्पाद-व्यय-ध्रौव्यानुविद्धत्वेन पदार्थस्य प्रज्ञापके द्रव्यानुयोगे तु औदयिकादिभावसम्पन्नसंसारितया विलीयमानं परमात्मभावेन व्यज्यमानं द्रव्यत्वेनानुगतं विशुद्धमात्मद्रव्यमेवाऽध्यात्ममिति विशुद्धद्रव्यार्थिकनयः। बहिरात्मभावविगमेनाऽऽत्मत्वेनानुगते द्रव्ये परमात्मभावाविर्भावोऽध्यात्ममिति विशुद्धपर्यायार्थिकनयः । सहजमलसम्पन्नभवाभिनन्दितया निवर्तमानं अपुनर्बन्धकत्वादिनाऽभिव्यज्यमानं द्रव्यत्वेनानुगतं विशुद्धयमानमात्मद्रव्यमेवाऽध्यात्ममिति अविशुद्धद्रव्यार्थिकनयः । तथाविधोत्कृष्टसङ्क्लेशोपहितभोगित्वं विनाश्य आत्मत्वेनानुगते आत्मद्रव्ये योगिभावाभिव्यक्तिरध्यात्ममिति अविशुद्धपर्यायार्थिकनयः । નયના મતે અધ્યાત્મસંબંધી નિરૂપણ ગ્રંથકારશ્રીએ કર્યું નથી. કારણ કે નૈગમ નય પૂર્વે જણાવ્યા મુજબ ઉપચારબહુલ છે. સંગ્રહ નય સામાન્ય આદિનો ગ્રાહક છે. માટે તૈગમ વગેરે ચાર નયથી અધ્યાત્મનું નિરૂપણ ગ્રંથકારશ્રીએ કર્યું નથી. તેથી મૂળ ગ્રંથમાં અધૂરાશ છે - તેવા દોષોનું ઉદ્દભાવન ન કરવું. છતાં વાચકોની વિશદ જાણકારી માટે નૈગમ આદિ નયાથી અમે અધ્યાત્મનું નિરૂપણ કર્યું છે. પ્રમાણની અપેક્ષાએ સમ્યજ્ઞાન-ક્રિયા ઉભયાત્મક અધ્યાત્મ જાણવું. અધ્યાત્મસાર ગ્રંથમાં કહેલ છે કે – જ્ઞાન-ક્રિયા સ્વરૂપ અધ્યાત્મ રહેલું છે. – [; દ્રવ્યાનુયોગ - ચરણકરણાનુયોગની દૃષ્ટિમાં અધ્યાત્મ Es. પરસ્પરાનુવિદ્ધ ઉત્પત્તિ, નાશ અને ધૈર્ય વગેરેને કેન્દ્રમાં રાખી પદાર્થનું નિરૂપણ કરનાર દ્રવ્યાનુયોગ છે. ગુણ-પર્યાયને ગૌણ કરી દ્રવ્યનું મુખ્યતયા નિરૂપણ કરનાર વ્યાર્થિક નય જાણવો. દ્રવ્યને ગૌણ કરી ગુણપર્યાયનું પ્રતિપાદન કરનાર અભિપ્રાય પર્યાયાર્થિક નય કહેવાય. વસ્તુની ઉપરની દશાને ધ્યાનમાં રાખી પદાર્થનું નિરૂપણ કરે તે વિશુદ્ધ નય અને નીચેની અવસ્થાને ધ્યાનમાં રાખી વસ્તુનું નિરૂપણ કરે તે અવિશુદ્ધ નય. આ વ્યાખ્યાઓ ખ્યાલમાં રાખી નીચેનું નિરૂપણ સમજવું. ઉત્પાદ, વ્યય, ધૌવ્યથી અનુવિદ્ધ રૂપે પદાર્થને જણાવનાર દ્રવ્યાનુયોગના ચાર મત નીચે મુજબ છે. (૧) ઔદયિક વગેરે ભાવોથી નિષ્પન્ન સંસારી દશાથી નિવૃત્ત થતું અને પરમાત્મભાવથી અભિવ્યક્ત થતું અને દ્રવ્યત્વરૂપે અનુગત એવું વિશુદ્ધ આત્મદ્રવ્ય તે જ અધ્યાત્મ છે.- આવું વિશુદ્ધ દ્રવ્યાર્થિક નયનું મંતવ્ય છે. (૨) વિશુદ્ધ પર્યાયાર્થિક નયના મતે – બહિરાત્મદશાનો નાશ કરી, આત્મસ્વરૂપે અનુગત જીવ દ્રવ્યમાં પરમાત્મભાવનો આવિર્ભાવ = અધ્યાત્મ. - (૩) અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો અભિપ્રાય એ છે કે સહજ મલથી પ્રાપ્ત ભવાભિનંદી દશાથી નિવૃત્ત થતું, અપુનબંધક વગેરે અવસ્થાથી અભિવ્યકત થતું અને દ્રવ્યપાણાથી અનુગત એવું વિશુદ્ધ થઈ રહેલું આત્મદ્રવ્ય જ અધ્યાત્મ છે. (૪) અશુદ્ધ પર્યાયાર્થિક નય એમ જણાવે છે કે –તેવા પ્રકારના ઉત્કૃષ્ટ સંકલેશથી ઉત્પન્ન થયેલ ભોગીપણાનો નાશ કરીને આત્મવેન અનુગત આત્મદ્રવ્યમાં યોગીદશાની અભિવ્યક્તિ = અધ્યાત્મ. ચારિત્ર, ચારિત્રાચાર, ચારિત્રના મૂળ ગામ-ઉત્તર ગુણ વગેરે ઉપર ચરણકરણાનુયોગ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે.
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy