________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૨
आनन्दघनमतप्रकाशनम् :
क्तानां क्षुद्रता - मूढतादीनां भवाभिनन्दिदोषाणां त्यागे व्यवहारतोऽवगन्तव्यम् । निश्चयतस्तु भोगाशंसाનીિિવસ્તૃઠ્ઠા-નિદ્વાન-ચાર્વત્રિ-વિઝ્યાવતુષ્ટય-રાષ્ટ્રાતિપશ્ચામિરતિ-હાસ્યાવિષ-મયસસર્જ-મવાoાવિવોષवृन्दत्यागे सति महात्मनां गतमोहाधिकारत्वमवसेयम् । श्रीआनन्दघनमतानुसारेण → आत्मस्वरूपसाधिका क्रिया अध्यात्मम् <- । एतत्सर्वमध्यात्मलक्षणं सदसत्त्व-भेदाभेदैकानेकत्व-सामान्यविशेषाभिलाप्यत्वानभिलाप्यत्वात्मकत्व-शब्दयोगार्थाद्यनुपसर्जनभावेन पदार्थप्रकाशको यो वस्तुस्वरूपस्पर्शिशुद्धनिश्चयनयस्तन्मतानुरोधेनाऽवगन्तव्यम् ।
हर्षवर्धनोपाध्यायेन अध्यात्मविन्दुवृत्तौ → आत्मानमधिकृत्य प्रवर्तमान: कर्तृत्व- भोक्तृत्वादिधर्मनिरासपुरस्सरः कश्चन विचारविशेषः शुद्धात्मस्वरूपश्रवण-मनन-निदिध्यासनरूपोऽपि लक्षणयाऽध्यात्मम् <(१/१) इत्येवं यदुक्तं तदात्मस्पर्शि-शुद्धनिश्चयनयस्य निरुपाधिकात्मस्वरूप-तल्लाभोपाय-चित्तनैर्मल्य-धर्मपવગેરે ગ્રંથોમાં જણાવેલ છે કે —> ક્ષુદ્ર, ભૌતિક લાભનો લાલચુ, દીન, મત્સરી (= ઈર્ષ્યાળુ), નિત્ય ભયભીત, કપટી, મૂર્ખ અને નિષ્ફળ (= સાનુબંધ સારા ફળ વિનાની) પ્રવૃત્તિ કરનારો જીવ ભવાભિનંદી હોય છે ← તેમ જ યોગસારપ્રાભૂત ગ્રંથમાં દિગમ્બર આચાર્ય અમિતગતિએ જણાવેલ છે કે —> મૂઢ, અત્યંત લોભી, ક્રૂર, ભીરૂ, અસૂયા કરનાર, કપટી અને નિષ્ફળ આરંભ કરનાર ભવાભિનંદી હોય છે. – ભવાભિનંદી જીવોનાં પ્રસ્તુત ક્ષુદ્રતા-મૂઢતા વગેરે દોષોનો નાશ થાય ત્યારે વ્યવહારથી મોહાધિકારનો ત્યાગ જાણવો. નિશ્ચય નયથી ભોગ-આશંસા, યશ-કીર્તિ વગેરેની સ્પૃહા, નિયાણું, ઋદ્ધિ-રસ-શાતા ગારવ, ચાર વિકથા, શબ્દ આદિ પાંચ વિષયોમાં આનંદ, હાસ્ય આદિ ષટ્ક, સાત ભય, આઠ મદ વગેરે દોષોના સમૂહનો નાશ થાય ત્યારે મોહાધિકારનો ત્યાગ જાણવો. આવો મોહાધિકારનો ત્યાગ સાધુઓને સંભવે છે. પરમાત્મસ્વરૂપ પ્રગટ કરવાનું લક્ષ્ય, પંચાચાર સૌંદર્યનો પક્ષ અને મોહના આધિપત્યથી રહિત -આમ અધિકારીમાં આ ત્રણનો ત્રિવેણી સંગમ થાય ત્યારે અધ્યાત્મ નિષ્પન્ન થવાથી તે સાધક તીર્થસ્વરૂપ બને છે. પરમાત્મસ્વરૂપને પ્રગટ કરવાનું લક્ષ્ય બંધાયેલું હોવાને કારણે પંચાચારના શુદ્ધ પાલનમાં લોચાલાપસી, ગોલમાલ, ઘાલમેલ વગેરે ન સંભવે. આનંદઘનજી મ.સા. ૧૧ મા શ્રેયાંસનાથ ભગવાનના સ્તવનમાં ખૂબ માર્મિક રીતે જણાવેલ છે કે
=
> નિજ સ્વરૂપ જે કિરિયા સાથે તેહ અધ્યાતમ કહીએ રે,
જે કિરિયા કરી ચગતિ સાથે તે ન અધ્યાતમ કહીએ રે. —
-
* શુદ્ધ નિશ્ચયનયના બે પ્રકાર
અધ્યાત્મના ઉપરોકત સર્વ લક્ષણો વસ્તુલક્ષી શુદ્ધ નિશ્ચયનયના મતાનુસારે જાણવા.
શ્રીહર્ષવર્ધન ઉપાધ્યાયજીએ અધ્યાત્મબિંદુ ગ્રંથની પ્રથમ બત્રીશીની સ્વોપજ્ઞ ટીકામાં જણાવ્યું છે કે - > આત્માને ઉદ્દેશીને કર્તૃત્વ-ભોકતૃત્વ વગેરે ધર્મોના પરિહારપૂર્વક પ્રવર્તમાન કોઈક વિશિષ્ટ વિચાર કે જે શુદ્ધ આત્મસ્વરૂપના શ્રવણ-મનન અને નિદિધ્યાસનરૂપ હોય તે પણ અધ્યાત્મ છે-તેવું શબ્દની લક્ષણાવૃત્તિથી જાણવું <—આ વાત આત્મલક્ષી શુદ્ધ નિશ્ચયનયના મતને અનુસરીને કહી છે તે ધ્યાનમાં રાખવું. ઘટ, પટ વગેરે પ્રમેયને વિશે ઉદાસીન રહીને, આત્માને કેન્દ્રસ્થાને રાખીને, તેના શુદ્ધ નિરુપાધિક વાસ્તવિક સ્વરૂપને સ્પષ્ટ રીતે જણાવનાર, તેના પ્રધાન ઉપાયને દર્શાવનાર તથા ચિત્તની નિર્મળતા, ધર્મપરિણતિ, આત્માના સુંદર ગુણો, ગુણધર્મના અનુબંધ વગેરેની મુખ્યતા રાખીને શાસ્ત્રના ઐદંપર્યાર્થનું વિદ્યોતન કરનાર નય આત્મલક્ષી શુદ્ધ નિશ્ચયનય કહેવાય છે. પ્રમાણવિષયીભૂત ઘટ, પટ વગેરે પ્રમેયોનું સદસત્સ્વરૂપ, ભેદાભેદસ્વરૂપ, એકાનેકસ્વરૂપ, સામાન્ય-વિશેષાત્મકતા,