________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
प्रास्ताविकम्
સમત્વભાવ એ જ શુનયની અપેક્ષાએ સામાયિક છે.
ગ્રન્થકારશ્રીએ આ અધિકારના અને સમગ્ર ગ્રન્થના ઉપસંહા૨માં પ્રકૃષ્ટ સમતાયોગને પામીને પ્રાપ્તવ્યને પામી ચૂકેલા દમદન્ત મુનિ, નમ ૨ાર્ષ, ખંધકરિના શિષ્યો, મેતાર્ય મુનિ, ગજસુકુમાલ મુનિ, દૃઢપ્રહારિ મુનિ જેવા મહર્ષિઓના સમતાયોગની સ્તુતિ
કરી છે.
” ગ્રન્થની કેટલીક હૃદયસ્પર્શી પંક્તિઓ मनोवत्सो युक्तिगवीं, मध्यस्थस्यानुधावति ।
તામાર્ષતિ પુષ્લેન, તુચ્છાગ્રહ્મન:પિ: ॥ (જો ૨/૬)
મધ્યસ્થ માણસ તેને કહેવાય, જેનું મનરૂપી વાછ૨દું યુક્તિ (તર્ક) રૂપી ગાયમાતાને અનુસરે. પણ કદાગ્રહીનું મન કે જે માંકડા જેવું છે તે આ યુક્તિરૂપી ગાયને પૂંછડેથી પોતાના તરફ ખેંચે છે. સાચું તે મારૂં = માધ્યસ્થ્ય. મારૂં તે સાચું = કદાગ્રહ. द्रष्टुर्दृगात्मता मुक्ति-र्दश्यैकात्म्यं भवभ्रमः (श्लोक - २/५)
જ્ઞાન સાથે તાદાત્મ્ય = મોક્ષ, જ્ઞેય સાથે તાદાત્મ્ય
સંસાર.
=
લક્ષણ છે.
૧૯
सर्वं परवशं दुःखं, सर्वमात्मवशं सुखं ।
एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः || ( श्लोक २/१२) પ૨ાપેક્ષા/પરાધીનતા-દુ:ખ, સ્વાધીનતા=સુખ. આ સુખ-દુઃખનું ટુંકું ને ટંકશાળી
ये पर्यायेषु निरतास्ते ह्यन्यसमयस्थिताः ।
आत्मस्वभावनिष्ठानां ध्रुवा स्वसमयस्थितिः ॥ (श्लोक २/२६)
પર્યાયમાં આર્સાક્ત = અન્યદર્શનમાં ર્માર્થાત, આત્મસ્વભાવમાં નિષ્ઠા = સ્વસમયમાં સ્થિરતા.
लिप्यते पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गलैरहम् ।
चित्रव्योमाञ्जनेनेव ध्यायन्निति न लिप्यते ॥ ( श्लोक २ / ३७)
પુદ્ગલો વડે પુદ્ગલનો સ્કન્ધ લેપાય છે. હું પુદ્ગલો વડે લેપાતો નથી. જેમ કાજળ દ્વા૨ા ચીત૨વામાં આવતું આકાશ કાજળથી લેપાતું નથી તેમ.
स्थैर्याधानाय सिद्धस्यासिद्धस्यानयनाय च ।
भावस्यैव क्रिया शान्तचित्तानामुपयुज्यते ॥ ( श्लोक ३/१२)
ઉત્પન્ન થયેલા ભાવોની સ્થિરતા લાવવા માટે અને અનુત્પન્ન ભાવોને ઉત્પન્ન ક૨વા