SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૪૧ ‘ને ગયા' કૃતિ વાક્યવિવારઃ ૯૩ वस्तुनोऽनन्तधर्मात्मकतया विविधस्वरूपालिङ्गितत्वान्नयभेदेन नानाप्रतीत्युपपत्तेः । न चैवं सति केन नयेમિनार्थस्वरूपनिर्णयः ? कथं वा व्यवहारः स्यात् ? इति शङ्कनीयम्, यतः अभिप्रेताश्रयेणैव मतसमुचितांशावलम्बनेनैव जायमानो निर्णयः व्यवहारकः = तथाविधव्यवहारकारी । यथाऽऽदिनाथसम - वसरणे तीर्थङ्करजीवजिज्ञासवे भरतचक्रवर्तिने वृषभदेवेन नैगमनयमवलम्ब्य मरिचिनिर्देशोऽकारि । हिंसादिग्रस्तजीवानुद्दिश्य सङ्ग्रहनयेन प्रवृत्तम् 'एगे आया' (स्था. १/१/१०) इति स्थानाङ्गसूत्रं 'आत्मवत्सर्वभूतेषु वर्तितव्यमि'ति व्यवहारकारि । बद्धतीर्थङ्करकर्मणि चरमशरीरिणि जाते व्यवहारनयतः तीर्थङ्करत्वं विनिश्चित्येन्द्रादीनां जिनजन्ममहोत्सवादिप्रवृत्तिरित्यादि यथायथमवसेयम् । ततश्च संशयोऽप्यनवकाशः तत्तन्नयानुविद्धप्रमाणतः वस्तुनः परस्परविरुद्धानन्तधर्मात्मकत्वेऽपि क्षयोपशमविशेषाधीनात्मलाभेनाऽपेक्षाविशेषेण प्रतिनिय - तधर्मपरिच्छेदाभ्युपगमात् । अनभिमतायोग्यांशाश्रयणेन जायमानो वस्तुस्वरूपनिर्णयः तद्व्यवहारो वा नौचित्यकिन्त्वपेक्षामञ्चतीति तु ध्येयम् । तदुक्तं न्यायखण्डखाये - ' न ह्यैकत्र नानाविरुद्धधर्मप्रतिपादकः स्याद्वादः, भेदेन तदविरोधद्योतकस्यात्पदसमभिव्याहृतवाक्यविशेष' (पृ. ४२८) इति ॥ १/४१ ॥ ननु भवद्भिरनेकान्तवादे एकान्तवादोऽभ्युपगम्यते न वा ? आद्यपक्षे एकान्तवादप्रवेशापातः । द्वितीयपक्षे ન હોય - તો તીર્થકર શબ્દના વાચ્યરૂપે અસત્ જ છે. આવો એવંભૂત નયનો અભિપ્રાય છે. આ રીતે અલગ અલગ નયના મતથી વસ્તુસ્વરૂપવિષયક બોધ સ્પષ્ટ રીતે બદલાય છે. છતાં પણ વસ્તુનું સ્વીકૃત સ્વરૂપ સ્પષ્ટ જ છે. માટે સ્યાદ્દાદીની સભામાં કોઈ પણ ક્ષતિ આવતી નથી, કારણ કે વસ્તુ અનન્તધર્માત્મક હોવાના લીધે વિવિધ સ્વરૂપોથી યુક્ત હોવાથી અલગ અલગ નયથી અનેકવિધ પ્રતીતિ સંભવી શકે છે. ‘છતાં પણ કયા નયથી અર્થસ્વરૂપનો નિર્ણય કરવો તથા વ્યવહાર પણ કેવી રીતે કરવો. ? '' - આવી શંકા ન કરવી. કારણ કે વસ્તુના અભિપ્રેત અને યોગ્ય એવા અંશનું અવલંબન કરીને જ ઉત્પન્ન થનારો નિર્ણય તથાવિધ વ્યવહારને કરનારો છે. જેમ કે (૧) આદિનાથ ભગવાનના સમવસરણમાં ‘“હે ભગવાન ! આ ૧૨ પર્ષદામાં કોઈ તીર્થંકરનો જીવ છે ખરો ?'' - આવી જિજ્ઞાસા કરનાર ભરત ચક્રવતીને ઋષભદેવ ભગવાને નૈગમ નયનો = - આશ્રય કરીને ‘‘તારો પુત્ર રિચિ તીર્થંકરનો જીવ છે’ આવો નિર્દેશ કર્યો. (૨) હિંસા વગેરમાં ડૂબેલા જીવને ઉદ્દેશીને સંગ્રહ નયને આશ્રયીને પ્રવૃત્ત થયેલ ‘ì ગાવા’. આવું સ્થાનાંગસૂત્ર આત્મવત્ સર્વભૂતેષુ વર્તિતત્ર્યમ્ - આવો અભ્રાન્ત વ્યવહાર કરાવનાર છે. (૩) છેલ્લા ભવમાં જન્મેલા તીર્થંકરનામકર્મવાળા જીવમાં વ્યવહારનયથી તીર્થંકરપણાનો નિશ્ચય કરીને ઈંદ્ર વગેરેની જિનજન્મમહોત્વ વગેરે સ્વરૂપ સફળ પ્રવૃત્તિ પ્રસિદ્ધ છે આ રીતે અલગ અલગ નયથી થતો યથાયોગ્ય નિરાબાધ અમોઘ વ્યવહાર જાણી લેવો. આમ વસ્તુના સ્વરૂપને વિશે સંશય થવાને અવકાશ રહેતો નથી. કારણ કે અલગ અલગ નયોથી ગર્ભિત એવા પ્રમાણને અવલંબીને વસ્તુ પરસ્પરવિરૂદ્ધ અનંતધર્માત્મક હોવા છતાં પણ વિશેષ પ્રકારના ક્ષયોપશમથી પ્રાપ્ત થનાર વિશેષ અપેક્ષા દ્વારા વસ્તુના પ્રતિનિયત ધર્મનો નિશ્ચય સ્વીકારવામાં આવે છે. વસ્તુના અનભિમત, અયોગ્ય એવા અંશને આશ્રયીને થતો વસ્તુસ્વરૂપવિષયક નિર્ણય કે વ્યવહાર ઉચિત નથી જ, ન્યાયખંડખાધમાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જ જણાવ્યું છે કે —> એક જ વસ્તુમાં અનેક વિરૂદ્ધ ધર્મને બતાવનાર વાકય એ કાંઈ સ્યાદ્દાદ નથી, પરંતુ વિશેષ પ્રકારની અપેક્ષા દ્વારા વિલક્ષણ ધર્મોમાં રહેલા અવિરોધને જગાવનાર એવા ‘સ્યાત્’ પદથી ગર્ભિત વિશેષ પ્રકારનું વાક્ય એ જ સાાદ છે. – આ વાત ધ્યાનમાં રાખવી. (૧/૪૧)
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy