SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષ—કિરણ ૧/૩૧ 8 ગામવેરાયાપવિવાર: ૪ ૭૯ एकत्रापेक्षाभेदेनैकत्वानेकत्वसमावेशोपदर्शनद्वारा विभज्यवादमाविष्कृत्यैकत्रैव विवक्षाभेदेन नित्यत्वानित्यत्वसमावेशं समर्थयति - प्रदेशार्थविचारतः = अक्षयाव्ययाऽसङ्ख्येयप्रदेशविवक्षातः अहं अक्षयः = ध्वंसाऽप्रतियोगी अव्ययश्च = आंशिकेनाऽपि व्ययेन शून्यः अस्मि, आत्मप्रदेशानां क्षयाभावात् कतिपयानामपि तेषां व्ययाभावात् । आत्मनः स्वप्रदेशेभ्योऽपृथग्भूतत्वादक्षयत्वमव्ययत्वञ्चोपपत्तिमत् । इत्थश्च हस्तिकुन्थुप्रभृतिदेहधारणे आत्मनः देहापेक्षया चयापचयधर्मवत्त्वेऽपि स्वप्रदेशापेक्षया चयापचयधर्मविरहो विद्योतितः। न हि हस्तिदेहाङ्गीकारे आत्मप्रदेशा वर्धन्ते कुन्थुशरीरस्वीकारे वात्मप्रदेशाः क्षीयन्ते, तेषामन्यूनानतिरिक्तकृत्स्नलोकाकाशप्रदेशसङ्ख्यापरिमितत्वादित्यधिकमस्मत्कृतायां जयलताभिधानायां स्याद्वादरहस्यटीकाकायामवगन्तव्यम् । ___ 'अनेकभूतभावभविको भवान् ?' इति सोमिलप्रश्नमुद्दिश्य 'पर्यायार्थपरिग्रहात् = विविधविषयकोपयोगमपेक्ष्य अनेकभूतभावात्मा = विविधविनष्टपर्यायस्वरूप उपलक्षणात् नानाविधवर्तमानपर्यायात्मकोऽनेकविधभविष्यत्पर्यायलक्षणोऽहमस्मि' इत्येवमुवाच वर्धमानस्वामी । युक्तञ्चैतत्, अतीतानागतवर्तमानकालीनानेकविषयकोपयोगानामात्मनः कथञ्चिदभिन्नत्वात्, उपयोगपर्यायानामनित्यत्वाच्च, तदपेक्षयाऽऽत्मनोऽनित्यत्वमप्यनाविलमेवेति स्याद्वादसिद्धिः परमेश्वरेण प्रदर्शिता व्याख्याप्रज्ञप्तौ ॥१/३१।। नन्वेवमेकत्र नयापेक्षयकान्तस्थापने अनेकान्तो विगच्छेत् अनेकान्तरूपतास्थापने चैकान्तो विलीयेतेत्य નેકાન્તાસિદ્ધિદેવ ? રૂત્યારાફ્રાયમીઠું - ‘દ્રયોઃ” તિ | ગ્રંથકારથી જણાવે છે કે – અક્ષય, અવિનાશી, અસંખ્ય એવા આત્મપ્રદેશની વિવેક્ષાથી હું જેનો ક્યારેય પણ નાશ ન થાય તેવો (ધ્વંસાપ્રતિયોગી) અક્ષય છું અને આંશિક પણ વ્યયથી રહિત છે, કેમ કે આત્મપ્રદેશોનો ક્યારેય નાશ થતો નથી. તેમ જ તેમાંથી એક પણ આત્મપ્રદેશનો કયારેય ઘટાડો પણ નથી થતો. આત્મપ્રદેશોથી આત્મા અમૃથભૂત હોવાથી આત્મપ્રદેશની અપેક્ષાએ આત્મામાં અક્ષયપણું અને અવ્યયપાણુ યુકિતસંગત છે. આમ હાથી,કંથવા વગેરેના શરીર ધારણ કરતી વખતે દેહના કદની અપેક્ષાએ ચયાપચય થવા છતાં પણ આત્મપ્રદેશોની અપેક્ષાએ ચય-અપચય-વૃદ્ધિનહાનિ) નો અભાવ સૂચિત થાય છે. હાથીનું શરીર ધારણ કરવા છતાં પણ આત્મપ્રદેશો વધતા નથી તેમજ કુંથવાનું શરીર સ્વીકારતા છતાં પણ આત્મપ્રદેશો ઘટતાં નથી, કારણ કે સંપૂર્ણ લોકાકાશના પ્રદેશની સંખ્યા જેટલાં જ પ્રત્યેક આત્માના પ્રદેશો છે, તેનાથી ઓછા કે વધારે નહિ. આ વિષયનો વધુ વિસ્તાર સ્યાદ્વાદરહસ્ય ગ્રંથની અમે બનાવેલી જયલતા ટીકામાં (૩ ભાગ) જાણવો. “હે ભગવાન ! શું આપ અનેક અતીત-અનાગત પર્યાયાત્મક છો ?' આવા સોમિલ બ્રાહ્મણના પ્રશ્નને ઉદ્દેશીને ભગવાને જવાબ આપ્યો કે “વિવિધવિષયક ઉપયોગ સ્વરૂપ પર્યાયનયની અપેક્ષાએ હું વિવિધ વિનષ્ટપર્યાય સ્વરૂપ છું' ઉપલક્ષણથી અનેક પ્રકારના વર્તમાન અને ભાવી પર્યાયસ્વરૂપ છું. આ વાત યોગ્ય જ છે. કારણ કે અતીત, અનાગત, વર્તમાનકાલીન વિવિધવિષયક અનેક ઉપયોગો આત્માથી કથંચિત અભિન્ન છે. તેથી પર્યાયની અપેક્ષાએ અનિત્યતા આત્મા સ્વીકારવામાં કોઈ વાંધો નથી. આ રીતે સ્યાદ્વાદની સિદ્ધિ ભગવતીસૂત્રમાં બતાવેલ છે. (૧/૩૧) અહીં પ્રશ્ન થાય કે ‘પૂર્વોકત રીતે નયની અપેક્ષા દ્વારા એક વસ્તુમાં એકાંતની સ્થાપના કરવામાં આવશે તો અનેકાંત દૂર થઈ જશે. અને અનેકાંત સ્વરૂપની સ્થાપના કરવામાં આવશે તો એકાંત દૂર થઈ જશે.” તેથી અનેકાંતની સિદ્ધિ નહિ થાય.' તો તેના સમાધાન માટે ગ્રંથકારથી જણાવે છે કે –
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy