________________
અધ્યાત્મોપનિષત્રકરણ ૧/૨૫ % બનાયતનારિસંવિવાર: હe
अथ हिंसा भावकृतो दोषः, क्लिष्टपरिणामतः करणे एव हिंसा दूषणमित्यर्थः । दाहस्तु न तथा = क्लिष्टभावं विनाऽपि दोष एव, बाह्यदोषत्वात् । न ह्यशुभपरिणामादेव दाहः तापजनकः, शुभपरिणामात्तु नेति समस्ति । इत्थञ्च दाहस्य भावनिरपेक्षदूषणत्वेऽपि हिंसाया भावसापेक्षदूषणत्वात् वैदिकहिंसा निर्दोषैवेति चेत् ?
अत्रोच्यते -> भूत्यर्थं = भौतिकभोगैश्वर्यादिप्राप्तिकृते तद्विधानेऽपि = वेदविहित-पशुहिंसाकरणेऽपि मनोऽशुद्धिलक्षणो भावदोषः कथं गतः ? स्वर्गादिप्राप्त्यर्थं तांस्तान् देवानुद्दिश्य प्रातिस्विकरूपेण कर्तनकदर्थनया कान्दिशीकान् कृपणपञ्चेन्द्रियान् शौनिकाधिकं मारयतां कृत्स्नसुकृतव्ययेन दुर्गतिमेवानुकूलयतां दुर्लभः शुभपरिणामः । स्याद्वादिनां श्रावकाणां तु अनन्योपायत्वेन बहुतरासत्प्रवृत्तिविनिवृत्तिप्रधान-विधिविशुद्धयतनया अत्यन्तापकृष्टचैतन्यानां पृथिव्यादिजीवानां जिनायतनादौ वधेऽपि स्वल्पपुण्यव्ययेनापरिमितपुण्यप्राप्तिप्रवणः पावनपरिणामः जिनभक्ति-सम्यक्त्वनिर्मलतादिहेतुः निराबाध एव । -> अनेकानि सहस्राणि कुमारब्रह्मचारिणाम् । दिवं गतानि विप्राणामकृत्वा कुलसन्ततिम् ॥ <- इति आपस्तम्भसूत्रवचनात् ब्रह्मचर्यपालनात् એ છે કે ઐશ્વર્ય માટે હિંસાનું વિધાન કરવા છતાં પણ તેમાં ભાવ દોષ કેમ દૂર થાય ? (૧/૨૫)
(હિંસામાં ભાવસાપેક્ષ દોષનો વિચાર છે ટીકાર્થ :- અહીં વૈદિક લોકો તરફથી એવી દલીલ કરવામાં આવે છે કે – હિંસા એ ભાવસાપેક્ષ દોષ છે. અર્થાત ક્લિષ્ટ પરિણામથી હિંસા કરવામાં આવે તો જ એ દોષરૂપ છે. જ્યારે દાહ તેવો નથી. મતલબ કે ક્લિષ્ટ ભાવ વિના પણ એ દોષ જ છે. કારણ કે દાહ એ તો બાહ્ય દોષ છે. ક્લિટ પરિણામથી જ થતો દાહ એ તાપ, બળતરા, ઉત્પન્ન કરે અને શુભ પરિણામથી થતો દાહ બળતરાને ન કરે એવું નથી. આ રીતે દાહ એ ભાવનિરપેક્ષ દૂષણ હોવા છતાં પણ હિંસા એ ભાવસાપેક્ષ દૂષણ હોવાથી વૈદિક હિંસા એ નિર્દોષ જ છે. -
મત્રો | પરંતુ આ દલીલ વાહિયાત છે, કારણ કે ભૌતિક ભોગ, ઐશ્વર્ય વગેરેની પ્રાપ્તિ માટે વેદવિહિત પશુહિંસા કરવામાં પણ મનની અશુદ્ધિ સ્વરૂપ ભાવ દોષ કેવી રીતે ચાલ્યો જાય ? કારણ કે સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ માટે તે તે દેવોને ઉદ્દેશીને વ્યક્તિગત રૂપે સ્પષ્ટ ચેતન્યવાળા રાંક પંચેન્દ્રિય જીવોને કસાઈ કરતાં પણ વધારે દૂર રીતે યાજ્ઞિક મારતા હોય છે તે વખતે તે જીવો કપાવાની કદર્થનાને સ્પષ્ટ અનુભવે છે, અને “કઈ દિશામાં ભાગી જાઉં?' એવી ઈચ્છાથી ચારે બાજુ જોતાં હોય છે. આ રીતે બેબાકળા થયેલા પશુઓને મારીને કઠોર અને નઠોર બનેલા યાલિકો પોતાના તમામ સુકૃતના ખર્ચે દુર્ગતિને જ ઉત્પન્ન કરી રહેલા હોવાથી તેમને શુભ પરિણામ હોવો અત્યંત દુર્લભ છે.
થાત્ ૦ અહીં એક વાત ખ્યાલમાં રાખવી કે જિનાયતન આદિ કાર્યમાં સ્યાદ્વાદી શ્રાવકો દ્વારા જે જીવહિંસા થતી હોય છે તે (૧) પ્રાયઃ અત્યંત અસ્પષ્ટ ચેતન્યવાળા પૃથ્વી વગેરે એકેન્દ્રિય જીવોની થાય છે. (૨) વળી, અનેક મહાઆરંભની પ્રવૃત્તિથી નિવૃત્તિ મેળવવાના ઉદ્દેશથી ત્યાં ઓછામાં ઓછી હિંસા થાય તે માટે વિધિવિશુદ્ધ થતનાનું પાલન, સાવધાની હોય છે. (૩) વળી, સંસારી ગૃહસ્થને સર્વથા અહિંસક એવા અન્ય ઉપાયોનો અભાવ હોવાથી જ એટલી હિંસા સેવવી પડે છે. (૪) વળી, આ જે અનિવાર્ય હિંસા થતી હોય છે તેમાં શ્રાવકને ભૌતિક સુખ સમૃદ્ધિને મેળવવાનો ઉદ્દેશ નથી હોતો, પરંતુ જિનભક્તિ, સમ્યકત્વનિર્મળતા, વિરતિપ્રાપ્તિ અને મુકિત વગેરે જ ઉદ્દેશ્ય હોય છે. તેથી તે હિંસા નૃણામૂલક નથી. આ ચાર હેતુના કારણે
ત્યાં અલ્પ પુણ્યનો વ્યય થાય છે. અને અપરિમિત પુણ્યની પ્રાપ્તિ થાય જ છે. આમ વૈદિક હિંસા અને જિનાયતન સંબંધી થતી હિંસામાં આકાશ-પાતાળનું અંતર રહેલું છે.
વળી, આપસંભસૂત્રમાં જણાવેલ છે કે – કુમારપણાથી જ બ્રહ્મચારી એવા હજારો બ્રાહ્મણો કુલસંતતિને = પુત્રોને ઉત્પન્ન કર્યા વિના જ દેવલોકને પામ્યા છે. હું આનાથી ફલિત થાય છે કે બ્રહમચર્યના