________________
શિg:-,
*
***
~~~~~~~~~~ ૪૦૩
તેમણે ‘ઉપદેશકલ્પવલ્લીમાં સાધારણ જૈનશાસ્ત્રોની માન્યતાથી જુદી પડતી ઘણી નવી નવી વાતો લખી છે. તેમણે ૩૬ અધિકારોમાં જુદાં જુદાં મંગલાચરણ કર્યા છે. તે પૈકીના ૧ થી ૨૪માં ઋષભદેવ વગેરે ૨૪ તીર્થકરોની, ૨૫, ૨૬, ૨૭માં ભૂત, વર્તમાન, ભાવિ જિનચોવીશીની, ૨૮માં ૨૦ વિહરમાનોની, ૨૯માં ચાર શાશ્વતા તીર્થકરોની, ૩૦માં પદ્મનાભ વગેરે તીર્થકરોની, ૩૧માં છન્નુ જિનપ્રાસાદોની, ૩૨માં સામાન્ય તીર્થકરોની, ૩૩માં પંદરે ક્ષેત્રોના ત્રણે કાળના તીર્થકરોની, ૩૪માં શત્રુંજય, સમેતશિખર, આબુ અને માંડવગઢ તીર્થોની, ૩પમાં દ્વાદશાંગી બનાવનાર ૪૪૧૦ ગણધરોની અને ૩૬માં અધિકારમાં ભૂત, વર્તમાન, ભાવિકાળની ત્રણે ચોવીશીના ૭૨ તીર્થકરોની સ્તુતિ કરી છે.
નોંધ : અહીં ભિન્નતા એ છે કે, ચોવીશ તીર્થકરોના ૧૪૫ર ગણધરો છે, છતાં પાંત્રીશમાં પલ્લવમાં ૪૪૧૦ ગણધર બતાવ્યા છે, તે વિચિત્ર વસ્તુ છે.
તેમણે પોતાના ગ્રંથમાં આ જીવનહંસસૂરિનો “પ્રાસંગિક પરિચય આપ્યો છે અને કોઈ કોઈ પ્રસંગે ‘નિગમમતની માન્યતાઓ પણ રજૂ કરી છે.
વિદ્વાનો માને છે કે, “મહો. ઈન્દ્રરંસગણિએ જ કુતુબપુરાગચ્છને પલટી, નિગમમતને વ્યવસ્થિત રૂપ આપ્યું.” તે મતની માન્યતાઓ આ પ્રકારે છે. નિગમમત વર્ણન -
પં. ઈન્દ્રરંસગણિ “મન્ડજિણાણેની ટીકા ‘ઉપદેશકલ્પવલ્લી'માં પોતાની ગુરુપ્રશસ્તિમાં જણાવે છે કે, તપગચ્છના આ૦ સોમસુંદરસૂરિ, આ મુનિસુંદરસૂરિ, આઠ જયાનંદસૂરિ અને આ૦ રત્નશેખરસૂરિ વગેરે ગચ્છનાયકો હતા. આ ઉદયનંદસૂરિ, આo સુરસુંદરસૂરિ, આo સોમદેવ, આo લક્ષ્મીસાગરસૂરિ, કાવ્યકલા વડે રાજપ્રતિબોધક આ૦ રત્નમંડનસૂરિ, સમર્થ વિદ્વાન આ૦ સોમજયસૂરિ અને આ૦ ઈન્દ્રનંદિસૂરિ વગેરે આચાર્યો થયા.
તે પૈકીના “આવ ઈન્દ્રનંદિસૂરિ નિગમમતના વ્યાખ્યાનમાં અત્યંત કુશળ હતા.” તેમના શિષ્ય મહો ધર્મહંસ થયા. તેમના શિષ્ય પં. ઈન્દ્રરંસગણિએ સં. ૧૫૫૫માં ‘ઉપદેશકલ્પવલ્લીની પમી ગાથાની ટીકા'માં તીર્થપ્રભાવના વિભાગના ૩૬મા પલ્લવમાં શ્લોક ૩૩૨ થી ૪૩૦ સુધી ‘નિગમશતક' બનાવીને જોડ્યું છે. તેમાં નિગમમતની માન્યતા આપી છે. તેમણે તેમાં નીચે પ્રમાણે હકીકતો રજૂ કરી છે -
સાધુનો આચાર જિનાગમોમાં મળે છે, તેમ શ્રાવકના આચાર માટે નિગમ સાગર જેવો છે. (૩૪૦) જિનાગમોના અને વેદોના અર્થ બરાબર સમજવા હોય તો, તે નિગમથી જ સમજી શકાય. એટલે (૧) સાધુ, (૨) શ્રાદ્ધદેવ અને (૩) શ્રાવકની ક્રિયાઓ નિગમથી જ નક્કી થાય છે. (૩૪૪)
આ રીતે સાધુ, સાધ્વી, શ્રાદ્ધદેવ, શ્રાદ્ધદેવી, શ્રાવક અને શ્રાવિકા એમ છ પ્રકારનો સંઘ બને છે. આગમ અને નિગમનો પરમાર્થ જાણવો હોય તો “પોતાના શાસન પ્રત્યેનો મારાપણાનો રાગ” અને “પરશાસન પ્રત્યેનો પરાયાપણાનો દ્વેષ” છોડવા જોઈએ. (૩૪૭)
જો “સાચી વસ્તુમાં પ્રેમ” હોય, તો જ ખોટી વસ્તુ પ્રત્યે અભાવ થાય. સાચા-ખોટાનો નિર્ણય થવાથી વિશુદ્ધ ધર્મસંપત્તિ મળે છે. (૩૪૮)