SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ परिशिष्टः-५ તપાગચ્છ કુતુબપુરા શાખા-નિગમમત ૫૭. આ. ઈન્દ્રનંદિસૂરિ – તપાગચ્છીય ભગવંત લક્ષ્મસાગરસૂરિએ નવા ૧૧ આચાર્યો બનાવ્યા તેમાં ૧૧મા આચાર્ય ઈન્દ્રનંદિસૂરિનું નામ પણ મળે છે. એટલે સ્પષ્ટ છે કે, ભગવાન લક્ષ્મીસાગરસૂરિએ સં. ૧૫૨૮માં અમદાવાદના અકમીપુરમાં પતા ઓશવાલ અને તેના ભાઈ હરિચંદ ઓશવાલે કરેલા ઉત્સવમાં ઉપાધ્યાય ઈન્દ્રનંદિને આચાર્યપદ આપ્યું. (પ્રકરણ-૫૩, પૃ. ૨૨૮) આચાર્ય ઈન્દ્રનંદિસૂરિએ વિ.સં. ૧૫૫૮માં પાટણ પાસેના કુતપુર (કુતપ્રભ કે કુતુબપુર) ગામમાં ગચ્છભેદ કરી, પોતાની સ્વતંત્ર ગાદી સ્થાપિત કરી, નવો કુતુબપુરા મત ચલાવ્યો. મહોપાધ્યાય ઈન્દ્રરંસગણિ જ લખે છે કે, “આચાર્ય ઈન્દ્રનંદિસૂરિ નિગમમતનું વર્ણન કરવામાં નિપુણ હતા.” (જુઓ, ઉપદેશકલ્પવલ્લી) આ ઈન્દ્રનંદિના શિષ્ય - x x x પ્રાકૃત ભાષામાં “વૈરાગ્યકુલક” (ગા. ૩૦) બનાવ્યું. (-જૈન સત્યપ્રકાશ, ક્રમાંક : ૧૫૮) આ ઈન્દ્રનંદિસૂરિએ સં. ૧૫૫૮માં કુતુબપુરમાં પોતાના શિષ્યને આચાર્યપદ આપી, ત્યાંનો ગાદીપતિ સ્થાપ્યો. તેમનાથી “કુતુબપુરા ગચ્છ' નીકળ્યો. આ ગચ્છનું બીજું નામ “કુતપુરગચ્છ' પણ મળે છે. (વીરવંશાવલી, પૃ. ૨૧૮) આ૦ કમળકલશે સં. ૧૫૫૫માં “કમલકલશા ગચ્છ' સ્થાપ્યો હતો. આ રીતે તપાગચ્છમાં બે શાખા ગચ્છો નીકળવાથી આ હેમવિમલસૂરિની મૂળ શ્રમણ પરંપરા તો તપાગચ્છ તરીકે જ ઓળખાતી હતી. પરંતુ ઉપરના બે ગચ્છો નીકળ્યા ત્યારે આ હેમવિમલસૂરિ પાલનપુરમાં હતા, આથી તેમની મૂળ પરંપરા પાલનપુરાગચ્છ તરીકે પણ ઓળખાતી થઈ. ઉપર બતાવેલ કુતુબપુરાગચ્છમાંથી નિગમમત નીકળ્યો. આ ઈન્દ્રનંદિની પટ્ટપરંપરા આ રીતે મળે છે - ૫૮. આ ધર્મહંસસૂરિ – અમદાવાદના મંત્રી મેઘજીએ સં. ૧૫૫૫માં અમદાવાદમાં તેમને આચાર્યપદ અને તેમના મુખ્ય શિષ્ય પં. ઈન્દ્રાંસને ઉપાધ્યાયપદ અપાવ્યું. આ ધર્મહંતસૂરિને ૧ - આ૦ ઈદ્રાંસ, ૨ - આ સૌભાગ્યનંદિ, ૩ – પં. સિદ્ધાંતસાગરગણિ વગેરે શિષ્યો હતા. ૫૯. આ ઈન્દ્રાંસસૂરિ – તે મોટા વિદ્વાન હતા. તેમના ઉપદેશથી વિરમગામના ખીમજી પોરવાડે સં. ૧૫૪૮માં “શાંતિનાથચરિત્ર” લખાવ્યું. (પ્રશસ્તિસંગ્રહ, ભાગ ૨, પ્રશ. નં. ૧૯૯) ગ્રંથો : તેમણે ગણિપદમાં સં. ૧૫૫૪માં ‘ભુવનભાનુચરિત્ર' ગદ્ય તેમજ સં. ૧૫૫૫માં “મહજિણાણની સઝાય, ગાથા-પની મોટી ટીકા ઉપદેશ કલ્પવલ્લી શાખા-૫, પલ્લવ-૩૯ બનાવી અને મહોપાધ્યાયપદમાં સં. ૧૫૫૭માં “બલિનરેન્દ્ર કથા' વગેરે બનાવ્યાં.
SR No.023419
Book TitleMannaha Jinan Aanam Swadhyay
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages468
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy