________________
દેવોમાં વિશેષથી ગતિ
૬૩ વર્ષના આયુષ્યવાળા શેષ મનુષ્યો-તિર્યંચોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ પલ્યોપમ છે, અને તેઓ સમાન કે હીન સ્થિતિવાળા દેવોમાં જ ઉત્પન્ન થાય.
સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ દેવોમાં ઉત્પન્ન થાય તો ભવનપતિ-વ્યન્તરમાં ઉત્પન્ન થાય, કેમકે તેઓ પલ્યોપમ/અસંખ્ય આયુષ્યવાળા દેવોમાં જ ઉત્પન્ન થાય.
શેષ મનુષ્યો-પંચેન્દ્રિયતિર્યંચો ચારે પ્રકારના દેવોમાં ઉત્પન્ન થઇ શકે.
બાલતપ કરનારા, દ્રવ્યાદિમાં આસક્ત, ઉત્કટ રોષવાળા, તપના ગૌરવવાળા, વૈરવાળા જીવો મરીને અસુરાદિ ભવનપતિમાં ઉત્પન્ન થાય છે.
દોરડાનો ફાંસો ખાઈને, વિષભક્ષણ કરીને, અગ્નિ કે પાણીમાં પ્રવેશીને, પર્વત ઉપરથી પડીને, ભૂખ-તરસથી પીડાઈને મરણ પામેલા જીવો શુભ અધ્યવસાય હોય તો વ્યન્તર થાય છે.
દેવલોકમાં જીવોનો ઉત્કૃષ્ટ-જઘન્ય ઉપપાત ક્ર. જીવો
| ઉત્કૃષ્ટ ઉપપાત | જઘન્ય ઉપપાત |૧| તાપસ
| જયોતિષ સુધી | રવ્યન્તર ચરક-પરિવ્રાજક
બ્રહ્મલોક સુધી વ્યત્તર
૧. તાપસ = વનમાં રહેનારા, મૂળ-કન્દ-ફળ ખાનારા. ૨. તાપસાદિનો આ જઘન્ય ઉપપાત સ્વાચારમાં રહેલાને હોય છે, સ્વાચારથી
ભ્રષ્ટ થયેલાને નહીં. ૩. ચરક = ૪-૫નુ ટોળુ ભેગુ ભિક્ષા માગે છે. ૪. પરિવ્રાજકઃકપિલ મતને અનુસરનારા.