________________
૨૮૬
મૂળગાથા - શબ્દાર્થ અચિત્તજણિ સુર-નિરય, મીસ ગર્ભે તિબેય સેસાણં ! સીઉસિણ નિરયસુરગર્ભ, મીસ ઉસિણ સેસ તિહા ર૯લા.
દેવો-નારકો અચિત્ત યોનિ વાળા છે, ગર્ભજ જીવો મિશ્ર યોનિ વાળા છે, શેષ જીવો ત્રણ પ્રકારની યોનિવાળા છે. નારકો શીત અને ઉષ્ણ યોનિવાળા છે. દેવો અને ગર્ભજ મનુષ્યો-તિર્યંચો મિશ્ર યોનિવાળા છે, તેઉકાય ઉષ્ણ યોનિ વાળા છે, શેષ જીવો ત્રણ પ્રકારની યોનિવાળા છે. (૨૯૯). હયગર્ભ સંખવત્તા, જોણી કુમુન્નયાઈ જાયંતિ | અરિહ હરિ ચક્રિ રામા, વંસીપત્તાઈ સેસનરા ૩૦oll
શંખાવર્ત યોનિ ગર્ભને હણી નાખે છે. કુર્મેન્નત યોનિમાં અરિહંત, વાસુદેવ, ચક્રવર્તી અને બળદેવ ઉત્પન્ન થાય છે. શેષ મનુષ્યો વંશીપત્રા યોનિમાં ઉત્પન્ન થાય છે. (૩૦૦) આઉમ્સ બંધકાલો, અબાહકાલો ય અંતસમઓ ય ! અપવત્તણણપવત્તણ, વિક્કમણુવર્કીમા ભણિયાઓl૩૦૧/
આયુષ્યના બંધકાલ, અબાધાકાલ, અંતસમય, અપવર્તન, અનપવર્તન, ઉપક્રમ, અનુપક્રમ કહ્યા છે. (૩૦૧) બંધત્તિ દેવનારય, અસંખતિરિનર છમાસ?સાઊ . પરભવિયાઉં સંસા, નિરૂવક્રમ તિભાગસેસાઊ ૩૦રા સોવક્કમાલયા પુણ, સેસતિભાગે અહવ નવમભાગે ! સત્તાવીસઈમે વા, અંતમુહુવંતિમે વાવિ li૩૦૩
દેવો - નારકો - અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યોતિર્યંચો છ માસ આયુષ્ય બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે. શેષ નિરુપક્રમ આયુષ્યવાળા જીવો ત્રીજો ભાગ આયુષ્ય