________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૮૫
પૃથ્વીકાય વગેરે દરેકની ૭ લાખ, પ્રત્યેક-અનંતકાય વનસ્પતિકાયની ક્રમશઃ ૧૦ લાખ અને ૧૪ લાખ, વિકલેન્દ્રિયની દરેકની ૨ લાખ, દેવો-નારકો-તિર્યંચોની ૪-૪ લાખ મનુષ્યોની ૧૪ લાખ યોનિ છે. (૨૯૪). જોણણ હોંતિ લકખા, સત્રે ચુલસી ઈદેવ ઘેપ્પતિ સમવણાઈસમેઆ, એગત્તણેવ સામના ર૯૫
બધી મળીને ૮૪ લાખ યોનિ છે. સમાન વર્ણ વગેરેથી યુક્ત હોવાથી એકપણા વડે જાતિરૂપ થયેલી યોનિઓનું આ ૮૪ લાખ યોનિમાં જ ગ્રહણ થઈ જાય છે. (૨૯૫) એગિદિએસુ પંચસુ, બાર સગ તિ સત્ત અઠવીસા યT વિગલેસુ સત્ત અડ નવ, જલ-ખહ-ચઉપય-ઉરગ ભયગે રહો . અદ્ધતેરસ બારસ, દસ દસ નવાં નરામર નરએ બારસ છવ્વીસ પણવીસ, હુત્તિ કુલકોડિલમ્બાઈ ર૯૭.
પાંચ એકેન્દ્રિયોમાં ક્રમશઃ ૧૨ લાખ, ૭ લાખ, ૩ લાખ, ૭ લાખ, ૨૮ લાખ, વિકસેન્દ્રિયમાં ક્રમશઃ ૭ લાખ, ૮ લાખ, ૯ લાખ, જલચર-ખેચર-ચતુષ્પદ-ઉરપરિસર્પ-ભુજપરિસર્પમાં ક્રમશઃ સાડા ૧૨ લાખ - ૧૨ લાખ – ૧૦ લાખ - ૧૦ લાખ - ૯ લાખ, મનુષ્ય-દેવ-નારકમાં ક્રમશઃ ૧૨ લાખ - ૨૬ લાખ - ૨૫ લાખ કુલકોટી છે. (૨૯૬- ૨૯૭) ઈગ કોડિ સત્તનવઈ, લમ્બા સઢા કુલાણ કોડીણું સંવુડજોણિ સુરેનિંદિનારયા, વિયડ વિગલ ગજ્જુભયા ર૯૮
કુલ ૧,૯૭,૫૦,૦૦૦ કુલકોટી છે. દેવો-એકેન્દ્રિય-નારકો સંવૃત (ઢંકાયેલી) યોનિવાળા છે, વિકસેન્દ્રિય વિવૃત (પ્રગટ) યોનિવાળા છે. ગર્ભજ જીવો સંવૃત-વિવૃત યોનિવાળા છે. (૨૯૮)