________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૮૩ અંતર્મુહૂર્ત ગયે છતે અને અંતર્મુહૂર્ત શેષ હોતે છતે પરિણામ પામેલી લેશ્યાઓ વડે જીવો પરલોકમાં જાય છે. (૨૮૪) તિરિ-નર આગામિભવલેસ્સાએ, અઈગયે સુરા નિરયા પુવભવલેસ્સસેસે, અંતમુહુરે મરણમિતિ ર૮પી.
તિર્યંચો અને મનુષ્યો આગામી ભવની વેશ્યાનું અંતર્મુહૂર્ત ગયે છતે અને દેવ-નારકો પૂર્વભવની વેશ્યાનું અંતર્મુહૂર્ત બાકી હોતે છતે મરણ પામે છે. (૨૮૫) અંતમુહુરૂઠિઈઓ, તિરિયનરાણે હવન્તિ લેસ્સાઓ. ચરિમા નરાણ પુણ, નવવાર્ણા યુવકોડી વિ ૨૮૬ll
તિર્યંચો-મનુષ્યોની લેશ્યાઓ અંતમૂહુર્ત સ્થિતિવાળી હોય છે. મનુષ્યોની છેલ્લી (શુક્લ) લેશ્યા ૯ વર્ષ જૂન ૧ પૂર્વક્રોડ વર્ષની પણ હોય. (૨૮૬). તિરિયાણ વિ ઠિપમુહં, ભણિયમસેસ પિ સંપર્ય વચ્છે ! અભિહિયદારક્લહિય, ચઉગઈજીવાણ સામન્ન ર૮થા
તિર્યંચોનું પણ સ્થિતિ વગેરે બધું ય કહ્યું. હવે કહેલા દ્વારથી અધિક ચારે ગતિના જીવોને વિષે સામાન્યથી કહીશ. (૨૮૭). દેવા અસંખનરતિરિ, ઈત્થી પુવેય ગર્ભનરતિરિયા સંખાઉયા તિવેયા, નપુંસગા નારયાઈઆ ર૮૮
દેવો, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-તિર્યંચો સ્ત્રીવેદી અને પુરુષવેદી છે. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યો-તિર્યંચો ત્રણ વેદવાળા છે. નારકી વગેરે નપુંસકદવાળા છે. (૨૮૮)