________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૬૧ ૧૦,૦૦૦ વર્ષથી ઉપર સમય વગેરેથી માંડીને ૧ સાગરોપમથી ઓછા આયુષ્યવાળા બાકીના દેવોના આહાર અને ઉચ્છવાસ ક્રમશઃ દિવસ પૃથફલ્વે અને મુહૂર્તપૃથફલ્વે થાય છે. (૧૮) સરી રેણ ઓયાહારો, તયાઈ ફાસણ લોમઆહારો. પક્સેવાદારો પુણ, કાવલિઓ હોઈ નાયવ્વો ૧૮૧
શરીર વડે ઓજાહાર હોય છે, ત્વચાના સ્પર્શ વડે લોમાહાર હોય છે અને પ્રક્ષેપાહાર કોળીયાનો હોય છે એમ જાણવું. (૧૮૧) ઓયાહારા સર્વે, અપજત્ત પજ્જત લોમઆહારો ! સુર-નિરય-ઈનિંદિ વિણા, સેસા ભવત્થા સપખેવા ૧૮રી.
બધા અપર્યાપ્તા જીવો ઓજાહારવાળા છે, પર્યાપ્તા જીવો લોમહારાવાળા છે, દેવો-નારકો-એકેન્દ્રિય સિવાયના શેષ સંસારી જીવો પ્રક્ષેપ આહારવાળા છે. (૧૮૨) સચિત્તાચિત્તોભયરૂવો, આહાર સવતિરિયાણું ! સવનરાણં ચ તહા, સુરનેરઈયાણ અચ્ચિત્તો ૧૮૩
બધા તિર્યંચોનો અને બધા મનુષ્યોનો આહાર સચિત્ત-અચિત્તઉભયરૂપ છે. દેવો-નારકોનો આહાર અચિત્ત હોય છે. (૧૮૩) આભોગાડણાભોગા, સવૅસિં હોઈ લોમઆહારો ! નિરયાણે અમણુન્નો, પરિણમઈ સુરાણ સમણુન્નો ૧૮૪
બધા જીવોનો લોમાહાર જાણતા અને અજાણતા થાય છે. નારકીઓને તે અશુભરૂપે પરિણમે છે અને દેવોને તે શુભ રૂપે પરિણમે છે (૧૮૪). તહ વિગલનારયાણું, અંતમુહુરા સ હોઈ ઉક્કોસો ! પંચિંદિતિરિનરાણ, સાહાવિઓ છઅટ્ટમઓ ૧૮પ