________________
૨૫૮
મૂળગાથા - શબ્દાર્થ દો કપ્પ કાયસેવી, દો દો દો ફરિસ-રૂવ-સદૃહિં ચઉરો મહેણુવરિમા, અપ્પનિયારા અહંતસુહા ૧૬૬ll
બે દેવલોકના દેવો કાયા વડે મૈથુન સેવનારા છે, બે-બેબે દેવલોકના દેવો ક્રમશઃ સ્પર્શ-રૂપ-શબ્દથી મૈથુન સેવનારા છે, ચાર દેવલોકના દેવો મનથી મૈથુન સેવનારા છે, ઉપરના દેવલોકના દેવો મૈથુન નહીં સેવનારા અને અનંત સુખવાળા છે. (૧૬) જં ચ કામસુહ લોએ, જં ચ દિવ્યં મહાસુહ .. વિયરાયસુહસ્સએ, યંતભાગે પિ નથ્થઈ ૧૬
લોકમાં જે કામસુખ છે અને જે દેવતાઈ મહાસુખ છે તે વીતરાગના સુખના અનંતમા ભાગને પણ યોગ્ય નથી. (૧૬૭) ઉવવાઓ દેવીણે, કણ્વદુર્ગા જા પરઓ સહસ્સારા ! ગમણાગમણે નન્ધી, અચ્ચયપરઓ સુરાણંપિ ૧૬૮
દેવીઓની ઉત્પત્તિ બે દેવલોક સુધી છે, સહસ્ત્રાર પછી દેવીઓનું ગમનાગમન નથી, અશ્રુત દેવલોક પછી દેવોનું પણ ગમનાગમન નથી. (૧૬૮) તિ પલિય તિ સાર તેરસ, સારા કપ્પદુગ તઈય સંત અહો ! કિમ્બિસિય ન હુત્તિ ઉવરિ, અચ્ચમપરઓડભિઓગાઈ ૧૬લા
૩ પલ્યોપમ, ૩ સાગરોપમ અને ૧૩ સાગરોપમ આયુષ્યવાળા કિલ્બિષિયા દેવો બે દેવલોક, ત્રીજા દેવલોક અને લાતંક દેવલોકની નીચે હોય છે. ઉપર કિલ્બિષિયા દેવો નથી હોતા. અશ્રુત દેવલોક પછી આભિયોગિક વગેરે દેવો નથી હોતા. (૧૬૯). અપરિગ્રહદેવીણે, વિમાણલક્ના છ હૃતિ સોહમે ! પલિયાઈ સમયાહિય, ઠિઈ જાસિં જાવ દસ પલિયા ૧૭al