________________
૨૫૦
આભંકરે ય ગિદ્ધી, કેઉ ગરુલે ય હોઈ બોદ્ધવે ખંભે ખંભહિએ પુણ, બંભુત્તર લંતએ ચેવ ॥૧૨૯ આભંકર, ગૃદ્ધિ, કેતુ, ગરુડ - (આ મહાશુક્ર દેવલોકના ઇન્દ્રક વિમાનો) જાણવા. બ્રહ્મ, બ્રહ્મહિત, બ્રહ્મોત્તર, લાંતક (-આ સહસ્રાર દેવલોકના ઇન્દ્રક વિમાનો છે.) (૧૨૯) મહાસુક્કસહસ્સારે, આણય તહ પાણએ ય બોદ્ધવે । પુફેડલંકારે, આરણે અ તહ અચ્ચુએ ચેવ ॥૧૩॥
મહાશુક્ર, સહસ્રાર, આનત અને પ્રાણત - (આ આનતપ્રાણત દેવલોકના ઇન્દ્રક વિમાનો) જાણવા. પુષ્પ, અલંકાર, આરણ અને અચ્યુત (આ આરણ-અચ્યુત દેવલોકના ઇન્દ્રક વિમાનો છે). (૧૩૦)
-
મૂળગાથા - શબ્દાર્થ
સુદંસણ સુર્પાડિબન્ને, મણોરમે ચેવ હોઈ પઢમતિગે । તત્તો ય સવ્વઓભદ્દે, વિસાલએ સુમણે ચેવ ॥૧૩૧॥
(પ્રૈવેયકની) પહેલી ત્રિકમાં સુદર્શન, સુપ્રતિબદ્ધ અને મનોરમ (આ ઇન્દ્રક વિમાનો છે.) ત્યાર પછી (બીજી ત્રિકમાં) સર્વતોભદ્ર, વિશાલ અને સુમન (આ ઇન્દ્રક વિમાનો છે.) (૧૩૧) સોમણસે પીઈકરે, આઈચ્ચે ચેવ હોઈ તઈયતિગે । સવ્વટ્ઝસિદ્ધનામે, સૂરિંદયા એવ બાસટ્ટી ॥૧૩૨ા
ત્રીજી ત્રિકમાં સોમનસ, પ્રીતિકર અને આદિત્ય - (આ ઇન્દ્રક વિમાનો) છે. સર્વાર્થસિદ્ધ નામે (ઇન્દ્રકવિમાન છે.) આમ દેવોના ૬૨ ઇન્દ્રક વિમાનો છે. (૧૩૨)
પણયાલીસં લક્ખા, સીમંતય માણુસં ઉડુ સિવં ચ । અપઇઢાણો સવ્વટ્ટ, જંબૂદીવો ઈમેં લક્ખ ॥૧૩૩॥