________________
૨૪૬
પુવ્વાવરા છલંસા, તંસા પુણ દાહિણુત્તરા બઝ્ઝા । અભિન્તર ચઉરંસા, સવ્વાવિ ય કહ્રાઈઓ ૧૦૮।।
મૂળગાથા - શબ્દાર્થ
પૂર્વ-પશ્ચિમમાં ષટ્કોણ, દક્ષિણ-ઉત્તરમાં બહારની ત્રિકોણ અને અંદરની બધી ય (લંબ)ચોરસ કૃષ્ણરાજીઓ છે. (૧૦૮) ચુલસી અસીઈ બાવત્તિર, સત્તર સટ્ટી ય પક્ષ ચત્તાલા । તુલ્લ સુર તીસ વીસા, દસ સહસ્સ આયરક્ખ ચઉગુણિયા ।।૧૦૯
૧૨ દેવલોકમાં ક્રમશઃ ૮૪,૦૦૦, ૮૦,૦૦૦, ૭૨,૦૦૦, ૭૦,૦૦૦, ૬૦,૦૦૦, ૫૦,૦૦૦, ૪૦,૦૦૦, ૩૦,૦૦૦, ૨૦,૦૦૦, ૧૦,૦૦૦ સામાનિક દેવો છે. તેમનાથી ચારગુણા આત્મરક્ષક દેવો છે. (૧૦૯)
કલ્પેસુ ય મિય મહિસો, વરાહ સીહા ય છગલ સાલૂરા | હય ગય ભુયંગ ખગ્ગી, વસહા વિડિમાઈ ચિંધાઈ ।।૧૧૦
૧૨ દેવલોકમાં દેવોના હરણ, પાડો, ભૂંડ, સિંહ, બકરો, દેડકો, ઘોડો, હાથી, સર્પ, ગેંડો, બળદ, વિડિમ (મૃગવિશેષ) ચિહ્નો છે. (૧૧૦)
દુસુ તિસુ તિસુ કલ્પેસુ, ઘણુદહિ ઘણવાય તદુભયં ચ કમા । સુરભવણપઈટ્ઠાણું, આગાસ પઈક્રિયા ઉર્િં ૫૧૧૧॥
બે, ત્રણ, ત્રણ દેવલોકમાં દેવવિમાનોના આધાર ક્રમશઃ ઘનોષિ, ઘનાવત અને તે બન્ને છે. ઉપરના વિમાનો આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે. (૧૧૧)
સત્તાવીસસયાઈ, પુઢવિપિંડો વિમાણઉચ્ચત્ત । પંચ સયા કપ્પદુગે, પઢમે તત્તો ય ઈક્કિક્કે ૧૧૨॥