________________
મૂળગાથા - શબ્દાર્થ
પઢમંતિમપયરાવલિ, વિમાણ મુહ ભૂમિ તસ્સમાસસ્તું । પયરગુણમિટ્ટકQ, સવ્વર્ગ પુષ્પકિન્નિયર ૧૦૩॥
પહેલા અને છેલ્લા પ્રતરના આવલિકાગત વિમાનોને ક્રમશઃ મુખ અને ભૂમિ કહેવાય. તેનો સરવાળો કરી તેને અર્ધ કરી પ્રતરથી ગુણતા ઇષ્ટ દેવલોકના કુલ (આવલિકાગત) વિમાનો આવે, શેષ પુષ્પાવકીર્ણ વિમાનો છે. (૧૦૩)
૨૪૫
ઈગદિસિપંતિવિમાણા, તિવિભત્તા તંસ ચઉરસા વટ્ટા । તંસેસુ સેસમેગં, ખિવ સેસ દુગસ ઈક્કિક્યું ૧૦૪ તંસેસુ ચઉરંસેસુ ય, તો રાસિ તિગંપિ ચઉગુણૅ કાઉં । વઢેસુ ઈંદયં ખિવ, પયરધણું મીલિયં કપ્તે ॥૧૦૫
એક દિશાના પંક્તિગત વિમાનોને ત્રણથી ભાગતા ત્રિકોણ, ચોરસ અને ગોળ વિમાનો આવે, શેષ એકને ત્રિકોણ વિમાનમાં નાખ, શેષ બેમાંથી ત્રિકોણ-ચોરસ વિમાનમાં ૧-૧ નાંખ, પછી ત્રણે રાશિને ચારથી ગુણી ગોળ વિમાનમાં ઇન્દ્રકવિમાનો ઉમેરવા. ત્રણે રાશિને ભેગા કરતા તે દેવલોકના પ્રતરના આવલિકાગત વિમાનો આવે. (૧૦૪, ૧૦૫)
સત્તસય સત્તવીસા, ચત્તારિ સયા ય હુત્તિ ચઉનઉયા । ચત્તારિ ય છાસીયા, સોહમ્ભે હુન્તિ વટ્ટાઈ ૫૧૦૬૫
સૌધર્મ દેવલોકમાં ગોળ વગેરે વિમાનો ક્રમશઃ ૭૨૭, ૪૯૪, ૪૮૬ છે. (૧૦૬)
એમેવ ય ઈસાણે, નવરં વઢ્ઢાણ હોઈ નાણનં । દો સય અદ્વૈતીસા, સેસા જહ ચેવ સોહમ્મે ॥૧૦॥
ઇશાન દેવલોકમાં એ જ પ્રમાણે છે, પણ ગોળવિમાનોમાં ફરક છે. તે ૨૩૮ છે. શેષ વિમાનો સૌધર્મની જેમ છે. (૧૦૭)