________________
૨૩૪
મૂળગાથા - શબ્દાર્થ
તત્વ ૨વી દસ જોયણ, અસીઈ તદુરિ સસી અ રિક્સેસુ । અહ ભરિણ સાઇ ઉવિર, બહિં મૂલો ભિતરે અભિઈ ૪૯
તેમાં ૭૯૦ યોજનથી ૧૦ યોજન ઉપર સૂર્ય, તેની ઉપર ૮૦ યોજને ચન્દ્ર છે. નક્ષત્રોમાં નીચે ભરણી, ઉપર સ્વાતિ, બહાર મૂળ, અંદર અભિજત્ છે. (૪૯)
તારા રવી ચંદ રિક્ષા, બુહ સુક્કા જીવ મંગલ સણિયા । સગ સય નઉય દસ અસિઇ, ચઉં ચઉ કમસો તિયા ચઉસુ ।।૫।। તારા, સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર, બુધ, શુક્ર, બૃહસ્પતિ, મંગળ, શિન ક્રમશઃ ૭૯૦ યોજને, ૧૦ યોજને, ૮૦ યોજને, ૪-૪ યોજને, ચારમાં ૩ - ૩ યોજને આવેલા છે. (૫૦) ઇક્કારસ જોયણસય, ઇગવીસિક્કાર સાહિયા કમસો । મેરુ-અલોગાબારું, જોઈસ ચક્કે ચરઈ ઠાઈ ૫૧॥
જ્યોતિષચક્ર મેરુ પર્વત અને અલોકથી ક્રમશઃ ૧,૧૨૧ અને ૧,૧૧૧ યોજન અબાધાએ ચાલે છે અને સ્થિર રહે છે. (૫૧)
અદ્ધકવિદ્યાગારા, ફલિહમયા રમ્મ જોઈસવિમાણા । વંતરનયરેહિંતો, સંખિજ્જગુણા ઇમે હુત્તિ ૫૨
જ્યોતિષના વિમાનો અડધા કોઠાના આકારના અને સ્ફટિકના છે. એ વ્યન્તરના નગરો કરતા સંખ્યાતગુણા છે. (૫૨) તાઈં વિમાણાઈં પુણ, સાઈં હુન્તિ ફાલિહમયાઈ દગફાલિહમયા પુણ, લવણે જે જોઇસવિમાણા પા
તે વિમાનો બધા સ્ફટિકના હોય છે. લવણસમુદ્રમાં જે જ્યોતિષવિમાનો છે તે ઉદકસ્ફટિકના છે. (૫૩)