________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૩૧ તે જંબુદ્દીવ ભારહ વિદેહ સમ, ગુરૂ જહન્ન મજિઝમગા. વંતર પુણ અટ્ટવિહા, પિસાય ભૂયા કહા જખા li૩૩ રસ્મસ કિંનર કિપુરિસા, મહોરગા અટ્ટમા ય ગંધબ્બા ! દાહિષ્ણુત્તર ભેયા, સોલસ તેસિં ઇમે ઈંદા ૩૪ો.
તે ભવનો ઉત્કૃષ્ટથી, જઘન્યથી, મધ્યમથી જંબુદ્વીપ સમાન, ભરતક્ષેત્ર સમાન અને મહાવિદેહક્ષેત્ર સમાન છે. વ્યંતરો ૮ પ્રકારના છે- પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, જિંપુરુષ, મહોરમ અને આઠમા ગંધર્વ, દક્ષિણ-ઉત્તર ભેદથી તેમના સોળ ઇન્દ્રો આ પ્રમાણે છે – (૩૩, ૩૪) કાલે ય મહાકાલે, સુરૂવ પડિરૂવ પુન્નભટ્ટે ય તહ ચેવ માણિભદે, ભીમે ય તથા મહાભીમે ૩પી કિંનર કિપુરિસે સમ્યુરિસા, મહાપુરિસ તહ ય અકાયે મહાકાય ગીયરઈ, ગયજસે દુનિ દુનિ કમા II૩૬ll
કાલ, મહાકાલ, સુરૂપ, પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ, કિન્નર, કિંગુરુષ, સપુરુષ, મહાપુરુષ, અતિકાય, મહાકાય, ગીતરતિ, ગીતયશ - ક્રમશઃ બે-બે. (૩૫, ૩૬) ચિંધે કલંબસુલસે, વડખટ્ટુગે અસોગચંપયએ . નાગે તુંબરૂ અ ઝએ, ખટ્ટુગવિવજિયા ખા I૩૭
તેમના ધ્વજ ઉપર કદંબ, સુલસ, વડ, ખટ્વાંગ, અશોક, ચંપક, નાગ, તંબુરુ - આ ચિહ્નો છે. તેમાં ખટ્વાંગ સિવાયના બધા વૃક્ષ છે. (૩૭) જસ્મ-પિસાય-મહોરગ-ગંધવા સામ કિનરા નીલા ! રખસ-કિપુરિસા વિ ય, ધવલા ભૂયા પુણો કાલા ૩૮