________________
શ્રીસંગ્રહણિસૂત્ર મૂળગાથા-શબ્દાર્થ
નમિઉં અરિહંતાઈ, ઠિઈ-ભવણીગાહણા ય પત્તેયં / સુર-નારયાણ વુડ્ઝ, નર-તિરિયાણું વિણા ભવર્ણ ૧ | ઉવવાય-ચવણ-વિરહ, સંખે અંગ-સમઈયં ગમા-ગમણે આ દસ વાસસહસ્સાઈ, ભવણવUણે જહન્નઠિઈ રા
અરિહંત વગેરેને નમસ્કાર કરીને દેવતા અને નારકના દરેકના (૧) સ્થિતિ, (૨) ભવન, (૩) અવગાહના, મનુષ્ય અને તિર્યંચના દરેકના ભવન વિના (સ્થિતિ અને અવગાહના), (૪) ઉપપાતવિરહ, (૫) અવનવિરહ, (૬) એક સમયમાં ઉપપતસંખ્યા, (૭) એક સમયમાં ચ્યવનસંખ્યા, (૮) ગતિ, (૯) આગતિ કહીશ. ભવનપતિની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે (૧, ૨). અમર બલિ સારમહિઅં, તદેવીણ તુ તિનિ ચત્તારિ ! પલિયાઈ સઢાઈ, સેસાણં નવનિકાયાણં Ilal દાહિણ દિવઠ્ઠ પલિય, ઉત્તરઓ હુત્તિ દુનિ દેસૂણા | તદેવીમદ્ધપલિય, દેસૂર્ણ આઉમુક્કોસ ૪l
(ઉત્કૃષ્ટ આયુષ્ય) અમરેન્દ્રનું અને બલીન્દ્રનું ક્રમશઃ ૧ સાગરોપમ અને સાધિક ૧ સાગરોપમ છે. તેમની દેવીઓનું ક્રમશઃ ૩ પલ્યોપમ અને ૪ પાલ્યોપમ, શેષ નવ નિકાયના દક્ષિણ તરફના દેવોનું ૧ પલ્યોપમ અને ઉત્તર તરફના દેવોનું દેશોન ૨ પલ્યોપમ, તેમની દેવીઓનું ક્રમશઃ 1 પલ્યોપમ અને દેશોન ૧ પલ્યોપમ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. (૩, ૪)