________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૧૮
જયા મોહોદઓ તિત્વો, અન્નાણું સુમહધ્મયં । પેલવં વેયણીયં ચ, તયા એગિદિઓ ભવે ॥ ૩૩૬ ॥
જ્યારે તીવ્ર મોહનો ઉદય હોય, અતિભયંકર અજ્ઞાન હોય, અસાતા વેદનીયનો ઉદય હોય ત્યારે જીવ એકેન્દ્રિય થાય. (૩૩૬) ભિન્નમુહુત્તો વિગલિંદિઆણ, સમુચ્છિમાણ ય તહેવ । બારસ મુહુત્ત ગબ્બે, ઉક્કોસ જહન્નઓ સમઓ ॥ ૩૩૭ ॥
વિકલેન્દ્રિય અને સંમૂચ્છિમ પંચેન્દ્રિયનો અંતર્મુહૂર્ત, ગર્ભજનો ૧૨ મુહૂર્ત ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ છે, જઘન્યથી ૧ સમય છે. (૩૩૭) ઉટણા વિ એવું, સંખા સમએણ સુરવરુતુલ્લા । નતિરિ ય સંખ સવ્વસુ, જંતિ સુરનારયા ગબ્બે II ૩૩૮ II
ઉર્દૂર્તના પણ એ જ પ્રમાણે. ૧ સમયમાં (ઉપપાત-ઉર્તન) સંખ્યા દેવોતુલ્ય છે. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચ બધે જાય. દેવ-નારક ગર્ભજમાં જાય. (૩૩૮)
ઉલ્વટ્ટા તિરિયાઓ, ચઉસું પિ ગઈસુ જંતિ પંચિંદી । થાવરવિગલા દોરું નિયમા પુણ સંખજીવીસુ ॥ ૩૩૯ ॥
પંચેન્દ્રિય તિર્યંચમાંથી મરી ચારે ગતિમાં જાય છે. સ્થાવર અને વિકલેન્દ્રિય અવશ્ય સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યતિર્યંચમાં જાય. (૩૩૯)
બારસ મુહુત્ત ગબ્બે, મુહુત્ત સમુચ્છિમેસુ ચઉવીસં । ઉક્કોસ વિરહકાલો, દોસુ વિ ય જહન્નઓ સમઓ ॥ ૩૪૦ ॥
ગર્ભજ મનુષ્યમાં ૧૨ મુહૂર્ત, સંમૂચ્છિમ મનુષ્યમાં ૨૪ મુહૂર્ત ઉત્કૃષ્ટ વિરહકાળ છે. બન્નેમાં જધન્ય ૧ સમય છે. (૩૪૦)
એમેવ ય ઉદ્યણસંખા, સમએણ સુરુવરુતુલ્લા | મણુએસું ઉવવાઓ-ડસંખાઉય મુત્તુ સેસાઓ ॥ ૩૪૧ ॥