________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૧૭ પોતાનાથી થયેલ (અધ્યવસાય વગેરે) કે બીજા પણ જેનાથી આયુષ્યનો ઉપક્રમ થાય તે અધ્યવસાય વગેરે અહીં ઉપક્રમ જાણવા. (૩૩૦) અઝવસાણનિમિત્તે, આહારે વેયણા પરાઘાએT ફાસે આણાપાત્ સત્તવિહં ભિજ્જએ આઉં / ૩૩૧ //
અધ્યવસાય, નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ, શ્વાસોચ્છવાસ- આ સાત રીતે આયુષ્ય ભેદાય છે. (૩૩૧) પુઢવાઈણ ભવઠિઈ, એસા મે વણિઆ સમાસણા એએસિં કાયઠિઈ, ઉડૂઢ તુ અઓ પર વુછું . ૩૩૨ //
આ પૃથ્વી વગેરેની સંક્ષેપમાં મેં ભવસ્થિતિ કહી. હવે પછી ઉપર એમની કાયસ્થિતિ કહીશ. (૩૩૨). અસંખોસપિણિપ્રિણીલ, એનિંદિયાણ ય ચઉહા તા ચેવ ઉ અહંતા, વણસ્સઈએ જે બોધવા . ૩૩૩ /
ચાર એકેન્દ્રિયની કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી છે. વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી છે. (૩૩૩) વાસસહસ્સા સંખા, વિગલાણ ઠિઈઉ હોઈ બોધવ્યા સત્તઠ ભવા ઉ ભવે, પર્ણિદિતિરિમણુએ ઉક્કોસા રે ૩૩૪ ||
વિકસેન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષ છે. પંચેન્દ્રિય તિર્યંચ – મનુષ્યની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ૭-૮ ભવ છે. (૩૩૪) અણસમયમસંખિજ્જા, સંખિજ્જાઊ અતિરિયમમુઆ યા એનિંદિએ સુ ગચ્છ, આરા ઇસાણદેવા ય ા ૩૩૫ |
પ્રતિસમય અસંખ્ય એકેન્દ્રિય ઉત્પન્ન થાય છે. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચ-મનુષ્ય અને ઇશાનસુધીના દેવો એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. (૩૩૫).