________________
૨૧૦
બલદેવ ચક્કવટ્ટી, દેવઠ્ઠાણેસુ હુંતિ સવ્વસુ । અરિહંત વાસુદેવા, વિમાણવાસીસુ બોધવ્વા ॥ ૨૯૫ ॥ બધા દેવસ્થાનોમાંથી બળદેવ, ચક્રવર્તી થાય. અરિહંતવાસુદેવ વૈમાનિકમાંથી જાણવા. (૨૯૫)
મૂળગાથા - શબ્દાર્થ
અરિહંત ચક્કવટ્ટી, બલદેવા તહય વાસુદેવા ય | ન મણુયતિરિએહિંતો, અણંતરું ચેવ જાયંતિ ॥ ૨૯૬ ॥ મનુષ્ય-તિર્યંચ માંથી તરત અરિહંત, ચક્રવર્તી, બળદેવવાસુદેવ ન થાય. (૨૯૬)
ભૂદગપંકપ્પભવા, ચઉરો હરિઆઉ છચ્ચ સિઝંતિ । વિગલા લભિજ્જ વિરŪ, ન હુ કિંચિ લભિજ્જ સુહુમતસા ॥૨૯૭ી પૃથ્વીકાય- અકાય- પંકપ્રભામાંથી આવેલા (એકસમયે) ચાર સિદ્ધ થાય. વનસ્પતિમાંથી આવેલા (એકસમયે) છ સિદ્ધ થાય. વિકલેન્દ્રિયમાંથી આવેલા વિરતિ પામે. સૂક્ષ્મત્રસમાંથી આવેલા કંઈ ન પામે. (૨૯૭)
મંડલિઅમણુઅરયણાહે-સત્તમતેઉવાઉવજ્જેહિં । વાસુદેવમણુયરયણા, અણુત્તરવિમાણવજ્જેહિં ॥ ૨૯૮ ॥
માંડલિક અને ચક્રવર્તિના મનુષ્ય રત્નો સાતમી નરક- તેઉકાય -વાઉકાય સિવાયમાંથી થાય. વાસુદેવ અને મનુષ્યરત્નો અનુત્તરવિમાન સિવાયમાંથી થાય. (૨૯૮)
તેરિચ્છમણુઅસંખાઉએહિં, કપ્પાઉ જા સહસ્સારો । હયગયરયણુવવાઓ, નેરઇએહિં ચ સવ્વહિં | ૨૯૯ ॥
સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચ-મનુષ્ય- સહસ્રારસુધીના દેવો-બધા નારકીઓમાંથી અશ્વરત્ન અને ગજરત્નની ઉત્પત્તિ થાય. (૨૯૯)