________________
૨૦૮
મૂળગાથા - શબ્દાર્થ છડુિં ચ ઇસ્થિઓ, મચ્છા મણુયા ય સત્તમિં પુઢવિં એસો પરમવવાઓ, બોધવો નરયપુઢવીસુ II ૨૮૫ /
અસંજ્ઞી પહેલી નરક સુધી, ભુજપરિસર્પ બીજી નરક સુધી, પક્ષીઓ ત્રીજી નરક સુધી, સિંહો ચોથી નરક સુધી, સર્પો પાંચમી નરક સુધી, સ્ત્રીઓ છઠ્ઠી નરક સુધી, માછલા અને મનુષ્યો સાતમી પૃથ્વી સુધી જાય. નરકમૃથ્વીઓમાં આ ઉત્કૃષ્ટ ઉત્પત્તિ જાણવી. (૨૮૪, ૨૮૫) વાલેસુ અ દાઢીસુ અ, પખીસુ અ જલયરેલુ ઉવવના સંખેજ્જાઉઠિઈઆ, પુણો વિ નરયાઉઆ હુતિ | ૨૮૬
(નરકમાંથી) સર્પોમાં, વાઘ-સિંહમાં, પક્ષીઓમાં, જલચરોમાં ઉત્પન્ન થયેલા સંખ્યાતા વર્ષની સ્થિતિવાળા જીવો ફરી પણ નરકાયુષ્યવાળા થાય છે. (૨૮૬) છેવટ્ટણ 9 ગમ્મઈ, પુઢવીઓ રયણસક્કરાભાઓ ! ઇક્કિક્કપુઢવિવુઢી, સંઘયણે કીલિયાઇએ . ૨૮૭
સેવાર્ય સંઘયણથી રત્નપ્રભા – શર્કરા પ્રભા પૃથ્વીઓમાં જવાય. કાલિકા વગેરે સંઘયણમાં એક-એક પૃથ્વીની વૃદ્ધિ જાણવી. (૨૮૭) કાઊ નીલા કિહા, લેસાઓ તિનિ હૂંતિ નરએસુ. તઆએ કાઊ નીલા, નીલા કિહા ય રિઠાએ આ ૨૮૮ .
નરકમાં કૃષ્ણ, નીલ, કાપોત ત્રણ લેશ્યા હોય છે. ત્રીજી નરકમાં કાપોત, નીલ ગ્લેશ્યા હોય છે. રિઝામાં કૃષ્ણ, નીલ વેશ્યા હોય છે. (૨૮૮) કાઊ કાઊ તહ કાઊનીલ, નીલા ય નલકિહા યા કિહા કિહા ય તહા, સત્તસુ પુઢવીસુ લેસાઓ ૨૮૯ /