________________
૧૯૮
મૂળગાથા - શબ્દાર્થ જે કારણથી મનુષ્યલોકની ગંધ ૪૦૦ કે ૫૦૦ યોજન ઉપર જાય છે તેથી દેવો (અહીં) નથી આવતા. (૨૩૧) એવં દેવોગાહણે ભવણાઊ, વનિઆ સમાસણા ઠિઈ-પુઢવીઓગાહણ, નરએસુ અઓ પર વુડ્ઝ | ૨૩૨ /
આમ દેવોની અવગાહના, ભવન, આયુષ્યનું સંક્ષેપથી વર્ણન કર્યું. હવે પછી નરકોમાં સ્થિતિ, પૃથ્વી, અવગાહના કહીશ. (૨૩૨) સાગરમેશં તિઅ સત્ત, દસ ય સત્તરસ તહ ય બાવીસા. તિત્તીસં ચેવ ઠિઈ, સત્તસુ પુઢવીસુ ઉક્કોસા ! ર૩૩ /
સાત પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ૧, ૩, ૭, ૧૦, ૧૭, ૨૨, ૩૩ સાગરોપમ છે. (૨૩૩) જા પઢમાએ જિઠા, સા બીઆએ કણિઠિઆ ભણિઆ તરતમજોગો એસો, દસવાસસહસ્સ રયણાએ II ૨૩૪ /
જે પહેલી પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ તે બીજી પૃથ્વીની જઘન્ય સ્થિતિ કહી છે. આ તરતમયોગ (બધી પૃથ્વીમાં જાણવો). રત્નપ્રભાની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે. (૨૩૪) દસનઉઈ ય સહસ્સા, પઢમે પયરશ્મિ ઠિઈ જહનિયરા સા સયગુણિયા બિઈએ, તઈયમિ પુણો ઈમા હોઈ II ૨૩૫ / નઉઈ લકખ જહના, ઉફકોસા પુવૅકોડિ નિદિઠા આઇલ્લ પુવકોડી, દસભાગો સાયરસ્સિયરા | ૨૩૬ // દસભાગો પંચમએ, દો દસભાગા ય હોઈ ઉક્કોસા. એગુત્તરવુઢિએ, દસેવ ભાગા ભવે જાવ ૨૩૭ II
પહેલા પ્રતરમાં જઘન્ય સ્થિતિ ૧૦,000 વર્ષ છે અને ઉત્કૃષ્ટ